ઈમરાનને મોઢું સંતાડવાની જગ્યા પણ નહીં મળે:પાકિસ્તાનના પૂર્વ PMના 7 વીડિયો લીક થશે, જેમાંથી 3 ખૂબ જ આપત્તિજનક છે

ઈસ્લામાબાદ16 દિવસ પહેલાલેખક: ત્રિદેવ શર્મા
  • ઈમરાનના જે 7 કે 8 વીડિયો બનાવવામાં આવ્યા છે એમાંથી 3 તેમના ઘરમાં જ બનાવાયા છે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના 7 વીડિયો જાહેર અથવા કથિત રીતે લીક થવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 3 ખૂબ જ આપત્તિજનક છે અને એને શબ્દોમાં જણાવી શકાય એમ નથી. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની સોશિયલ મીડિયા વિંગ વીડિયો સામે આવે એ પહેલાં જ ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે. ખાસ વાત એમ છે કે ગયા અઠવાડિયે ઇમરાને પોતે કહ્યું હતું કે ઈદ પછી પોતાની ગરિમાને ઠેસ પહોંચાડવાના પ્રયાસ થઈ શકે છે.

રમઝાન પૂરો થવાની રાહ હતી
ઘણા પાકિસ્તાની પત્રકારોએ સ્પષ્ટતા કરી છે કે ઈમરાનના કેટલાક ખૂબ જ વાંધાજનક વીડિયો ગમે ત્યારે સામે આવી શકે છે. વરિષ્ઠ પત્રકાર ઝફર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે આ વીડિયો રિલીઝ કે લીક થવા માટે તૈયાર છે અને ખુદ ઈમરાન ખાન આ વાતથી વાકેફ છે. આ જ કારણ છે કે હવે તેમની સોશિયલ મીડિયા ટીમ અત્યારથી જ 'પ્રી-ડેમેજ કંટ્રોલ'માં લાગી ગઈ છે.

નકવીએ જણાવ્યું હતું કે ખૂબ જ વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે 7 કે 8 વીડિયો છે. ઉપરાંત બે ઓડિયો ટેપ પણ છે. આ ઈમરાન સરકારના પતન પછી તરત જ જાહેર કરવાના હતા, પરંતુ એ સમયે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હતો. તેથી એને રોકી રાખવામાં આવ્યા હતુા અને હવે એ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાનના ઘરમાં તેના 3 વીડિયો બનાવવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાનના ઘરમાં તેના 3 વીડિયો બનાવવામાં આવ્યા છે.

ફોરેન્સિક ઓડિટ પણ કરવામાં આવ્યું હતું
'બિઝનેસ રેકોર્ડર'ના ભૂતપૂર્વ પત્રકાર રિઝવાન રાઝીના જણાવ્યા અનુસાર- ખાનના કેટલાક વીડિયો બનીગાલા સ્થિત તેના આલીશાન ઘરમાં બનાવવામાં આવ્યા છે. સૌથી મોટો વીડિયો 2 મિનિટ 18 સેકન્ડનો છે. ખાસ વાત એ છે કે ઈમરાન અને તેની પાર્ટી પીટીઆઈના વીડિયોને નકલી કહી શક્યા નથી, તેથી એને રિલીઝ કરતાં પહેલાં એનું ફોરેન્સિક ઓડિટ કરાવી લેવામાં આવ્યું છે.

નકવી આ વીડિયો વિશે કહે છે - ઈમરાન અને તેની પાર્ટીને સારી રીતે ખ્યાલ છે કે વીડિયો પાકિસ્તાનમાં ઊથલપાથલ મચાવશે. આમાંની એક વીડિયો, જેના વિશે વાત કરવી પણ ઘૃણાજનક છે. કેટલીક ઓડિયો ટેપ પણ સામે આવી શકે છે. આ ઓડિયોમાંથી એક એવો છે જે કથિત રીતે ઈમરાન સરકારમાં ગૃહમંત્રી રહેલા શેખ રાશિદે તેને કારમાં રેકોર્ડ કર્યો હતો અને બાદમાં તેને આર્મી ચીફ જનરલ બાજવાને મોકલી દીધો હતો.

