• Gujarati News
  • National
  • 73.2% Of Corona Cases In US Are Infected With Omicron, Staff Close To President Biden Also Tested Positive For Corona, The First Death From Omicron In US

કોરોના દેશમાં LIVE:કેન્દ્રએ રાજ્યોને કહ્યું- ઓમિક્રોનને રોકવા માટે વોરરૂમ એક્ટિવ કરો, જરૂરી લાગે તો નાઈટ ક્ફર્યૂ લગાવો

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • ભારતમાં 24 કલાકમાં 5326 નવા કેસ નોંધાયા અને 453 લોકોના મોત થયા
  • દેશમાં ઓમિક્રોનના કુલ કેસનો આંક 200ને પાર
  • 581 દિવસ પછી દેશમાં આટલા ઓછા કેસ નોંધાયા છે

ઓમિક્રોનના વધતા કેસને જોતા કેન્દ્ર સરકારે રાજ્યને ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું કે ઓમિક્રોન કોરોનાના જૂનાં વેરિયન્ટ ડેલ્ટાની તુલનાએ 3 ગણી ઝડપથી ફેલાય રહ્યો છે. આ કારણે કન્ટેનમેન્ટ ઝોન જેવા ઉપાય અપનાવવાનું શરૂ કરી દે.

મંગળવારે સાંજે રાજ્યોને લખેલા લેટરમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનનો સામનો કરવા માટે વોરરૂમ એક્ટિવ કરી દેવા જોઈએ. ઓમિક્રોન અને ડેલ્ટા બંને વેરિયન્ટ હજુ દેશમાં છે. તેથી લોકલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર વધુ ફોક્સ રાખી તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.

નાફટ ક્ફર્યૂ અને કડક નિયમ લાગુ કરવાની કરી ભલામણ
આ લેટર હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણ તરફથી મોકલવામાં આવ્યો છે. જેમાં ડેટા એનાલિસિસ પર જોર આપવામાં આવ્યું છે અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પોતાની સરહદમાં આવતા પહેલાં સંક્રમણને રોકવાના ઉપાય કરવાનું કહ્યું છે. લેટરમાં કેટલાંક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. જેમાં જરૂરિયાત હોય તો નાઈટ કર્ફ્યૂ, ભીડ એકઠી ન થાય તેનું ધ્યાન રાખવું, ઓફિસ અને પબ્લિક ટ્રાંસપોર્ટ સાથે જોડાયેલાં પ્રતિબંધોનો ઉલ્લેખ છે. હોસ્પિટલમાં બેડ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન ઈક્વિપમેન્ટ અને દવાઓ માટે ઈમરજન્સી ફંડનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

રાજ્યોને કહ્યું- 100% વેક્સિનનો ટાર્ગેટ ઝડપથી પૂરો કરો
ટેસ્ટ અને સર્વિલાંસ માટે કેન્દ્રએ ડોર-ટૂ-ડોર કેસ સર્ચ, સંક્રમિતોના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ઓમિક્રોનની ઓળખ માટે વધુ સેમ્પલ ટેસ્ટ કરવાની વાત કરી છે. રાજ્યોને 100% વેક્સિનેશનનો લક્ષ્યાંક ઝડપથી પૂરો કરવાનું કહેવામાં આવ્યું છે.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 202 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર સામેલ છે. બંને રાજ્યોમાં 54-54 કેસ છે. ઓરિસ્સામાં મંગળવારે 2 નવા સંક્રમિત મળ્યા છે.

ઓમિક્રોનને કારણે કર્ણાટકમાં ન્યૂયર પાર્ટી પર રોક
દેશમાં ઓમિક્રોનના વધતા કેસને જોતા કર્ણાટક સરકારે કડક નિયમ લાગુ કર્યા છે. રાજ્યમાં 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ન્યૂયર પાર્ટી પર રોક લગાવી દીધી છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે અહીં કોઈ હોટલ, પબ અને રેસ્ટોરાંમાં કે કોઈ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ખાનગી પાર્ટીમાં સેલિબ્રેશન માટે લોકો એકટાં નહીં થઈ શકે.

રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના વધતા કેસને કારણે અને અમારી ટેક્નિકલ એડવાઈઝરી કમિટીના એક્સપર્ટ્સની સલાહને આધારે અમે નક્કી કર્યું કે નવા વર્ષની ઉજવણી માટે તમામ આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હોટલ, પબ અને રેસ્ટોરાંમાં ડીજે બોલાવીને ડાન્સ કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. તેઓએ કહ્યું કે તમામ રેસ્ટોરાં, હોટલ અને પબમાં 50% સંખ્યાની સાથે ઓપરેટ થઈ શકશે અને વેક્સિનના બંને ડોઝ જેઓએ લીધા હશે તે કર્મચારીઓને જ કામ કરવાની મંજૂરી મળશે.

સંસદ પહોંચ્યું કોરોનાનું સંક્રમણ, BSP સાંસદ દાનિશ અલી પોઝિટિવ
દેશમાં ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમણ સંસદમાં પહોંચી ગયું છે. BSP સાંસદ કુંવર દાનિશ અલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

તેમણે કહ્યું હતું કે વેક્સિનના બન્ને ડોઝ લીધા પછી પણ તેમને કોરોના સંક્રમણ થઈ ગયું છે. તેમણે પોતાના સંપર્કમાં આવનાર દરેક લોકોને ટેસ્ટ કરાવવાની અને આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. ચિંતાની વાત એ છે કે ગઈકાલ સુધી તેઓ સંસદની કાર્યવાહીમાં હાજર હતા. તેમના સંપર્કમાં આવેલા સાંસદોને પણ સંક્રમણનો ભય સતાવી રહ્યો છે.

દેશમાં ઓમિક્રોનના કુલ કેસનો આંક 200ને પાર
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 202 કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ બંને રાજ્યોમાં ઓમિક્રોનના 54-54 કેસ નોંધાયા છે. આજે ઓડિશામાં 2 નવા સંક્રમિત મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 5,356 કોરોના કેસ જોવા મળ્યા છે. જ્યારે, ઓમિક્રોનના 77 દર્દીઓ સાજા થયા છે.

ઓમિક્રોન સંક્રમણ સમગ્ર દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, એ પણ રાહતની વાત છે કે એનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 54 કેસ નોંધાયા છે, જેમાંથી 31 દર્દી સાજા થયા છે, જ્યારે દિલ્હીમાં અત્યારસુધીમાં 28 દર્દી મળ્યા છે, જેમાંથી 12ને રજા આપવામાં આવી છે.

કોરોના અપડેટ્સ

  • દેશમાં 24 કલાકમાં કોરોનાના 5356 નવા કેસ નોંધાયા છે અને 453 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ 79 હજાર 97 છે.
  • મહારાષ્ટ્રના થાણેમાં 77 કેસ નોંધાયા છે અને એકપણ વ્યક્તિનું મોત થયું નથી.

મહારાષ્ટ્ર માટે સારા સમાચાર; ઓમિક્રોનના 54 દર્દીમાંથી 31 સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા
મહારાષ્ટ્ર માટે સારા સમાચાર છે. અહીં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત 54 લોકોમાંથી 31 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાહત આપતી વાત એ પણ છે કે ઓમિક્રોનનો નવો એકપણ દર્દી મળ્યો નથી. મુંબઈ ઓમિક્રોનથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં 22 કેસ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરથી રાજ્યના એરપોર્ટ પર 1 લાખ 36 હજાર 400 મુસાફરો વિદેશથી આવ્યા છે, જેમાંથી 20,105 જોખમ ધરાવતા દેશોથી આવ્યા છે.

દેશમાં ઓમિક્રોનના કુલ કેસ

રાજ્ય

ઓમિક્રોનના કુલ કેસ

મહારાષ્ટ્ર

54

દિલ્હી

54

તેલંગાણા

20

કર્ણાટક

19

રાજસ્થાન

18

કેરળ

15

ગુજરાત

14

ઉત્તરપ્રદેશ

02

આંધ્ર પ્રદેશ

01

ચંદીગઢ

01

તામિલનાડું

01

પ.બંગાળ

01

કુલ

200

અન્ય સમાચારો પણ છે...