ધરતીનો છેડો ઘર:બ્રિટનમાં 100 વર્ષની મહિલાએ પોતાનું ઘર છોડવું ન પડે તે માટે લગ્ન નથી કર્યા!

લંડન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
100 વર્ષથી એક જ ઘરમાં જીવનસાથી વિના રહેતા આ વૃદ્ધાનું નામ વેરા બન્ટિંગ છે. તેમણે ગયા મંગળવારે જ 100 વર્ષ પૂરા કર્યા છે. - Divya Bhaskar
100 વર્ષથી એક જ ઘરમાં જીવનસાથી વિના રહેતા આ વૃદ્ધાનું નામ વેરા બન્ટિંગ છે. તેમણે ગયા મંગળવારે જ 100 વર્ષ પૂરા કર્યા છે.
  • વેરા બન્ટિંગ 1921માં 6 મહિનાના હતા ત્યારથી લૅક ડિસ્ટ્રિક્ટના એમ્બલસાઇડના આ ઘરમાં જ રહે છે

ઘર માટે એવું કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. બ્રિટનમાં 100 વર્ષની એક મહિલાએ પોતાનું ખૂબ સુંદર ઘર છોડવું ન પડે તે માટે હજુ સુધી લગ્ન નથી કર્યા. 100 વર્ષથી એક જ ઘરમાં જીવનસાથી વિના રહેતા આ વૃદ્ધાનું નામ વેરા બન્ટિંગ છે. તેમણે ગયા મંગળવારે જ 100 વર્ષ પૂરા કર્યા છે. 100મો જન્મદિવસ પણ તેમણે લૅક ડિસ્ટ્રિક્ટના એમ્બલસાઇડ ખાતેના પોતાના ઘરમાં જ મનાવ્યો. તેઓ જણાવે છે કે 1921માં તેઓ 6 મહિનાના હતા ત્યારે તેમના માતા-પિતા તેમને લઇને બે માળના આ ઘરમાં રહેવા આવ્યા હતા. બસ ત્યારથી હું અહીં જ છું.

વેરા પોતાના ઘરને આ ધરતી પરની સૌથી સુંદર જગ્યા માને છે અને આ ઘર છોડવું ન પડે તે માટે તેઓ અત્યાર સુધીમાં લગ્નના 4 પ્રસ્તાવ ફગાવી ચૂક્યા છે, જે તેમને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ મળ્યા હતા. તેઓ આ ઉંમરે પણ તંદુરસ્ત અને સ્ફૂર્તિલા છે. તેમની એક મોટી બહેન (મૅરી) અને એક નાનો ભાઇ (રોબર્ટ) પણ છે. જોકે, તે બન્ને બીજે રહેતા હોવાથી આ ઘરમાં વેરા એકલા જ રહે છે.

વેરાએ ઉમેર્યું કે તેમને વૉકિંગ ગમે છે અને તેઓ નજીકના તમામ પહાડો ચઢી ચૂક્યા છે. તેઓ આ ઉંમરે પણ આરામથી ચાલી શકે છે. તેમના ઘરે રસોઇ બનાવવા અને ઘરકામ માટે એક મેઇડ આવે છે. તેઓ નજીકમાં રહેતા ભત્રીજા-ભત્રીજીઓ સાથે રોજ સવારે ફોન પર વાત કરે છે. વેરા ડ્રેસમેકર હતા પણ હવે નિવૃત્ત થઇ ચૂક્યા છે. તેઓ નાના હતા ત્યારે તેમના ઘરની આસપાસ ચોતરફ ખેતરો અને વૃક્ષો જ હતા, જ્યાં હવે મકાનો ઊભા થઇ ગયા છે. બાળપણમાં તેઓ ઘરની નજીકના ખુલ્લા મેદાનોમાં આખો દિવસ રમતા અને તે દિવસોને ખૂબ સરસ અને યાદગાર સમય ગણાવે છે.

અન્ય સમાચારો પણ છે...