ઈઝરાયેલના યેરુશલેમના નેવે યાકોવમાં 28મી જાન્યુઆરીએ અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ફાયરિંગમાં 7 લોકોમા મોત થયા હતા તેમન 10 લોકો ઘાયલ થયા હતા. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ, ફાયરિંગ એક ધાર્મિક સ્થળ પાસે થયું હતુ. પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પોલીસે જણાવ્યું હતુ કે હુમલાખોર પેલેસ્ટાઈની હતો અને તેને ઠાર મારવામાં આવ્યો છે.
પોલીસ કમિશ્નર કોબી શબતાઈએ જણાવ્યું હતુ કે હુમલો રાત્રે 8.15 વાગે થયો હતો. 24 વર્ષીય હુમલાખોર અલકામ ખાયરી પૂજા સ્થળ પાસે પહોંચ્યો હતો. તે પ્રાર્થના પુરી થાય તેની રાહ જોઈ રહ્યો હતો. પ્રાર્થના પુરી થયા બાદ જેવું લોકોએ બહાર આવવાનું શરુ કર્યું, તો તેણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તે એક કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો.
પહેલા જુઓ હુમલાની તસવીરો...
26 જાન્યુઆરીએ થયેલા ઈઝરાયલી હુમલાના જવાબમાં કરાયો આ હુમલો
આ હુમલો 26 જાન્યુઆરીએ પેલેસ્ટાઈનની વેસ્ટ બેંકમાં ઈઝરાયેલ તરફથી કરવામાં આવેલા હુમલા બાદ થયો છે. અહીં 9 લોકોના મોત થયા હતા. 16 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં એક વૃદ્ધ મહિલા પણ સામેલ હતી.
26 જાન્યુઆરીએ થયેલા ઈઝરાયલી હુમલાના જવાબમાં કરાયો આ હુમલો
આ હુમલો 26 જાન્યુઆરીએ પેલેસ્ટાઈનની વેસ્ટ બેંકમાં ઈઝરાયેલ તરફથી કરવામાં આવેલા હુમલા બાદ થયો છે. અહીં 9 લોકોના મોત થયા હતા. 16 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં એક વૃદ્ધ મહિલા પણ સામેલ હતી.
પોલીસ પર હુમલો કર્યો
હુમલો કર્યા બાદ હુમલાખોર ફરાર થઈ ગયો હતો. તેને એક કારમાં બેસીને પેલેસ્ટાઈનના બીટ હનીના તરફ ભાગતો જોવા મળ્યો હતો. જોકે, 5 મિનીટ બાદ જ પોલીસે તેની કારને અટકાવી હતી. હુમલાખોરે નાશી જવાના પ્રયાસ દરમિયાન તેણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસ અને હુમલાખોર વચ્ચે થયેલી અથડામણને જોઈ શકાય છે. પોલીસે જણાવ્યું હતુ કે જવાબી કાર્યવાહીમાં હુમલાખોર માર્યો ગયો છે.
એક ગોળી વૃદ્ધ મહિલાને પણ વાગી
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલામાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી એક વ્યક્તિનું આજે મોત થયું હતું. ચેનલ 12 ન્યૂઝ મુજબ, હુમલાખોરે ધાર્મિક સ્થળ પર હુમલો કરતા પહેલા રસ્તેથી પસાર થઈ રહેલ એક વૃદ્ધ મહિલાને ગોળી મારી હતી. ત્યારબાદ બાઈક પર જઈ રહેલ એક વ્યક્તિ પર પણ તેણે હુમલો કર્યો હતો.
નેતન્યાહૂનું ફરીથી PM બન્યા બાદ હુમલા વધ્યા
ઈઝરાયેલમાં ગયા મહિને ફરીથી બેન્ઝામિન નેતન્યાહૂની સરકાર બની છે. જેને ઈઝરાયેલમાં અત્યાર સુધીની સૌથી કટ્ટરપંથી સરકાર કહેવામાં આવી રહી છે. ગઠબંધન સરકારમાં સામેલ બીજી પાર્ટીઓ વેસ્ટ બેંક કે પશ્ચિમ છેડેથી પેલેસ્ટાઈનોની વસાહતો સેનાની મદદથી દુર કરવા માંગે છે. આ કારણે બંને દેશોની વચ્ચે સંઘર્ષ વધી ગયો. ત્યારબાદ ઈઝરાયલી હુમલામાં પણ વધારો થયો છે. ઈઝરાયલી હુમલામાં આ વર્ષે 1 જાન્યુઆરી 2023 થી અત્યારસુધીમાં 29 લોકોના મોત થયા છે. તેમાંથી 15 માત્ર જેનિમમાં માર્યા ગયા છે. મૃતકોમાં 5 બાળકો પણ સામેલ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.