તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CDCનો દાવો:90% અમેરિકી કોરોના ચેપગ્રસ્ત બની શકે છે, સરવેમાં આ લોકો વાઇરસ પ્રત્યે અતિસંવેદનશીલ જણાયા

વોશિંગ્ટન8 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમેરિકાના ટોચના ચેપીરોગ-નિષ્ણાત ડૉ. એન્થની ફૉસીએ કહ્યું હતું કે એમ કહેવા પૂરતો ડેટા છે કે કોરોનાનો એરોસોલ ટ્રાન્સમિશન થાય છે. - Divya Bhaskar
અમેરિકાના ટોચના ચેપીરોગ-નિષ્ણાત ડૉ. એન્થની ફૉસીએ કહ્યું હતું કે એમ કહેવા પૂરતો ડેટા છે કે કોરોનાનો એરોસોલ ટ્રાન્સમિશન થાય છે.
 • અમેરિકાનાં 22 રાજ્યમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી
 • અમેરિકામાં અત્યારસુધીમાં કોરોનાના આશરે 72 લાખ દર્દી મળ્યા, બે લાખથી વધુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે

કોરોનાના કેસમાં સૌથી આગળ ચાલી રહેલા અમેરિકાની મુશ્કેલીઓનો અંત દેખાઈ રહ્યો નથી. 90%થી વધુ અમેરિકી કોરોના માટે અતિસંવેદનશીલ જણાયા હતા. એનો અર્થ એ છે કે 30 કરોડ અમેરિકી કોરોના ચેપગ્રસ્ત થઈ શકે છે. સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)ના ડિરેક્ટર ડૉ. રોબર્ટ રેડફિલ્ડે આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સીડીસીએ આ મામલે એક સરવે કર્યો હતો.

બીજી બાજુ, દેશના ચેપી રોગોના નિષ્ણાત ડૉ. જીન મરાજુના જણાવ્યા અનુસાર, અમેરિકાનાં 22 રાજ્યમાં ગત સપ્તાહની તુલનાએ હાલ નવા કેસ ઝડપથી વધ્યા છે. રાષ્ટ્રીય સ્તરે અમેરિકામાં દરરોજ લગભગ 43 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં ઓગસ્ટ બાદથી મૃત્યુના કેસમાં ઘટાડો નોંધાયો નથી. મરાજુએ વધુમાં કહ્યું હતું કે જો આવું જ ચાલશે તો વર્ષના અંત સુધી વધુ એક લાખ અમેરિકી મૃત્યુ પામી શકે છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશનરે અનુમાન કર્યું છે કે અમેરિકામાં ચાલુ વર્ષના અંત સુધીમાં કોરોનાથી 3.78 લાખ મૃત્યુ થઈ શકે છે. મરાજુએ ઈન્ફેક્શન ડિઝીઝ સોસાયટી ઓફ અમેરિકાના બ્રિફિંગમાં કહ્યું હતું કે એનાથી કોઈ ફેર પડતો નથી કે રાજકીય વલણ કઈ તરફ છે. આંકડા તો આંકડા છે. તમે એનાથી સારું ન કરી શકો. એ યોગ્ય દિશામાં નથી. સ્કૂલ ખૂલતાં અને ફ્લૂ સીઝનને લીધે ચેપ બદતર સ્થિતિમાં પહોંચી શકે છે. અમેરિકામાં કોરોનાના અત્યારસુધી 71,87,179 દર્દી મળ્યા છે. જોકે 2,07,555નાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

એમ કહેવા પૂરતો ડેટા છે કે ડ્રોપલેટ્સથી કોરોના ફેલાય છે : ફૉસી
અમેરિકાના ટોચના ચેપીરોગ-નિષ્ણાત ડૉ. એન્થની ફૉસીએ કહ્યું હતું કે એમ કહેવા પૂરતો ડેટા છે કે કોરોનાનો એરોસોલ ટ્રાન્સમિશન થાય છે. એરોસોલ એટલે કે ડ્રોપલેટ્સ તાત્કાલિક પડતા નથી, એ થોડીકવાર સુધી હવામાં ટકી રહે છે. સામાન્ય રીતે જો તમારી પાસે કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિથી ડ્રોપલેટ્સ આવે છે તો તે 6 ફૂટ સુધી જાય છે. જો તમે માસ્ક પહેર્યું છે અને 6 ફૂટના અંતરે છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જોકે ખરાબ વેન્ટિલેશનમાં ખતરો વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો