• Gujarati News
  • International
  • 8.36 Lakh Cases Came Yesterday, Killing More Than 13 Thousand People; England Put Nepal, Maldives And Turkey On The Red List

કોરોના દુનિયામાં:ગઇકાલે 8.36 લાખ કેસ આવ્યા, 13 હજારથી વધુ લોકોના મોત; ઇંગ્લેન્ડે નેપાળ, માલદીવ અને તુર્કીને રેડ લિસ્ટમાં મૂક્યું

ન્યૂયોર્ક/લંડનએક વર્ષ પહેલા
  • વિશ્વમાં 15.75 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા

વિશ્વમાં કોરોનાનો કહેર અટકાવાનું નામ લઈ રહ્યો નથી. ગઇકાલે દુનિયામાં 8.36 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ દરમિયાન 13 હજારથી વધુ લોકોના મોત નોંધાયા છે. ભારતમાં હજી પણ દરરોજ સૌથી વધુ કેસ મળી રહ્યા છે. ગઈ કાલે અહીં 4.01 લાખ કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે, બ્રાઝિલમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા દોઢ કરોડને પાર થઈ ગઈ છે.

બીજી તરફ, ઇંગ્લેન્ડે વિદેશ યાત્રા પર લગાવેલા પ્રતિબંધોમાં છૂટછાટો આપવાની શરૂ કરી દીધી છે. પોર્ટુગલ અને ઇઝરાયલ સહિત 12 દેશોને અહીંની ગ્રીન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે, નેપાળ, માલદીવ અને તુર્કીને રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. એટલે કે, લોકોને આ દેશોની મુસાફરી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ જ રીતે ગ્રીન લિસ્ટવાળા દેશોમાં જવા માટે કોઈ પરવાનગીની જરૂર રહેશે નહીં, અને ત્યાથી પરત આવવા પર ક્વોરન્ટાઈન પણ રહેવું પડશે નહીં. આ નિયમો 17 મેથી અમલમાં આવશે.

WHOએ ચીનની સાઈનોફાર્મ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી

વિશ્વ આરોગ્ય સંગઠને ચીનની સાઈનોફાર્મ કોવિડ -19 વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠને શુક્રવારે મોડી રાત્રે આ અંગે માહિતી આપી હતી. ચીન માટે આ રાહતની વાત છે. કારણ કે એક દિવસ પહેલા ફિલિપાઇન્સે ચીનને આ વેક્સિનના એક હજાર ડોઝ પાછા લેવાનું કહ્યું હતું. ચીને આ અનઅપ્રૂવ્ડ વેક્સિન ઘણા દેશોને ડોનેશન તરીકે આપી હતી. તેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. જો કે, મોટાભાગના દેશોમાં લોકો આ વેક્સિન લેવા માટે અચકાતા હોય છે. ચીને પોતાને ત્યાં હજી સુધી માત્ર બે વેક્સિનને જ મંજૂરી આપી છે. બીજા વેક્સિનનું નામ સાઇનોવેક છે.

વેક્સિનેશનમાં સરળતા થશે: WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડેનહોમ ગ્રેબ્રેસિયસે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આ વેક્સિન વિશ્વના તમામ દેશોમાં પહોંચે અને આ માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે બધા દેશોની નિયમનકારી સંસ્થાઓ આ વેક્સિનની ગુણવત્તાથી સંતુષ્ટ થશે અને જરૂરિયાત મુજબ આયાત કરી શકશે.

જાપાનમાં ઈમરજન્સી વધી
જાપાનમાં કોરોનાનો કહેર ચાલુ છે. આવી સ્થિતિમાં જાપાન બે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પ્રથમ- દિવસ વધતા દર્દીઓ. બીજી- 11 સપ્તાહ બાદ ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન. પ્રથમ પરિસ્થિતિ સામે લડવા વડાપ્રધાન યોશિહિદે સુગાએ કોરોનો વાયરસ ટાસ્ક ફોર્સની બેઠકમાં ટોક્યો સહિત અનેક જગ્યાએ ઇમરજન્સી 31 મે સુધી લંબાવાની જાહેરાત કરી હતી.

અમેરિકા 4 જુલાઇ સુધીમાં વિશ્વના દેશોને 10% વેક્સિન આપશે
ભારત અને બ્રાઝિલ સહિત વિશ્વના ઘણા દેશોને અમેરિકા દ્વારા એસ્ટ્રાઝેનેકાની 10% વેક્સિન 4 જુલાઈ સુધીમાં પહોંચાડવામાં આવશે. આ માહિતી યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે જાહેર કરી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે અમે નિર્ણય લીધો નથી કે અમે કયા દેશોમાં વેક્સિન મોકલીશું. જો કે ભારત અને બ્રાઝિલના નામ અમારા લિસ્ટમાં છે.

અત્યાર સુધીમાં 15.75 કરોડના કેસ
અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોનાથી 15.75 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 32.84 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 13.50 કરોડ લોકોએ સાજા થઈ ચૂક્યા છે. હાલમાં 1.91 કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 1.91 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણો છે અને 1.08 લાખ લોકોની સ્થિતિ ગંભીર છે.

ટોપ-10 દેશો, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકોને સક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

33,418,826

594,911

26,324,757

ભારત

21,892,676

238,270

17,930,960

બ્રાઝિલ

15,087,360

419,393

13,640,478

ફ્રાન્સ

5,747,214

106,101

4,817,288

તુર્કી

4,998,089

42,465

4,662,328

રશિયા

4,863,514

112,622

4,480,360

બ્રિટન

4,431,043

127,598

4,242,192

ઈટાલી

4,092,747

122,470

3,572,713

સ્પેન

3,567,408

78,792

3,248,010

જર્મની

3,504,012

85,056

3,147,100

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)