બ્રિટનનાં મહારાણી એલિઝાબેથનું નિધન:સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં 96 વર્ષનાં ક્વીને અંતિમ શ્વાસ લીધા, ચાર્લ્સ કિંગ બન્યા

21 દિવસ પહેલા

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય હાલ સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં હતાં. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ સૌથી લાંબા સમય સુધી (70 વર્ષ) બ્રિટનનાં ક્વીન રહ્યાં.

ગુરુવારે બપોરે તેમની તબિયત ગંભીર થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. એ બાદ તેઓ ડોકટર્સની દેખરેખમાં સારવાર હેઠળ હતાં. તેમની તબિયત બગડ્યા બાદ ક્વીનના પૌત્ર પ્રિન્સ વિલિયમ પણ તેમની સાથે જ હતા.

રોયલ ફેમિલીની સત્તાવાર વેબસાઈટમાં આ તસવીર શેર કરાઈ છે, જેમાં રાણીના નિધનની પુષ્ટિ કરાઈ છે.
રોયલ ફેમિલીની સત્તાવાર વેબસાઈટમાં આ તસવીર શેર કરાઈ છે, જેમાં રાણીના નિધનની પુષ્ટિ કરાઈ છે.

શોકમાં શાહી પરિવાર અને બ્રિટન
મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું મોત 9 એપ્રિલ 2021ના રોજ થયું હતું. હવે મહારાણી પણ નથી રહ્યાં. મહારાણીનાં ચાર બાળક છે- પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એને, એન્ડ્ર્યુ અને એડવર્ડ છે, જેનાથી તેમનાં આઠ પૌત્ર-પૌત્રી છે અને 12 ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. જ્યારે પ્રિન્સ વિલિયમ 40 વર્ષની ઉંમરે બ્રિટનના સિંહાસનના ઉત્તરાધિકારી બની ગયા છે. તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ હવે કિંગ બની ગયા છે.

શાહી પરિવાર હવે સત્તાવાર રીતે શોકમાં હશે. હાલ તમામ આધિકારિક કાર્યક્રમ રદ થઈ ગયા છે અને શાહી મહેલો અને ઘરોમાં યુનિયન જેક અડધો ઝૂકેલો રહેશે. આ ઉપરાંત બ્રિટનની તમામ બહારની પોસ્ટ અને સૈન્ય ઠેકાણાં પર પણ ઝંડો ઝૂકેલા રહેશે.

શાહી પરિવાર સ્કોટલેન્ડના એબરડીન એરપોર્ટથી નીકળ્યો હતો.
શાહી પરિવાર સ્કોટલેન્ડના એબરડીન એરપોર્ટથી નીકળ્યો હતો.

બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસે પણ આ સમાચારે ચિંતા વ્યક્ત કરી છે. તેમને ટ્વીટ કરી લખ્યું- બર્મિંગહામ પેલેસના સમાચારથી આખો દેશ ચિંતિત થશે. મારા વિચાર અને આપણા યુનાઈટેડ કિંગ્ડમના લોકોને વિચાર હાલ મહારાણીના પરિવારની સાથે છે.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- મારી સંવેદનાઓ બ્રિટનના લોકોની સાથે
PM મોદીએ એલિઝાબેથ IIના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેમના નિધનથી ઘણો જ આઘાત લાગ્યો છે. એલિઝાબેથ IIને આપણા સમયના એક દિગ્ગજ શાસક તરીકે યાદ કરવામાં આવશે. તેમને પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ આપ્યું, સાથે જ સાર્વજનિક જીવનમાં ગરિમા અને શાલીનતાથી લોકોએ શીખવું જોઈએ. આ દુઃખના સમયે મારી સંવેદનાઓ તેમના પરિવાર અને બ્રિટનના લોકોની સાથે છે.

PM મોદીએ જણાવ્યું, "હું 2015 અને 2018માં UKની યાત્રા દરમિયાન મહારાણી એલિઝાબેથ દ્વિતીયને મળ્યો હતો. હું તેમના ઉમળકા અને દયાળુ સ્વભાવને ક્યારેય નહીં ભૂલું. એક બેઠક દરમિયાન તેમને મને એક રૂમાલ દેખાડ્યો હતો, જે મહાત્મા ગાંધીએ તેમને લગ્નમાં ક્વીનને ભેટ કર્યો હતો."

