તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 વર્ષ બાદ ફરી હૈતી હચમચ્યું:હૈતીમાં 7.2 તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 304 લોકોનાં મોત અને 1800 ઘાયલ થયા, બચાવકાર્ય માટે તમામ સરકારી સંસાધનોને કામે લગાડાયા

એક મહિનો પહેલા
11 વર્ષ અગાઉ આવેલા તીવ્ર ભૂકંપમાંથી હૈતી દેશ હજુ બેઠો થઈ શક્યો નથી ત્યાં આજે 7.2 તીવ્રતાના પ્રચંડ આંચકા આવ્યા છે
  • વર્ષ 2010માં 7.1 તીવ્રતાના ભૂકંપમાં 3 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા

કેરેબિયન દેશ હૈતીમાં આજે ભૂકંપની ભયાનક આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સીસ્મોલોજીએ શનિવારે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 304 લોકોના મોત થયા છે. જ્યારે 1800થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે જ દેશના પશ્ચિમી વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, જે બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી. વડાપ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું છે કે ભૂકંપનો ભોગ બનેલા વિસ્તારોને મદદરૂપ બનવા ઉપલબ્ધ તમામ સરકારી સંસાધનોને કામે લગાડવામાં આવ્યા છે.

હૈતીના સિવિલ પ્રોટેક્શનના ડિરેક્ટર જેરી ચાંડલરે જણાવ્યું હતું કે અત્યારે દેશમાં મૃત્યુઆંક 304 છે અને અનેક ટીમોને તપાસ તથા બચાવ અભિયાન માટે મોકલી આપવામાં આવી છે. દેશના અનેક ભાગોમાં કેટલાક પ્રમાણમાં જાનહાનિ થઈ છે તેની માહિતી હજુ પૂરતા પ્રમાણમાં મળી શકી નથી.

બીજી બાજુ અમેરિકાના અલાસ્કામાં પણ 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અલાસ્કામાં સાંજે 5.27 વાગે ભૂકંપ આવ્યો હતો. જોકે મોટી હાનહાની થઈ નથી.

ભારતીય સમય પ્રમાણે હૈતીમાં 5:59 વાગે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ-ઓ-પ્રિંસથી આશરે 118 કિમી પશ્ચિમમાં પેટિટ ટ્રો ડી નિપ્પ્સ શહેરથી 8 કિમી દૂર જમીનમાં 10 કિમી ઊંડાઈએ હતું. પ્રાથમિક અહેવાલોમાં ભૂકંપને લીધે જાનહાનિની કોઈ માહિતી મળી નથી. મળતી માહિતી પ્રમાણે ભૂકંપને લીધે અનેક ઈમારતોને નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે છે.

ભૂકંપને લીધે તૂટી પડેલા મકાનના કાટમાળ નીચે ગાડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી
ભૂકંપને લીધે તૂટી પડેલા મકાનના કાટમાળ નીચે ગાડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી

વર્ષ 2010માં 3 લાખ લોકોના મોત થયા હતા
કુદરતી આપદાગ્રસ્ત આ કેરેબિયન દેશમાં અવાર-નવાર ભૂકંપ અને ચક્રવાતી વાવાઝોડા ભારે જાનહાની સર્જે છે. વર્ષ 2018માં અહીં 5.90 તીવ્રતાનો ભૂકંપ આપ્યો હતો, જેમાં આશરે 12 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. સૌથી વધારે તારાજી વર્ષ 2010માં સર્જાઈ હતી, કે જ્યારે 7.1 તીવ્રતાના ભૂકંપમાં આશરે 3 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...