બ્રાઝિલનો શોકિંગ વીડિયો:સહેલાણીઓ બોટિંગની મજા માણતાં હતાં ત્યાં જ મહાકાય પર્વતનો ભાગ તૂટીને બોટ પર પડ્યો, સાતનાં મોત

રિયો ડી જાનેરો, બ્રાઝિલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 32 લોકો ઘાયલ થયા છે.
  • દુર્ઘટનામાં 3 પ્રવાસી બોટ ઝપેટમાં આવી ગઈ હતી

બ્રાઝિલના મિનસ ગેરૈસ રાજ્યમાં શનિવારે તળાવમાં એક બોટ પર પર્વતનો મોટો ભાગ પડતાં સાત લોકોના મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા છે. આ સિવાય 20 જેટલા ગુમ થયા છે. મિનસ ગેરૈસ ફાયરની ટીમના કમાન્ડર કર્નલ એડગાર્ડ એસ્ટેવો ડી સિલ્વાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 32 લોકો ઘાયલ થયા છે. 20 લોકો ગુમ હોવાનો અંદાજ છે.

શનિવારે બ્રાઝિલના કેપિટલિયો વિસ્તારમાં આવેલા ફર્નાસ તળાવમાં પર્વતનો મોટો ભાગ તૂટીને પડ્યો હતો. આ દુર્ઘટનામાં 3 પ્રવાસી બોટ ઝપેટમાં આવી ગઈ હતી.

દુર્ઘટનાનો વીડિયો વાયરલ
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ફર્નાસ તળાવ ખાતે લોકો બોટમાં સવારી કરી રહ્યા હતા. આ દરમિયાન પર્વતનો મોટો ભાગ તૂટીને બોટ પર પડ્યો હતો. એસ્ટેવોએ જણાવ્યું હતું કે અકસ્માત સાઓ જોસ ડા બારા અને કેપિટલિયો શહેરોની વચ્ચે થયો હતો.

વરસાદના કારણે દુર્ઘટના થઈ
બ્રાઝિલના લેન્ડલોક રાજ્ય મિનસ ગેરૈસના ગવર્નર રોમુ ઝેમાના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે કેપિટલિયોમાં ફર્નાસ તળાવમાં પર્વતનો એક મોટો ભાગ તૂટી બોટ પર પડ્યો હતો. ઝેમાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અમે લોકોને જરૂરી સુરક્ષા અને મદદ કરવાનું ચાલુ રાખીશું. ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ આ વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે નેવીએ બચાવ કાર્યમાં જોડાવા માટે રાહત દળની ટીમને પણ તૈનાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...