તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઈલન્ટ વોરિયર:રમઝાનના ઉપવાસમાં મલેશિયાની 9 વર્ષની છોકરી મેડિકલ સ્ટાફ માટે રોજ ઘરે PPE ગાઉન સીવે છે

કુઆલા લમ્પુર10 મહિનો પહેલા
 • નુર પોતાની માતાને જોઈને 5 વર્ષની ઉંમરમાં સિલાઈકામ શીખી ગઈ હતી
 • તેણે PPE કીટના અછતના સમાચાર સાંભળતા મદદ કરવાનું શરુ કર્યું
 • નુરે અત્યાર સુધી 130 ગાઉન સીવ્યાં છે
 • એક દિવસમાં 4 PPE ગાઉન સીવે છે

મલેશિયામાં 9 વર્ષની છોકરી કોરોના કાળ દરમિયાન સાઈલન્ટ વોરિયર તરીકે કામ કરી રહી છે. નુર આફિયા રોજ ઘરે મેડિકલ સ્ટાફ માટે PPE એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મન્ટ સીવે છે. નુરને કોરોના વાઇરસની વધારે ખબર નથી પણ એટલી ખબર છે કે તે PPE ગાઉન સીવીને દેશની મદદ ચોક્કસ કરી શકે છે.

નુર મલેશિયામાં કુઆલા પીલા ગામમાં રહે છે. પોતાના કામ વિશે તેણે મીડિયાને કહ્યું કે, મને ઘણું દુઃખ થયું જયારે ખબર પડી કે ઘણા મેડિકલ સ્ટાફ સાથે PPE કીટ નથી. તેઓ તે પહેર્યા વગર જ જીવ જોખમમાં નાખીને કામ કરી રહ્યા છે. મારી માતા પણ સિલાઈકામ કરે છે આથી મેં તેમની મદદ કરવાનું વિચાર્યું. 

અત્યાર સુધી 130 ગાઉન સીવ્યાં
નુર માત્ર 5 વર્ષની ઉંમરમાં સિલાઈકામ શીખી ગઈ હતી. તે એક દિવસમાં 4 PPE ગાઉન સીવે છે. લોકડાઉન દરમિયાન સીવવાની સાથે તે રમવાનો સમય અને ઓનલાઈન ક્લાસનો સમય પણ સંભાળી લે છે. નુરે અત્યાર સુધી 130 ગાઉન બનાવીને નજીકની બે હોસ્પિટલને ડોનેટ કર્યા છે. હજુ તે બીજા 60 ગાઉન બનાવવાની ગણતરી કરે છે. 

ઉપવાસમાં પણ પોતાનું કામ ચાલુ રાખે છે
આ મહિનો નુર માટે થોડો વધારે પરીક્ષાભર્યો છે, કારણ કે રમઝાન મહિનો ચાલતો હોવાથી તે ઉપવાસ પણ કરે છે. ઉપવાસની અસર તેણે પોતાના કામ પર પડવા દીધી નથી. નુરની માતા હસ્નાહ હુદ દરજી છે. તેઓ ઘરે કપડાં સીવવાનો ધંધો કરે છે. નુરે નાનકડી ઉંમરમાં કપડાંની સિલાઈકામ શીખીને જાતે જ રૂપિયા કમાવવાનું પણ ચાલુ કરી દીધું. નુરની આ નાનકડી મદદ અત્યારના સમયમાં દેશને સૌથી મૂલ્યવાન ભેટ સમાન છે. 

ઉલ્લેખનીય છે કે, મલેશિયામાં અત્યાર સુધી 6600 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને 100 લોકોના મોત થયા છે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો