તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 90 Countries Are Succumbing To China's Vaccine, Even After Vaccinating More Than Half Of The Population.

ચીનની રસી પણ તકલાદી:ચીનની રસી લઈને 90 દેશ પસ્તાઈ રહ્યા છે, અડધાથી વધુ વસતીને રસી આપ્યા પછી પણ અનેક દેશોમાં કોરોના સંક્રમણમાં સતત વધારો

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા સપ્તાહે સંક્રમણના વધુ કેસ એવા દેશોમાં મળ્યાં, જ્યાં ચીનની રસી અપાય છે

મોંગોલિયાએ તેના દેશવાસીઓને વચન આપ્યું હતું કે, આ વર્ષે ઉનાળા સુધી આખો દેશ કોરોના મુક્ત થઈ જશે. બેહરીનના લોકોએ પણ તેના નાગરિકોને ઝડપથી બધું સામાન્ય થઈ જવાની વાત કરી હતી. સેશેલ્સ નામનો નાનકડો દેશ પણ અર્થતંત્રને ફરી પાટા પર ચઢાવવાની તૈયારીમાં હતો. જોકે, આવા અનેક દેશો ખોટા પડ્યા. તેનું કારણ એ છે કે, અડધાથી વધુ વસતીને રસી આપ્યા પછી પણ આ તમામ દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

વાત એમ છે કે, આ દેશોએ ચીનની સિનોફાર્મ અને સિનોવૈક રસી પર વિશ્વાસ મૂક્યો હતો, જે ભારે પડ્યો. મોંગોલિયા, સેશેલ્સ અને બેહરીન જેવા અનેક દેશોમાં રસી લગાવવાની ઝડપ અમેરિકા કરતા પણ વધુ હતી. આદેશોએ તેમની 50થી 68% વસતીને રસી આપી દીધી છે. આમ છતાં, ગયા અઠવાડિયે સંક્રમણ વધવાના કેસમાં આવા અનેક દેશ ટોપ-10માં છે. વિશ્વના 90 દેશે ચીનની રસી ખરીદી છે અને હવે તેઓ પસ્તાઈ રહ્યા છે.

નિષ્ણાતોના મતે, આ દેશોમાં કોરોનાના નવા કેસ શંકા પેદા કરે છે કે, ચીનની રસી નવા વેરિયેન્ટને રોકવામાં બિલકુલ અસરકારક નથી. હવે આ દેશો પર ફરી એકવાર લૉકડાઉન, ટેસ્ટિંગ અને અર્થતંત્ર ખોરંભાઈ જવાનો ખતરો છે. સૌથી મોટી ચિંતા એ છે કે, હવે આ દેશોના નાગરિકો ફરી રસી લેવા પણ રાજી નથી. બીજી તરફ, ચીનનું કહેવું છે કે, હર્ડ ઈમ્યુનિટી માટે 85% વસતીને રસી આપવી પડે. અગાઉ ચીને આ આંકડો 70% આપ્યો હતો.

સેશેલ્સમાં 10 લાખે 716 નવા કેસ, મોંગોલિયામાં ચાર ગણો વધારો
સેશેલ્સમાં 68% વસતીને ચીનની રસી અપાઈ છે, જ્યાં હવે 10 લાખે 716 નવા કેસ મળી રહ્યા છે. 52% વસતીને રસી આપી ચૂકેલા મોંગોલિયામાં પણ દૈનિક કેસ ચાર ગણા વધ્યા છે. યુએઈ, બેહરીનમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. જ્યારે અમેરિકામાં 45% વસતીને રસી આપ્યા પછી કોરોનાના કેસ 94% ઘટી ગયા છે. એવી જ રીતે, ઈઝરાયલે 57%ને રસી આપ્યા પછી 10 લાખે ફક્ત ચાર કેસ નોંધાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...