તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જાપાનમાં શનિવારે સાંજે 7:37 વાગ્યે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેના આંચકા દેશભરમાં અનુભવાયા છે, પરંતુ સૌથી વધુ અસર ફુકુશિમા પ્રાંતમાં જોવા મળી. ફુકુશિમામાં મોટો ન્યૂક્લિયર પ્લાન્ટ છે. લોકલ મીડિયા મુજબ, પ્લાન્ટમાં હજુ સુધી કોઈ અસામાન્ય વાત નજરે નથી પડી. એક્સપર્ટની ટીમ પ્લાન્ટનું નિરીક્ષણ કરવા પહોંચી ગઈ છે. જાપાનના મેટેરોલોજિકલ એજન્સીએ કહ્યું કે આ ભૂકંપથી સુનામીનો કોઈ જ ખતરો નથી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની ટોક્યોથી લગભગ 306 કિલોમીટર દૂર જમીનની અંદર 60 કિલોમીટરે નોંધાયું છે. આ જગ્યાએ જ 10 વર્ષ પહેલાં પણ મોટો ભૂકંપ આવ્યો હતો. ત્યારે ઉઠેલી સુનામીની લહેરોએ ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટને નેસ્તનાબૂદ કરી દિધો હતો. જેને પર્યાવરણની દ્રષ્ટીએ સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપનીએ કહ્યું કે ભૂકંપના કારણે દેશના 8,60,000 ઘરોની વીજળી સપ્લાઈ બંધ થઈ ગઈ છે. તો વડાપ્રધાન યોશિહિદે સુગાએ ભૂકંપ બાદ તેમની ઓફિસમાં બનેલા ક્રાઈસિસ મેનેજમેન્ટ સેન્ટર પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી.
Woke up to shaking in Tokyo. Turned on TV to learn Magnitude 7.1 earthquake just hit off Fukushima prefecture — just 3 weeks ahead of the 10 year anniversary. Hope everyone is okay. pic.twitter.com/uT0LKJqqHd
— Kurumi Mori (@rumireports) February 13, 2021
2011માં ભૂકંપ પછી સુનામીના કારણે 16 હજારનાં મોત નિપજ્યા હતા
જાપાનમાં માર્ચ 2011માં 9ની તીવ્રતાવાળો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો જેને કારણે જોરદાર સુનામી આવી હતી. ત્યારે દરિયામાં 10 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા, અને ઘણાં શહેરોમાં વ્યાપકપણે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં લગભગ 16 હજાર લોકોના મોત નિપજ્યા હતા. જેને જાપાનમાં ભૂકંપથી થયેલું અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન માનવામાં આવે છે.
રિંગ ઓફ ફાયર પર વસેલું છે જાપાન
જાપાન ભૂકંપના સૌથી વધુ સેન્સેટિવ એરિયામાં છે. આ પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવે છે. રિંગ ઓફ ફાયર એવો વિસ્તાર છે જ્યાં કોન્ટિનેન્ટલ પ્લેટ્સની સાથે ઓશિયનિક ટેક્ટોનિક પ્લેટ્સ પણ છે. આ પ્લેટ્સ અંદરોદર અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે. તેની અસરથી જ સુનામી આવે છે અને જ્વાળામુખી પણ ફાટે છે. વિશ્વના 90% ભૂકંપ આ રિંગ ફાયરમાં જ આવે છે.
રિંગ ઓફ ફાયરની અસર ન્યૂઝીલેન્ડથી લઈને જાપાન, અલાસ્કા અને ઉત્તર તેમજ સાઉથ અમેરિકા સુધી જોવા મળે છે. 15 દેશ આ રિંગ ઓફ ફાયરની હદમાં છે. આ વિસ્તાર લગભગ 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. દુનિયામાં જેટલાં પણ એક્ટિવ વોલ્કેનો છે, તેમાંથી 75% આ એરિયામાં જ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.