ક્લાઈમેટ ચેન્જનો પ્રથમ દર્દી:કેનેડામાં 70 વર્ષની મહિલાને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી, ડોક્ટરોએ પ્રથમ વખત ક્લાઈમેટ ચેન્જ શબ્દનો ઉપયોગ કર્યો

ટોરંટોએક વર્ષ પહેલા

કેનેડામાં 70 વર્ષની એક મહિલા ક્લાઈમેટ ચેન્જથી પીડિત પ્રથમ દર્દી બની છે. ગરમીની સિઝનમાં મહિલાને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી અને લૂનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રથમ વખત ઘટના બની છે કે ડોક્ટરોએ કોઈ દર્દીની ડાયગ્નોસિસ ડિટેલ્સમાં ક્લાઈમેટ ચેન્જ શબ્દનો ઉલ્લેખ કરવો પડ્યો છે. આ સાથે એવું માનવામાં આવે છે કે એકલા જૂન મહિનામાં જ કેનેડામાં ગરમી અને લૂને લીધે આશરે 500 લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં ગ્લાસ્ગોમાં COP-26 ક્લાઈમેટ સમિટમાં પણ ગ્લોબલ ટેમ્પરેચર અને એક્સટ્રીમ હીટ સહિતના મુદ્દા રજૂ થયા હતા.

એર ક્વોલિટી ખૂબ જ ખરાબ
કેનેડાની આ મહિનાનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. અમેરિકાના અખબાર 'ધ હિલ'ના એક અહેવાલ પ્રમાણે આ મહિલા અંગે ડોક્ટરનું કહેવું છે કે તેની બીમારી પાછળનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે.

બ્રિટીશ કોલંબિયાના નેલ્સનમાં ઈમર્જી રૂમના ડોક્ટર મેરિટ આ મહિલાની સારવાર કરી અને તેના નિદાનમાં સ્પષ્ટપણે લખ્યું કે- 10 વર્ષમાં આ પ્રથમ ઘટના છે કે જ્યારે મને લાગે છે કે કોઈ દર્દીની મુશ્કેલી અને બીમારીનું કારણ ક્લાઈમેન્ટ ચેન્જ છે.

કેનેડા સરકારે જૂન મહિનામાં લોકોને ગરમી અને લૂથી બચવા માટે ગાઈડલાઈન પણ જાહેર કરી હતી
કેનેડા સરકારે જૂન મહિનામાં લોકોને ગરમી અને લૂથી બચવા માટે ગાઈડલાઈન પણ જાહેર કરી હતી

સ્થિતિ કથળવા લાગશે
મેરિટ વધુમાં કહે છે કે જો આપણે ફક્ત સિમ્પટમ્સ એટલે કે લક્ષણોના આધાર પર જ સારવાર કરતા રહીએ અને બીમારીના મૂળ સુધી ન પહોંળીએ તો તેને લીધે સ્થિતિ વધારે બગડી જશે. આ બાબત નિશ્ચિત છે કે આપણે આ મુદ્દે પાછળ પડી રહ્યા છીએ.

મેરિટના મતે દર્દીની આ બીમારીની જૂન મહિનામાં જ માહિતી મળી શકી હતી. તે સમયે લૂ ચાલી રહી હતી અને તાપમાન ઘણુ વધી ગયું હતું. દેશમાં સ્થિતિ એટલી હદ સુધી બગડી ગઈ હતી કે એકલા બ્રિટીશ કોલંબિયામાં જ પાંચ સો લોકોના મોત થયા હતા. હવાની ગુણવત્તા સામાન્ય કરતા 53 ગણી ખરાબ થઈ ગઈ હતી.

ડાયાબિટીસ પણ મુશ્કેલી
મેરિટનું કહેવું છે કે મહિલા સાથે અન્ય એક સમસ્યા ડાયાબિટીસને લગતી હતી. તેઓ એક ટ્રેલરમાં રહેતી હતી અને હૃદય સંબંધિત સમસ્યા પણ હતી. જ્યા તે રહેતી હતી ત્યાં એસી ન હતું. તેને હાઈડ્રેડ રાખવી પણ મુશ્કેલ હતી.