3 આફ્રિકન દેશો મલાવી, મોઝામ્બિક અને મેડાગાસ્કરમાં આવેલાં ફ્રેડી તોફાનના કારણે 400થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. લગભગ 700 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વરસાદ, પૂર અને મડસ્લાઈડના કારણે લગભગ 88 હજાર લોકો બેઘર થઈ ગયા છે. મલાવીના રાષ્ટ્રપતિ લાજરસ ચકવેરાએ ગુરુવારે પૂર પીડિતોને મળવા માટે ક્વીન એલિઝાબેથ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે દેશમાં 14 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
તોફાન પ્રભાવિત વિસ્તારોમાં લોકોને જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મિનિસ્ટ્રી ઓફ ક્લાઈમેટ ચેન્જ અનુસાર મલાવીમાં ફ્રેડી તોફાન સૌથી પહેલાં ફેબ્રુઆરીમાં આવ્યો હતો. તે હવે શાંત થઈ ગયો છે, પરંતુ હજુ થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ મોઝામ્બિકમાં ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓ સંપૂર્ણપણે સંપર્કવિહોણા બની ગયા છે.
તસવીરોમાં જુઓ મલાવી સહિત 3 દેશોમાં તોફાનની અસર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.