આ તસવીર રોઇટર્સે જાહેર કરી હતી. સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલ ઈમારત પર સિક્યોરિટી ગાર્ડ તહેનાત થઈ ગયા હતા.
આ તસવીર રોઇટર્સે જાહેર કરી હતી. સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલ ઈમારત પર સિક્યોરિટી ગાર્ડ તહેનાત થઈ ગયા હતા.

બકિંગહામ પેલેસના ગાર્ડની ચેન્જિંગ સેરેમની રદ
લંડનના બર્કિંગહામ પેલેસમાં થનારી ગાર્ડ ચેન્જિંગને રદ કરી દેવાઈ હતી. સેરેમની દરમિયાન જ્યાં યાત્રિકો એકઠા થાય છે બિલકુલ એ જ જગ્યાએ એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું.

બર્કિંગહામ પેલેસ પર લગાડવામાં આવેલું સાઈન બોર્ડ. અહીં કાલે પારંપરિક ગાર્ડ ચેન્જિંગ સેરેમની થવાની હતી.
બર્કિંગહામ પેલેસ પર લગાડવામાં આવેલું સાઈન બોર્ડ. અહીં કાલે પારંપરિક ગાર્ડ ચેન્જિંગ સેરેમની થવાની હતી.

આ પહેલાં મહારાણીને પ્રીવી કાઉન્સિલ, એટલે કે ગુપ્ત જાણકારી સંબધિત મંત્રી પરિષદની વર્ચ્યુઅલ મીટિંગ પણ રદ કરી દીધી હતી.

મહારાણીના હેલ્થ અંગે જાણ થતાં જ લોકો બર્કિંગહામ પેલેસ પહોંચવા લાગ્યા હતા.
મહારાણીના હેલ્થ અંગે જાણ થતાં જ લોકો બર્કિંગહામ પેલેસ પહોંચવા લાગ્યા હતા.
આ તસવીર 6 સપ્ટેમ્બરની, એટલે કે 2 દિવસ પહેલાંની છે. જ્યારે બ્રિટનનાં નવાં વડાપ્રધાન લિઝ ટ્રસ મહારાણીના શપથ લેવા ગયાં હતાં ત્યારે આ ફોટો જાહેર થયો હતો.
આ તસવીર 6 સપ્ટેમ્બરની, એટલે કે 2 દિવસ પહેલાંની છે. જ્યારે બ્રિટનનાં નવાં વડાપ્રધાન લિઝ ટ્રસ મહારાણીના શપથ લેવા ગયાં હતાં ત્યારે આ ફોટો જાહેર થયો હતો.

70 વર્ષ સુધી રાજાશાહીને સંભાળી રાખી હતી એલિઝાબેથે

ક્વીન એલિઝાબેથ 2 જૂન 1953નાં રોજ બ્રિટનના મહારાણીપદે આરૂઢ થયાં હતાં. જ્યારે એલિઝાબેથ ક્વીન બન્યાં ત્યારે દુનિયા જ નહીં, બ્રિટનમાં પણ રાજાશાહી પર સવાલ ઊઠવા લાગ્યા હતા, પરંતુ મહારાણી એલિઝાબેથે તમામ વિરોધ છતાં શાહી પરિવારના માનસન્માન અને અસરને યથાવત્ રાખી હતી.

ક્વીન એલિઝાબેથનાં લગભગ 70 વર્ષના કાર્યકાળ દરમિયાન બ્રિટન જ નહીં, પરંતુ આખી દુનિયામાં ઘણા ફેરફાર થયા. આ દરમિયાન બ્રિટને ન માત્ર આર્થિક પડકારો જ નહિ, રાજકીય સંકટનો પણ સામનો કર્યો. ઉતાર-ચઢાવના સમયગાળામાં બ્રિટનના મહારાણી પોતાના દેશની જનતા માટે વિશ્વાસનું પ્રતીક બની રહ્યા.

​​​​​​જુઓ મહારાણી એલિઝાબેથની કેટલીક સુંદર અને મહત્ત્વની તસવીરો...

એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ લંડનમાં થયો હતો. તેમના પિતા એલબર્ટ ડ્યૂક ઓફ યોર્ક અને તેમનાં માતા એલિઝાબેથ બોવેસ-લિયોન હતાં.
એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ લંડનમાં થયો હતો. તેમના પિતા એલબર્ટ ડ્યૂક ઓફ યોર્ક અને તેમનાં માતા એલિઝાબેથ બોવેસ-લિયોન હતાં.
આ તસવીર એલિઝાબેથની છે, જ્યારે તેઓ 2 વર્ષનાં હતાં, તેઓ એલબર્ટ અને બોવેસ-લિયોનનાં પ્રથમ સંતાન હતાં.
આ તસવીર એલિઝાબેથની છે, જ્યારે તેઓ 2 વર્ષનાં હતાં, તેઓ એલબર્ટ અને બોવેસ-લિયોનનાં પ્રથમ સંતાન હતાં.
4 વર્ષનાં એલિઝાબેથ ઓલિમ્પિયામાં એક રોયલ ટૂર્નામેન્ટમાં ગયાં હતાં. આ તસવીર એ સમયે લેવામાં આવી હતી. તેઓ અનેક વખત ઓલિમ્પિયા ઈન્ટરનેશનલ હોર્સ શો જોવા જતાં હતાં.
4 વર્ષનાં એલિઝાબેથ ઓલિમ્પિયામાં એક રોયલ ટૂર્નામેન્ટમાં ગયાં હતાં. આ તસવીર એ સમયે લેવામાં આવી હતી. તેઓ અનેક વખત ઓલિમ્પિયા ઈન્ટરનેશનલ હોર્સ શો જોવા જતાં હતાં.
એલિઝાબેથ 1937માં ગર્લ ગાઈડ બન્યાં હતાં. આ તસવીરમાં તેમને ગર્લ ચાઈલ્ડનો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો. ગર્લ ગાઈડ એક ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન છે.
એલિઝાબેથ 1937માં ગર્લ ગાઈડ બન્યાં હતાં. આ તસવીરમાં તેમને ગર્લ ચાઈલ્ડનો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો. ગર્લ ગાઈડ એક ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન છે.
20 નવેમ્બર 1947ના રોજ તેમણે ગ્રીસના પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યાં. તેઓ પ્રિન્સ એન્ડ્રયુ ઓફ ગ્રીસ એન્ડ ડેનમાર્ક અને પ્રિન્સેસ એલિસ ઓફ બેટનબર્ગના એકમાત્ર પુત્ર હતા.
20 નવેમ્બર 1947ના રોજ તેમણે ગ્રીસના પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યાં. તેઓ પ્રિન્સ એન્ડ્રયુ ઓફ ગ્રીસ એન્ડ ડેનમાર્ક અને પ્રિન્સેસ એલિસ ઓફ બેટનબર્ગના એકમાત્ર પુત્ર હતા.
આ તસવીર મહારાણી એલિઝાબેથ II અને પતિ ફિલિપની છે. આ 2 જૂન, 1953ના રોજ બર્કિંગહામ પેલેસમાં મહારાણીના રાજ્યભિષેક સમયે લેવાઈ હતી.
આ તસવીર મહારાણી એલિઝાબેથ II અને પતિ ફિલિપની છે. આ 2 જૂન, 1953ના રોજ બર્કિંગહામ પેલેસમાં મહારાણીના રાજ્યભિષેક સમયે લેવાઈ હતી.
હસતાં ક્વીન એલિઝાબેથ IIની આ તસવીર તેમના પહેલી ટેલિવિઝન ક્રિસ્મસ સ્પીચ સમયે ખેંચવામાં આવી હતી. ક્વીન એલિઝાબેથ IIએ ક્યારેય કોઈ ઈન્ટરવ્યુ નથી આપ્યો, પરંતુ તેઓ કોઈ ને કોઈ રીતે જનતા સુધી પોતાના મનની વાત પહોંચાડતાં હતાં.

પોતાની પહેલી શાહી યાત્રા દરમિયાન ક્વીન એલિઝાબેથ IIએ સદીઓથી ચાલી રહેલા ટ્રેડિશનને તોડ્યો હતો. તેમને લોકોને દૂરથી વેવ કરવાની બદલે નજીક જઈને ગ્રીટ કર્યું હતું. પહેલી શાહી યાત્રા 1970માં ઓસ્ટ્રેલિયામાં કરી હતી. આ દરમિયાન તેઓ સિડનીમાં લોકો વચ્ચેથી પસાર થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...