તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 9 Out Of 10 Female Doctors In Britain Face Discrimination, Male Colleagues In Training Asked To Massage ...

ભાસ્કર વિશેષ:બ્રિટનમાં 10માંથી 9 મહિલા ડૉક્ટરોએ ભેદભાવનો સામનો કરવો પડ્યો, ટ્રેનિંગમાં પુરુષ સહયોગીઓને મસાજ કરવા કહેવાયું...

લંડન21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના સરવેમાં ખુલાસો, 31% મહિલા ડૉક્ટરોની છેડતી

વર્કપ્લેસ પર મહિલાઓ સાથે ભેદભાવ નવી વાત નથી પણ મેડિકલ ક્ષેત્ર જેવા સન્માનજનક વ્યવસાયમાં પણ આવું થવું ચિંતા વધારે છે. બ્રિટનમાં તેને લઈને સ્થિતિ ભયાવહ છે. ત્યાં દર 10માંથી 9 મહિલા ડૉક્ટરોએ ભેદભાવનો સામનો કરવો પડે છે. તેમાં છેડતી, કામની તક ન મળવી અને પુરુષ સહયોગીના ખભાની માલિશ કરવા જેવી પ્રતાડના સહન કરવું સામેલ છે. આ ખુલાસો મેડિકલ એસોસિયેશનના સરવેમાં થયો છે.

સરવેમાં સામેલ 91% મહિલા ડૉક્ટરોએ કહ્યું કે તેમને કામ દરમિયાન ભેદભાવનો સામનો કરવો પડ્યો. જ્યારે 70%નું કહેવું હતું કે તેમની પ્રોફેશનને લગતી ક્ષમતા પર શંકા કરવામાં આવી હતી. સરવેમાં 2400થી વધુ ડૉક્ટરોને સામેલ કરાયા હતા. સરવે અનુસાર નેશનલ હેલ્થ સર્વિસ(એનએચએસ)ની અડધીથી વધુ મહિલા ડૉક્ટરો સાથે ગેરવર્તણૂક કે મારપીટ થઇ હતી.

સરવેમાં સામેલ 84% ડૉક્ટરોએ સ્વીકાર્યું કે મેડિકલ વ્યવસાયમાં લૈંગિક ભેદભાવ મોટો મુદ્દો છે. જ્યારે 75% માને છે કે ભેદભાવ કારકિર્દીની પ્રગતિમાં મોટો અવરોધ છે. મહિલા હોવાને લીધે તેમને તક પણ ઓછી અપાય છે. 31% ડૉક્ટરોએ કહ્યું કે તેમને વર્કપ્લેસ પર છેડતીનો સામનો કરવો પડ્યો. જોકે 56%એ મૌખિક ગેરવર્તણૂકનો સામનો કર્યો, ધમકીઓ પણ ખરી.

એક જુનિયર ડૉક્ટરે કહ્યું કે સર્જિકલ ટીમમાં ટ્રેનિંગ દરમિયાન તેને પુરુષ સહયોગીઓના ખભાની માલિશ કરવા કહેવાયું હતું. એક અન્ય ડૉક્ટરને ઈન્ટરવ્યૂમાં સવાલ કરાયો કે શું તે પરિવાર વધારવાની યોજના બનાવી રહી છે? તેને પૂછવામાં આવ્યું કે તમારી પાસે આવનારા દર્દી યોગ્ય પુરુષ ડૉક્ટરોને બતાવવા માગે છે. એક ડૉક્ટરે કહ્યું કે મને કહ્યું કે હું એટલી સુંદર નથી દેખાતી કે બેઠકોમાં લોકોનું ધ્યાન ખેંચી શકું. કુલ મિલાવીને તે મને મૂર્ખ સાબિત કરવા માગતા હતા.

જુનિયર ડૉક્ટર ચેલ્સી જ્વિટ કહે છે કે પુરુષ સહયોગીને લીધે તેની અવગણના થઈ. મારી સાથે એવી રીતે વાત કરવામાં આવી કે મને અપમાનજનક લાગ્યું. હું રાત્રિની શિફ્ટ બાદ એટલી થાકી ગઈ હતી કે કોઈ પ્રતિક્રિયા ન આપી શકી. બે અઠવાડિયાં પછી ફરી પુરુષ સહયોગીનો પક્ષ લેવા માટે મારી અવગણના કરાઈ. આ એક વારની વાત નથી, એવું અનેકવાર થાય છે.

મહિલા ડૉક્ટરોનો પગાર પુરુષ સમકક્ષોની તુલનાએ 35 લાખ રૂપિયા ઓછો
મહિલા ડૉક્ટરો સાથે ભેદભાવ ફક્ત વાતો અને વર્તન સુધી મર્યાદિત નથી. બ્રિટનમાં મહિલા ડૉક્ટરોનો પગાર પણ પુરુષ સમકક્ષોની તુલનાએ 30% ઓછો છે. ન્યૂ મેડસ્કેપની 2020ના સ્ટડી અનુસાર મહિલા ડૉક્ટરોને પુરુષોની તુલનાએ 35 લાખ રૂપિયા ઓછા મળે છે. એસોસિયેશનના પ્રતિનિધિ એકમના કાર્યવાહક પ્રમુખ ડૉ. લતીફા પટેલ કહે છે કે આ ભયાવહ છે કે 2021માં આપણે એવી અસમાનતાઓ અંગે વાત કરી રહ્યા છીએ. એસોસિયેશને કહ્યું કે આ આંકડા ડરાવનારા અને રિપોર્ટ ચોંકાવનારો છે. જલદી જ તે આ મુદ્દાઓના સમાધાન માટે તંત્ર બનાવશે.

અન્ય સમાચારો પણ છે...