ગાર્ડન ઑફ યુરોપમાં​​​​​​​ રોનક:નેધરલેન્ડમાં 70 લાખ ટ્યૂલિપ, કાશ્મીરથી પાંચ ગણા ‌વધારે, ફૂલો વેટિકન જાય છે

એમ્સ્ટરડેમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નેધરલેન્ડના ફ્લેવોલેન્ડ પ્રાંતનો ટ્યૂલિપ ગાર્ડન, જે 2 હજાર હેક્ટરમાં ફેલાયેલો છે. - Divya Bhaskar
નેધરલેન્ડના ફ્લેવોલેન્ડ પ્રાંતનો ટ્યૂલિપ ગાર્ડન, જે 2 હજાર હેક્ટરમાં ફેલાયેલો છે.

યુરોપના દેશ નેધરલેન્ડમાં હાલ ટ્યૂલિપની રોનક જોવા મળી રહી છે. દેશના અંદાજે 5 હજાર હેક્ટર વિસ્તારમાં ટ્યૂલિપ ખીલ્યાં છે. તેમાંથી કિચન ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર છે. તેને ગાર્ડન ઑફ યુરોપ પણ કહે છે. આ પાર્ક વિશ્વનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન પણ છે. અહીં 32 હેક્ટર વિસ્તારમાં 71 લાખથી વધુ ટ્યૂલિપ ખીલ્યાં છે, જે આંકડો ગત વર્ષની સરખામણીમાં 2 લાખ જેટલો વધુ છે. ભારત સાથે સરખામણી કરીએ તો શ્રીનગર સ્થિત એશિયાના સૌથી મોટા ટ્યૂલિપ ગાર્ડનમાં પણ હાલ ટ્યૂલિપની 62 પ્રજાતિનાં 15 લાખ ફૂલ ખીલ્યાં છે. બીજી તરફ કિચન ગાર્ડનમાં ટ્યૂલિપની 100થી વધુ પ્રજાતિઓ છે.

8 લાખ સહેલાણી પહોંચ્યા, કોરોનાકાળથી વધુ પહોંચે તેવી શક્યતા: અહીં હાલ ટ્યૂલિપ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે, જે 24 માર્ચે શરૂ થયો હતો અને 12 મે સુધી ચાલશે. ટ્યૂલિપને જોવા માટે અત્યાર સુધીમાં 8 લાખ પર્યટક પહોંચી ચૂક્યા છે. ફેસ્ટિવલ પૂરો થશે ત્યાં સુધીમાં 20 લાખ સહેલાણી પહોંચવાની શક્યતા છે, જે કોરોનાકાળ અગાઉની સરખામણીમાં 5 લાખ વધુ હશે. 2019માં અહીં 15 લાખ પર્યટક પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદ નેધરલેન્ડ ગયા હતા: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગત 6 ઓગસ્ટે નેધરલેન્ડ ગયા હતા ત્યારે તેમણે પણ ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લીધી હતી. નેધરલેન્ડે તેમને 3 હજાર ટ્યૂલિપ પ્લાન્ટ ભેટ આપ્યા હતા. નેધરલેન્ડથી વેટિકન સિટી, કેનેડાથી માંડીને 50થી વધુ દેશોમાં ટ્યૂલિપ સપ્લાય કરાય છે.

અન્ય સમાચારો પણ છે...