દક્ષિણ કોરિયામાં લોકો કોરોનાના લાંબા ગાળા અને કામના દબાણની ત્રાસી ગયા છે. અહીં લોકોમાં પૈસા ખર્ચ કરીને શાંતિ શોધવાની પ્રવૃત્તિ વધી રહી છે. આ પ્રવૃત્તિને ‘હિટિંગ મંગ’ નામ આપવામાં આવ્યું છે.
લો ફર્મમાં કામ કરતી હાન-યે-જંગ લાંબી શિફ્ટ બાદ શાંતિની શોધમાં છે. તે કહે છે કે જીવનમાં તણાવ વધી રહ્યો છે.મારા સાથી પણ આવું અનુભવી રહ્યા છે. હું થોડા દિવસ પહેલાં પગપાળા જઈ રહી હતી અને એક શખસ મારી સાથે ટકરાઈ ગયો. પહેલાંની સ્થિતિમાં બંને માફી માગતા અને બંને પોતાના રસ્તો જતા રહેતા, પણ હવે દરેક એટલા ગુસ્સામાં રહે છે કે ઝઘડો શરૂ થઈ જાય છે. આવા દૃશ્યો હવે સામાન્ય થઈ ગયાં છે. કંપનીઓ સંઘર્ષ કરી રહી છે. કપલ તર્ક-વિતર્ક કરી રહ્યા છે. કેમ કે તેમને પૈસાની ચિંતા છે. હરકોઈ નિરાશાના સાગરમાં ડૂબેલા છે. લોકોને નિરાશાના વમળમાંથી બહાર કાઢવા માટે ‘હિટિંગ મંગ’કલ્ચર લોકપ્રિય થઈ રહ્યું છે. લોકો પરિવાર વિના શાંતિવાળી જગ્યા શોધી રહ્યા છે.
આ દરમિયાન પેન અને નોટપેડ ઉપરાંત કશું રાખતા નથી. તેવો હરિયાળીમાં અને સમુદ્ર કે નદી કિનારે આવેલાં કાફેમાં બેસીને પ્રકૃતિને જોયા કરે છે. આવી જગ્યાઓ પર ચુસ્ત મૌનનો નિયમ છે. ઘણા થિયેટરોએ 40 મિનિટની ‘ફ્લાઈટ’ મૂવી બતાવી એવું કહીને ચાર્જ કર્યા કે વાદળોની વચ્ચે થોડો આરામ કરો’ જેજૂ ટાપુ પર એક સ્પર્ધા થઈ જેમાં તેને વિજેતા જાહેર કરાઈ જેના હૃદયની ગતિ સૌથી ધીમી ચાલી રહી હતી. ગંગવોન પ્રાંતમાં હેપ્પીટરી ફાઉન્ડેશને એક જેલ બનાવી છે જ્યાં લોકો કાગળ પેન સાથે 48 કલાક રહી શકે છે. આ સંસ્થાની પ્રવક્તા વૂ-સુંગ-હુન જણાવે છે કે અહીં લોકો પોતાનો સામનો કરવા માટે આવે છે. પોતાની જાતને જરૂરી પ્રશ્નો પૂછે છે અને સાચી ખુશી મેળવે છે. કોઈ પણ પ્રકારની કનડગત વિનાના એકાંતમાં રહેવાનો અનુભવ તેને ભવિષ્ય માટે તૈયાર થવાની શક્તિ પ્રદાન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.