તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • 7.89 Lakh Cases Increased In The Last 24 Hours, 12,551 People Lost Their Lives; Portugal Extended Travel Bans To Several Countries, Including India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:છેલ્લા 24 કલાકમાં 7.89 લાખ કેસ વધ્યા, 12,551 લોકોએ જીવ ગુમાવ્યો; પોર્ટુગલે ભારત સહિત અનેક દેશોની મુસાફરી પરના પ્રતિબંધો લંબાવ્યા

13 દિવસ પહેલા
  • દુનિયામાં સૌથી વધુ સંક્રમિતો ભારતમાં મળી રહ્યા

વિશ્વભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગઇકાલે વિશ્વના 7 લાખ 89 હજાર 168 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ દરમિયાન 12,551 લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સૌથી વધુ સંક્રમિતો ભારતમાં મળ્યા. અહીં 3.92 લાખ દર્દીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતાં. ત્યારબાદ બ્રાઝિલમાં 60,013 લોકો અને અમેરિકામાં 42,034 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ.

આ તરફ પોર્ટુગલ સરકારે કોરોના પ્રભાવિત દેશોની મુસાફરી પર પ્રતિબંધ 16 મે સુધી લંબાવી દીધો છે. સરકારના જણાવ્યા મુજબ, એવા દેશોમાં કે જ્યાં કોરોનાનો દર એક લાખમાં 500 કે તેથી વધુ છે, ત્યાં જનારા કે ત્યાંથી આવતા મુસાફરો પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.

જે દેશો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમાં સાયપ્રસ, ક્રોએશિયા, બ્રાઝિલ, ભારત, ફ્રાન્સ, લિથુઆનિયા, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા જેવા દેશો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહીંથી આવતા મુસાફરો માટે 14 દિવસથી ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવું પડશે.

અત્યાર સુધીમાં 15.27 કરોડ કેસ
વિશ્વમાં કોરોનાના સંક્રમણની ઝપેટમાં આવનાર લોકોની સંખ્યા 15 કરોડને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં, 15.27 કરોડથી વધુ લોકોને કોરોના વાયરસથી સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 32.05 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યો છે જ્યારે 13.07 કરોડ લોકો સાજા થયા છે. હાલમાં, 1.95 કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 1.94 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણો છે અને 1.11 લાખ લોકોની હાલત ગંભીર છે.

ટોપ-10 દેશો, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

33,146,008

590,704

25,777,927

ભારત

19,549,656

215,523

15,981,772

બ્રાઝિલ

14,725,975

406,565

13,242,665

ફ્રાન્સ

5,642,359

104,706

4,590,376

તુર્કી

4,849,408

40,504

4,405,199

રશિયા

4,814,558

110,520

4,436,583

બ્રિટન

4,418,530

127,524

4,218,172

ઈટાલી

4,035,617

121,033

3,484,042

સ્પેન

3,524,077

78,216

3,206,273

જર્મની

3,412,373

83,702

3,012,100

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબ છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો