સનાયત લારા અમેરિકાના લોસ એન્જેલમાં વીડિયો પ્રોડ્યુસર છે. યુવાન છે.ઉંમર ફક્ત 28 વર્ષ. તે લોકો સાથે વાતચીત કરવામાં સહજ છે. જ્યારે વાત ફોન કે સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર આવનારા મેસેજનો જવાબ આપવાની થાય છે તો તે અસહજ થઈ જાય છે.
તેને લઈને તેના મિત્રોને ફરિયાદ પણ કરે છે. તેના બાદ તેણે પોતાના આ વર્તન અંગે નિષ્ણાતો સાથે પણ વાત કરી. ત્યારે ખબર પડી કે અસલમાં આ પ્રકારના મેસેજ અને સંવાદ વિશે વિચારીને જ તે વ્યગ્ર થઈ જાય છે.
સનાયત આ પ્રકારની પરેશાની, ઉદ્વેગ અને વ્યગ્રતા મહેસૂસ કરનાર એકલી નથી. ગત વર્ષે એક અભ્યાસ દરમિયાન લગભગ 73 ટકા યુઝરોએ સોશિયલ મીડિયા વિશે નકારાત્મક વિચારો વ્યક્ત કર્યા હતા. અભ્યાસ મુજબ મોટા ભાગના યુવાઓમાં સોશિયલ મીડિયા અને ટેક્સ્ટ મેસેજિંગ પ્રત્યે વ્યગ્રતા વધી રહી છે.
તેનું કારણ છે સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ વગેરેથી આવતી સતત નોટિફિકેશન. તેની અનેકવાર અવગણના પણ કરે છે. નિષ્ણાતોનું માનીએ તો આ પ્રકારની સમસ્યા મિલેનિયલ જનરેશન(એ જે 1980 અને 90ના દાયકામાં જન્મ્યા)માં વધારે જોવા મળી રહી છે.
તે હવે મનોવૈજ્ઞાનિક સમસ્યાનું સ્વરૂપ પણ લેવા લાગી છે. જાણકારો કહે છે કે 2019 બાદ કોરોનાના દોરે સ્થિતિ વધુ બગાડી નાખી છે. આ દરમિયાન ઓનલાઇન પ્રવૃત્તિઓમાં આશરે 61 ટકા વધારો નોંધાયો. તેનાં પરિણામે અમેરિકામાં જ દરેક યુઝર હવે ફોન પર આવતા સરેરાશ 47 મેસેજ રોજ છોડી દે છે. જોકે 1602 ઈમેલ ખોલવા, વાંચવાની જહેમત નથી કરતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.