તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જર્મનીમાં 95 વર્ષની એક મહિલા પર 10 હજાર લોકોની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મહિલા નાઝી યાતના શિબિર (Nazi concentration camp)માં સેક્રેટરી તરીકે કામ કરતી. તે બીજા વિશ્વયુદ્ધના સમય વર્ષ 1943થી 1945 દરમિયાન નાઝીઓના કબજાવાળા કેમ્પ પોલોન્ડના સ્ટટશોફ કેમ્પનમાં તહેનાત હતી. ફરિયાદી પક્ષે મહિલાના નામ વિશે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં મહિલાનું નામ ઈર્મગાર્ડ એફ. તરીકે નોંધાયું છે.
બ્રિટિશ ટેલિગ્રાફના એક રિપોર્ટ આ મહિલા અત્યારે જર્મનીના હેમ્બર્ગમાં આવેલા વૃદ્ધાશ્રમમાં રહે છે અને પેન્શન પણ મેળવે છે. મહિલા સામે કેસ નોંધાયા પછી એક નિવેદનમાં ફરિયાદી પક્ષે કહ્યું છે કે આરોપી પર યહૂદી કેદીઓ, પોલીસ કટ્ટરપંથી અને સોવિયત રશિયાના યુદ્ધ બંધકોની હત્યામાં મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મહિલા જૂન 1943થી એપ્રિલ 1945 વચ્ચે સ્ટેનોગ્રાફર અને કેમ્પની સેક્રેટરી કમાન્ડર તરીકે કામ કરતી હતી. મહિલાએ 2019માં એક જર્મન રેડિયો ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે વિશ્વ યુદ્ધ સમાપ્ત થયા પછી પણ તેમને માહિતી મળી હતી કે કેમ્પમાં લોકોને મારવામાં આવી રહ્યા છે. જોકે ઘટના સમયે મહિલા સગીર હતી.
મોટા પાયે તપાસ કરવામાં આવશે
ફરિયાદી પક્ષના પ્રવક્તા પીટર મ્યૂલર રાકોએ કહ્યું છે કે કેમ્પની હાલત ખરાબ થયા પછી અમુક લોકો બચી ગયા હતા. તેમાંથી ઘણા લોકોની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેનું હજી મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. હવે તપાસ કરનાર પક્ષ આ સમગ્ર ઘટનાની મોટા પાયે તપાસ કરશે. તેઓ એ પીડિતો સાથે પણ વાત કરશે, જેઓ ત્યારે અમેરિકા અને ઈઝરાયેલમાં રહેતા હતા.
ઈતિહાસકારો પણ તપાસમાં મદદ કરશે
ઈતિહાસકારોની પણ આ તપાસમાં મદદ લેવામાં આવી રહી છે. તેઓ એ તપાસ કરશે કે આરોપીઓ પાસે કેમ્પમાં કેવા પ્રકારનું કામ કરાવવામાં આવતું હતું. જોકે હવે આ કોર્ટ પર આધારિત છે કે તેઓ આ કેસ ઓપન કરશે કે નહીં. રાકોનું કહેવું છે કે મહિલા સુનાવણીમાં સામેલ થવા માટે સક્ષમ છે, પરંતુ ઘટના સમયે મહિલા સગીર હોવાથી આ કેસની સુનાવણી જુવેનાઈલ કોર્ટમાં કરવામાં આવશે.
પહેલાં પણ સામે આવ્યા છે આવા કેસ
આ પહેલાં વર્ષ 2011માં નાઝી સ્ટાફ તરીકે કામ કરી ચૂકેલા જોન ડેમ્ઝાનજુક નામની વ્યક્તિને યહૂદીઓને મારવામાં આવતાં મશીન પર કામ કરવા માટે દોષિત ઠેરવવામાં આવી હતી. ત્યાર પછીથી જર્મની નાઝી સ્ટાફ તરીકે કામ કરતા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ પહેલાં 94 વર્ષ અને 93 વર્ષના બે લોકોને પણ નાઝીઓને મારવાના આરોપી ગણાવવામાં આવ્યા છે.
આ મહિલા પર પણ એવો જ આરોપ લગાવવામાં આવ્યો છે કે યહૂદી કેદીઓની હત્યામાં જે લોકો જવાબદાર હતા મહિલા તેમને મદદ કરતી હતી. આવું પહેલીવાર નથી થયું કે જ્યારે યહૂદીઓના નરસંહાર માટે કોઈ મહિલાને આરોપી બનાવવામાં આવી હોય, પરંતુ પૂર્વ સેક્રેટરી પર આરોપ લગાવવામાં આવ્યો હોય એ વાત નવી છે.
એવું સમજવામાં આવે છે કે સ્ટટહૉફ કન્સ્ટ્રક્શન કેમ્પ (હવે પોલેન્ડમાં હાજર જગ્યા)માં 65 હજાર લોકોને મારવામાં આવ્યા હતા. તેમાં 28 હજાર યહૂદી હતા. હજારો લોકોને કેમ્પમાં ગેસ ચેમ્બરમાં બંધ કરીને મારવામાં આવ્યા હતા, જ્યારે ઘણા લોકોને ગોળી મારવામાં આવી હતી અને ઘણાને ઝેરીલું ઈન્જેક્શન આપીને મારી નાખવામાં આવ્યા હતા. ઘણા લોકો ખૂબ ખરાબ સ્થિતિમાં નબળા થઈને કામ કરતાં કરતાં મરી ગયા હતા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.