અમેરિકામાં ઓમિક્રોનથી પ્રથમ મોત:USમાં કોરોનાના 73% નવા કેસ ઓમિક્રોન સંક્રમિત, રાષ્ટ્રપતિ બાઇડનનો સ્ટાફ પણ પોઝિટિવ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી પ્રથમ મૃત્યુ થયું છે. અમેરિકાના ટેક્સાસમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ વ્યક્તિએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો ન હતો. મૃતકની ઉંમર 50-60 વર્ષની વચ્ચે હોવાનું જણાવવામાં આવ્યું છે.

અમેરિકામાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા બીજા વેરિયન્ટ કરતાં વધારે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, USમાં કોરોનાના 73.2% કેસ ઓમિક્રોન સંક્રમિતના છે. અહીંના નોર્થ-વેસ્ટ, દક્ષિણ અને મિડવેસ્ટના કેટલાક વિસ્તારોમાં આ આંકડો 90% ઉપર પહોંચી ગયો છે.

બાઇડનના સ્ટાફના સભ્ય પણ કોરોના પોઝિટિવ
જ્યારે વ્હાઇટ હાઉસમાં સંપૂર્ણ વેક્સિનેટેડ અને બૂસ્ટર ડોઝ લઈ લીધેલા સ્ટાફના સભ્ય પણ કોરોના પોઝિટિવ મળ્યા છે. આ વ્યક્તિ ત્રણ દિવસ પહેલાં બાઈડનની આસપાસ લગભગ 30 મિનિટ સુધી રહી હતી. જોકે બાઈડનનો રિપોર્ટ અત્યારસુધી નેગેટિવ આવ્યો છે. ઓમિક્રોનને કારણે USમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. એને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધો વધારવામાં આવી રહ્યા છે. જોકે રાષ્ટ્રપતિ જો બાઈડન હાલમાં લોકડાઉન લાદવાની તૈયારીમાં નથી.

WHOએ કહ્યું- શોક મનાવવા કરતાં ઉજવણી ન કરવી સારી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે કોરોનાને ખતમ કરવાના વર્તમાન પ્રયાસોને બમણા કરવાની અપીલ કરી છે. તેમણે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી રદ કરવાની સલાહ આપવામાં આવી છે. ટેડ્રોસે કહ્યું કે પાછળથી શોક મનાવવા કરતાં અત્યારે ઉજવણી ન કરવી વધુ સારું રહેશે.

પ્રથમ 10 સંક્રમિત ICUમાં
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના પ્રથમ 10 સંક્રમિત ICUમાં છે, જેમાથી 9ને વેક્સિન આપવામાં આવી ન હતી. દક્ષિણ આફ્રિકામાં, ICUમાં દાખલ ઓમિક્રોનના 10માંથી 9 દર્દીને વેક્સિન આપવામાં આવી ન હતી. દક્ષિણ આફ્રિકાના ફિઝિશિયન ડૉ. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે આ લોકોમાં પહેલીવાર ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...