તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસ્મત કનેક્શન લૉક:7002 બિટકોઈન ખરીદી પાસવર્ડ ભૂલ્યા, 8 પ્રયાસ કર્યા, વધુ બે ભૂલ કરી તો 1700 કરોડ છૂ

ન્યૂયોર્ક10 દિવસ પહેલાલેખક: નૈથેનિએલપેપર
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સેન ફ્રાન્સિસ્કોના પ્રોગ્રામર સ્ટીફન થોમસની ઉંઘ આજકાલ હરામ થઈ ગઈ છે. તેનું કારણ એ છે કે, તેઓ પાસવર્ડ ભૂલી ગયા છે. પાસવર્ડ યાદ આવે તો તેઓ અબજપતિ બની જાય, તેનાથી તેઓ પોતાના એ ડિજિટલ વૉલેટ ખોલી શકશે, જેમાં તેમના રૂ. 1700 કરોડ પડ્યા છે. હકીકતમાં સ્ટીફને વર્ષો પહેલા 7002 બિટકોઈન ખરીદ્યા હતા. તે તેમના ડિજિટલ વૉલેટમાં પડ્યા હતા. હવે કિંમત વધી તો તેનું મૂલ્ય રૂ. 1700 કરોડ જેટલું થઈ ગયું છે, પરંતુ સ્ટીફન માટે આ રોકાણ ફક્ત ડિજિટલ બનીને રહી ગયું છે. કારણ છે, તેઓ પાસવર્ડ ભૂલી ગયા છે. આ પાસવર્ડથી જ તેઓ એક નાનકડી હાર્ડડ્રાઈવ ખોલી શકશે, જેને આયર્ન કહે છે. તેમાં એ વૉલેટની પ્રાઈવેટ કિ (ચાવી) છે, જેમાં તેમણે બિટકોઈન રાખ્યા છે.

સ્ટીફને બિટકોઈન ખરીદીને આયર્નની કિ એટલે કે પાસવર્ડ કાગળ પર લખી રાખ્યો હતો. બાદમાં તેનું મૂલ્ય ઘટ્યું, તો સ્ટીફનને તેમાં રસ ના રહ્યો અને કાગળ પણ ગૂમ થઈ ગયું. હવે કિંમતો વધતા તેમને એ ડિજિટલ સંપત્તિની યાદ આવી છે, પરંતુ હવે તેઓ તે મેળવી નથી શકતા. તેઓ પાસવર્ડ યાદ કરવાના અનેક પ્રયાસ કરી ચૂક્યા છે. આઠ વાર તો પાસવર્ડ નાંખીને પ્રયાસ પણ કરી ચૂક્યા છે, પરંતુ હવે ફરી બે ખોટા પ્રયાસ કરશે તો તેમનું વૉલેટ હંમેશા માટે સીઝ અને એન્ક્રિપ્ટ થઈ જશે. ટૂંકમાં, હવે બે ભૂલ કરી તો રૂ. 1700 કરોડ ગાયબ. સામાન્ય રીતે, ખાતાની સુવિધા આપનારા બેંક ખાતું અનલૉક કરે છે, પરંતુ બિટકોઈનની કોઈ રેગ્યુલેટરી સંસ્થા પણ નથી. વળી, તેના પર કોઈ કંપનીનું પણ નિયંત્રણ નથી. એટલે નવો પાસવર્ડ બનાવવાની સુવિધા પણ નથી. આ કરન્સી પણ ગુપ્ત વ્યક્તિ સાતોષી નાકામોટોએ બનાવી છે.

વૉલેટ રિકવરી સર્વિસ ચેનાલિસિસ કહે છે કે, દુનિયામાં 1.85 લાખ બિટકોઈન છે, જેમાં 20% એટલે કે રૂ. 10 લાખ કરોડના મૂલ્યના બિટકોઈન તેના માલિકો ખોઈ ચૂક્યા છે. આ ફર્મ ગુમ થઈ ગયેલી ‘ડિજિટલ કિ’ મેળવવામાં મદદ કરે છે. તેમની પાસે પાસવર્ડ રિકવરી માટે રોજ 70 અરજી આવે છે, જે ગયા મહિનાથી ત્રણ ગણી વધારે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser