સ્ટાફ સંકટ:બ્રિટનમાં 90 ફ્લાઈટ રદ, 15000 ફસાયા, USની પણ આવી હાલત

લંડન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપથી લઈને અમેરિકા સુધી એરપોર્ટ પર મુસાફરો રઝળ્યા
  • બંને દેશોમાં મહિનામાં ત્રીજી વખત આવી સ્થિતિ સર્જાઈ, બ્રિટનમાં આજે 40 હજાર રેલવેકર્મી પણ હડતાળ પર ​​​​​​​

કોરોના બાદ હવાઈ મુસાફરી ફરી શરૂ થઈ ગઇ પણ સ્ટાફની અછત યુરોપથી લઈને અમેરિકા સુધી મુસાફરો માટે મુશ્કેલી સર્જી રહી છે. બ્રિટનમાં તો સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. સોમવારે મુસાફરોને મેનેજ કરવામાં નિષ્ફળ રહેલા લંડનના હીથ્રો એરપોર્ટના અધિકારીઓએ ઉડ્ડયન કંપનીઓને અચાનક આદેશ આપ્યો કે તે તેમની 10 ટકા ફ્લાઈટ રદ કરે. તેની અસર સીધી 90 ફ્લાઇટ પર થઇ. આવા આદેશને લીધે આશરે 15 હજાર મુસાફરો રઝળી પડ્યા હતા. બીજી બાજુ આજે બ્રિટનમાં ટ્રેન મુસાફરોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. અહીં 40 હજાર રેલવેકર્મી હડતાળ પર ઉતરી ગયા છે કેમ કે સરકાર સાથે રેલવેકર્મીઓના સંગઠનની મંત્રણા નિષ્ફળ રહી છે. સેલરી વધારવા અને નિયમોમાં ફેરફાર કરવાની માગ સાથે હડતાળ કરનારા કર્મીઓમાં સિગ્નલમેનથી લઈને મેન્ટેનન્સ સ્ટાફ પણ સામેલ છે. તેના લીધે 20 ટકા ટ્રેનો રદ થશે. તેની અસર 5 લાખ લોકો પર થશે.

સંકટનું કારણ : કોરોનાકાળમાં 30 હજારની છટણી કરી, હજુ પદ ખાલી
સતત ફ્લાઈટો રદ થવાનું કારણ સ્ટાફની અછત છે. કોરોના પહેલાં બ્રિટનમાં 74 હજાર લોકો ઉડ્ડયન કંપનીઓમાં કામ કરતા હતા. કોરોનાને લીધે 30 હજાર લોકોની છટણી કરાઈ હતી. હવે ઉડ્ડયન સેવા ફરી પાટે ચઢી ગઈ છે પણ સ્ટાફ આવ્યો નથી. સાથે જ એરપોર્ટ અને સહયોગી તરીકે 66,000ના સ્ટાફમાંથી મોટી સંખ્યામાં લોકોને નોકરીથી કાઢી મુકાયા છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ અનુસાર દેશમાં જુદા જુદા સેક્ટરમાં 12,95,000 પદ ખાલી છે.

એરલાઇન્સ ફ્લાઇટોની સંખ્યા ઘટાડશે બજેટ એરલાઇન ઈઝીજેટે જણાવ્યું કે તે સ્ટાફ સંકટને લીધે એરપોર્ટની સ્થિતિને જોતા ફ્લાઈટોની સ્થિતિમાં ફેરફાર કરશે. ચાલુ મહિનાના અંત સુધી તે 4000 ફ્લાઈટો ઘટાડશે. સપ્ટેમ્બરમાં પણ 10 હજાર ફ્લાઈટ ઘટાડશે.

ઉડ્ડયન કંપનીએ ખેદ વ્યક્ત કર્યો
ઈઝીજેટે કહ્યું કે અમે અમારા ગ્રાહકો માટે સુરક્ષિત અને વિશ્વસનીય સંચાલન કરવામાં સક્ષમ નથી. જેનો અમને ખેદ છે.
અમેરિકામાં 14,000 ફ્લાઈટો રદ કરાઈ

અમેરિકામાં ચાલુ અઠવાડિયાના અંતે 1000 ફ્લાઈટ રદ કરાઈ. તેને મિલાવી કુલ 14 હજાર ફ્લાઇટ ચાલુ મહિને રદ થઈ ચૂકી છે. સૌથી વધુ ફ્લાઇટ રદ કરનારા એરપોર્ટમાં ઉત્તર કેરોલિનાનું શાર્લોટ, ડગ્લાસ, ન્યુયોર્ક સિટીનું લગાર્ડિયા, નેવાર્ક લિબર્ટી, વોશિંગ્ટનનું રીગન વોશિંગ્ટન નેશનલ સામેલ છે.

બેલ્જિયમમાં એરપોર્ટ બંધ
બેલ્જિયમનું બ્રસેલ્સ એરપોર્ટ બંધ કરાયું છે. ત્યાં સુરક્ષાકર્મી હડતાળે છે. આ કારણે સોમવારે કોઈ ફ્લાઈટનું સંચાલન ન થયું.


અન્ય સમાચારો પણ છે...