તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 7.51 Lakh New Cases, 13,843 Deaths In Last 24 Hours; Also The Highest Number Of Patients And Deaths In India

કોરોના દુનિયામાં:છેલ્લાં 24 કલાકમાં 7.51 લાખ નવા કેસ, 13,843 લોકોનાં મોત; ભારતમાં સૌથી વધુ દર્દી અને મૃત્યુ પણ

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયામાં ભારતમાં હજુ પણ સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા
  • WHOએ કહ્યું- ભારતમાં સંક્રમણ ઝડપથી ફેલાવા પાછળના મુખ્ય કારણોમાં ચૂંટણીઓ અને કુંભ

વિશ્વમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઇ કાલે દુનિયામાં 7 લાખ 51 હજાર 488 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા અને 13,843 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ભારતમાં હજુ પણ સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 3.62 લાખ નવા કેસ નોંધાયા હતા અને 4,126 લોકોનાં મોત થયાં હતાં. ભારત બાદ બ્રાઝિલમાં 76,638 નવા કેસ અને 2,545 લોકોનાં મોત થયાં હતા.

WHOએ ભારતમાં બીજી લહેરનું કારણ ટાંક્યું
ગયા મહિને યોજાનારી ચૂંટણીઓ અને કુંભ એ દેશમાં કોરોના સંક્રમણના ઝડપથી ફેલાવાના મુખ્ય કારણો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના રિપોર્ટ દ્વારા પણ આ વાત સાબિત થઈ છે. કોરોના વિશે WHO દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા એક અપડેટમાં કહેવામા આવ્યું છે કે ભારતમાં કોરોના સંક્રમણના વધારા પાછળના ઘણા સંભવિત કારણો છે.

જો કે, WHOએ કોઈ પણ કાર્યક્રમનું નામ આપ્યું નથી, પરંતુ કહ્યું કે ઘણાં ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવી ટે સંક્રમણ વધવાનું એક કારણ પણ છે. આ કાર્યક્રમોમાં બેદરકારી દાખવવામાં આવી છે. WHOએ એમ પણ કહ્યું છે કે સંક્રમણ વધવામાં આ કારણો કેતલ્લી ભૂમિકા રહી, તે અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી.

ગયા અઠવાડિયે વિશ્વભરમાં જેટલા કેસ આવ્યા એમાંથી 50% કેસ ભારતના હતા
દુનિયાભરમાં કોરોનાની સ્થિતિ વિશે વિશ્વ આરોગ્ય સંગઠન કહે છે કે ગયા અઠવાડિયામાં નવા કેસો અને મૃત્યુમાં થોડો ઘટાડો થયો છે. આ દરમિયાન 55 લાખ નવા કેસ આવ્યા અને 90,000 લોકોએ જીવ ગુમાવ્યો. કુલ કેસોમાંથી 50% કેસ અને 30% મૃત્યુ ભારતમાં જ થયાં છે. ગયા અઠવાડિયે દક્ષિણ-પૂર્વ એશિયામાં કુલ કેસના 95% કેસ ભારતના હતા અને કુલ મૃત્યુમાંથી 93% ભારતમાં જ થયા હતા.

કોવિડ-19 મહામારીને અટકાવી શકાય તેમ હતી: પેનલ
ઈંડિપેંડેંટ એક્સપર્ટ્સની પેનલે દાવો કર્યો છે કે કોરોના વાયરસ અથવા કોવિડ-19 મહામારીને અટકાવી શકાય તેમાં હતું, તેમાં પર કાબૂ મેળવી શકાયો હોત, પરંતુ દુનિયાભરના દેશોની સરકારો દ્વારા બેદરકારી દાખવવામાં આવી અને આ જ કારણે લાખો લોકોએ જીવ ગુમાવવા પડ્યા.

આ રિપોર્ટ ઈંડિપેંડેંટ પેનલ ફોર પેન્ડેમિક પ્રિપેયર્ડનેસ એન્ડ રિસ્પોન્સ (IPPPR) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર, મહામારી નિષ્ફળતાઓ અને બેદરકારીનું 'ઝેરી કોકટેલ એટલે કે ઝેરનું મિશ્રણ' છે.

અત્યાર સુધીમાં 16.10 કરોડ કેસ
અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોનાના 16.10 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી 33.44 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 13.98 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. હાલમાં, 1.88 કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે. આમાંના 1.87 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણો છે અને 1.05 લાખ લોકોની સ્થિતિ ગંભીર છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું​​​​​​​

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

33,586,136

597,785

26,620,229

ભારત

23,702,832

258,351

19,728,436

બ્રાઝિલ

15,361,686

428,256

13,924,217

ફ્રાન્સ

5,821,668

107,119

4,960,097

તુર્કી

5,072,462

43,821

4,801,291

રશિયા

4,905,059

114,331

4,518,529

બ્રિટન

4,441,975

127,640

4,256,103

ઈટાલી

4,131,078

123,544

3,655,112

સ્પેન

3,592,751

79,208

3,291,156

જર્મની

3,558,148

86,009

3,220,300

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

અન્ય સમાચારો પણ છે...