શેખ રાશિદ સાથે ઈમરાન. રાશિદે ઈમરાનનો કોલ રેકોર્ડ કર્યો હોવાનું કહેવાય છે.
શેખ રાશિદ સાથે ઈમરાન. રાશિદે ઈમરાનનો કોલ રેકોર્ડ કર્યો હોવાનું કહેવાય છે.

બનીગાલામાં 3 વીડિયો બનાવાયા છે
ઈમરાન ખાન ઈસ્લામાબાદથી લગભગ 15 કિમી દૂર બનીગાલામાં રહે છે. પાકિસ્તાનમાં દરેક વ્યક્તિ જાણે છે કે ઇમરાન તેના ઘર, બાનીગાલાથી ઓફિસ સુધી દરરોજ મુસાફરી પણ હેલિકોપ્ટરમાં કરતા હતા. ઈમરાનનું બાનીગાલામાં આલીશાન રહેઠાણ છે અને એ પહાડી વિસ્તારમાં અનેક એકરમાં ફેલાયેલું છે. ગોલ્ફ કોર્સથી લઈને સ્વિમિંગ પૂલ અને તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઈમરાનના જે 7 કે 8 વીડિયો બનાવવામાં આવ્યા છે, એમાંથી 3 તેના બનીગાલા ઘરમાં બનાવવામાં આવ્યા છે. ઝફર નકવી કહે છે- ઈમરાનના નજીકનાં સૂત્રો જણાવે છે કે ખાનના ત્રણ વીડિયો છે, જે તેના બનીગાલા ઘરમાં બનાવવામાં આવ્યા છે. આમાંથી એક વીડિયો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે તેમની સરકાર પડવાની તૈયારીમાં હતી અને તેમના કાર્યકરો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા હતા.

ટિકટોક સ્ટાર હરિમ શાહ સાથે ઈમરાન. હરિમ ગયા મહિને અચાનક લંડન જતી રહી હતી.
ટિકટોક સ્ટાર હરિમ શાહ સાથે ઈમરાન. હરિમ ગયા મહિને અચાનક લંડન જતી રહી હતી.

લંડન કોણે, કોને અને શા માટે મોકલ્યા
એવો સવાલ વરિષ્ઠ પત્રકાર ઈમરાન શફકત દ્વારા પૂછવામાં આવ્યો છે. તેમણે ઈમરાનની પાર્ટી પીટીઆઈના નેતાઓને કહ્યું હતું, તેઓ જણાવે કે એક મહિલાને થોડા મહિના પહેલાં અચાનક ચાર્ટર ફ્લાઇટમાં મધરાતે લંડન શા માટે મોકલવામાં આવી? આ મહિલા પીટીઆઈના ઘણા મંત્રીઓ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવ્યું છે કે આ મહિલા ગર્ભવતી હતી અને તેણે લંડનમાં ગર્ભપાત કરાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ઈમરાન સરકારના સમયમાં ટિકટોક સ્ટાર હરિમ શાહનું નામ ઘણું ઊછળ્યું હતું. ઈમરાન ઉપરાંત તેમના ગૃહમંત્રી શેખ રાશિદ અને અન્ય ઘણા નેતાઓ સાથે તેના ફોટા અને વીડિયો સામે આવ્યા હતા. હાલમાં જ હરિમ લાખો પાઉન્ડના બંડલ સાથે વીડિયો બનાવતી જોવા મળી હતી, ઈમરાન ત્યારે સત્તામાં હતા. હરિમનું નામ લઈને કહેવામાં આવ્યું હતું કે ઈમરાન અને તેમની સરકારમાં તાકાત છે તો હાથ લગાવીને બતાવે.

અન્ય સમાચારો પણ છે...