તાલિબાની રાજમાં પણ વિસ્ફોટ:અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર શાળાની સામે વિસ્ફોટ થયો, 9 બાળકોના મોત, ચાર ઈજાગ્રસ્ત

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં સોમવારે બપોરે થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં 9 બાળકોના મોત થયા છે, જ્યારે ચારને બાળકોને ગંભીર ઈજા પહોંચી છે. આ વિસ્ફોટ પાકિસ્તાન અને અફઘાનિસ્તા બોર્ડર પર થયો છે. આ વિસ્ફોટ અંગે તાલિબાન સરકારે પુષ્ટી કરી છે.

તાલિબાનના ગવર્નર ઓફિસ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાંગરહારના લાલોપુરમાં એક શાળાની સામે ભોજન સામગ્રી લઈને જઈ રહેલી એક ગાડીમાં આ વિસ્ફોટ થયો હતો. કેટલાક અહેવાલ પ્રમાણે આ ગાડીમાં એક મોર્ટાર છૂપાવવામાં આવ્યો હતો અને લાલોપુર જિલ્લાની ચોકી પર જેવી આ ગાડી પહોંચી તે સાથે જ આ વિસ્ફોટ થયો હતો.

અહીં ISISનો કબ્જો
મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે નાંગરહાર પ્રાંતના લાલોપુર વિસ્તારમાં આ વિસ્ફોટ એવા ભાગમાં થયો કે જ્યાં પાકિસ્તાનની ચેક પોસ્ટ્સ અને કાંટાળા તાર છે. ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ એક્ટિવ છે અને તેમની તાલિબાન સાથે અવાર-નવાર ઝપાઝપી થતી રહે છે. ISના આતંકવાદી તાલિબાનના ચેક પોસ્ટ્સ પર પણ હુમલો કરતા રહ્યા છે. આ સંગઠન વર્ષ 2014થી આ વિસ્તારમાં આતંકવાદી ઘટનાને અંજામ આપતા રહ્યા છે. આ પૈકી મોટાભાગે શિયા માઈનોરિઝની સામે છે.

કેવી રીતે થયો વિસ્ફોટ
વિસ્ફોટ અંગે અલગ-અલગ મીડિયા અહેવાલ આવી રહ્યા છે. કેટલાક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એક કોથળામાં ભોજન સામગ્રી ટ્રાન્સપોર્ટ કરવામાં આવતો હતો. તે સમયે તે જમીનમાં છૂપાયેલા મોર્ટાર પર વજન પડ્યો અને તે ફાટી ગયો. અન્ય કેટલાક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સ્થળની સામે શાળા અને અન્ય બાજુએ પાકિસ્તાન બોર્ડર છે અને એક ગાડીમાં બોમ્બ છૂપાવી રાખવામાં આવ્યો હતો. ​​​​​​​ગયા મહિને પણ નાંગરહાર પ્રાંતના એક વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો અને તેમા 4 મહિના સહિત 7 લોકો માર્યા ગયા હતા.