ન્યુઝીલેન્ડના કર્માડેક આઇલેન્ડ પર ગુરુવારે સવારે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપનું કેન્દ્ર જમીનમાં 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ USGSએ ન્યુઝીલેન્ડમાં સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, ન્યુઝીલેન્ડની નેશનલ ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીનું કહેવું છે કે સુનામીનો કોઈ ખતરો નથી.
ન્યુઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપ ન્યુઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, ચીનના સમય મુજબ ગુરુવારે સવારે 8.56 કલાકે ન્યુઝીલેન્ડમાં આ ભૂકંપ આવ્યો હતો.
તુર્કી અને સિરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સિરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ ખૂબ જ તીવ્ર હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીનું ગાઝિયન્ટેપ હતું. તે સિરિયા અને તુર્કીની સરહદ પર આવેલું છે. આવી સ્થિતિમાં ભૂકંપના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. જેમાં 50 હજાર લોકોનાં મોત થયાં હતાં. અહીં ભૂકંપના કારણે 5,20,000 એપાર્ટમેન્ટ સહિત 1,60,000 ઈમારતો ધરાશાયી થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.