• Gujarati News
  • International
  • 7 Bosses Of 10 Biggest Companies In The World Are Indians, 4 Of Them Are Brahmins; This Shows That Brahmins In Corporates Are More Successful Abroad Than In India

ભાસ્કર વિશેષ:દુનિયાની 10 મોટી કંપનીના 7 બોસ ભારતીય, તેમાંથી 4 બ્રાહ્મણ; આ દર્શાવે છે કે કોર્પોરેટ્સમાં બ્રાહ્મણો ભારતથી વધુ વિદેશમાં સફળ

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસકાઓ પૂર્વેથી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હોવાથી વિદેશમાં સેટલ થવું બ્રાહ્મણો માટે સરળ

અડોબી, આલ્ફાબેટ, આઇબીએમ, મૈચ ગ્રુપ (ટિન્ડરની માલિક કંપની), માઇક્રોસોફ્ટ, ટ્વિટર અને ઓનલીફેંસ (કન્ટેન્ટ ક્રિએટર્સને દેખાડવાની સબસ્ક્રિપ્શન આધારિત સર્વિસ)ના સીઇઓમાં શું સમાનતા છે..? તમામ 7 કંપનીઓના બૉસ ભારતીય મૂળના છે. પશ્ચિમી કંપનીઓમાં ભારતીય ઉપમહાદ્વીપની પ્રતિભાઓને મોટી સંખ્યામાં જોતા આ કોઈ આશ્ચર્યની વાત નથી. આમ પણ અમેરિકાએ હાલના વર્ષોમાં કુશળ શ્રમિકો માટે બે તૃતિયાંશ એચથી વધુ એચ-1 બી વીઝા ભારતીયોને આપ્યા છે.

આ તમામ બૉસમાં વધુ એક સમાનતા છે આ તમામ હિન્દુ છે અને તેમાંથી 4 બ્રાહ્મણ છે. પરંપરાગત રીતે પુરોહિત અને શિક્ષણ સાથે જોડાયેલી રહેલી આ જાતિના પિરામિડનું શિખર 25 હજારથી વધુ ઉપવર્ગોથી મળીને બન્યું છે. ભારતની લગભગ 140 કરોડની વસ્તીમાં તેમની ઉપસ્થિતિ 5 કરોડ છે. અન્ય 3 સીઇઓ પારંપરિક રીતે કોમર્સ કે એકાઉન્ટ સાથે જોડાયેલા કામ કરનારી જાતિઓથી છે.

આ મોટા પિરામીડના એક પાતળા હિસ્સામાં આ વર્ગનું પણ યોગદાન છે. સૌથી આર્શ્ચયની વાત એ છે કે ભારતીય કંપનીઓના બોર્ડરૂમમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ નથી. આ જાતિના લોકો શિક્ષણ, વિજ્ઞાન અને કાયદા જેવા ક્ષેત્રોની તુલનામાં બિઝનેસમાં ઓછા અગ્રણી છે. ગત 15 વર્ષમાં દેશની સુપ્રીમ કોર્ટમાં એક ચતુર્થાંશ જજ બ્રાહ્મણ રહ્યા છે. બીજી તરફ, સાયન્સમાં ભારતને મળેલા ચાર નોબેલમાંગી ત્રણ બ્રાહ્મણોએ પ્રાપ્ત કર્યા છે. તમિલ બ્રાહ્મણોના એક નાના ઉપસમૂહને તેનો શ્રેય પણ આપી શકાય છે.

બીજી તરફ, ભારતના બિઝનેસમેન મોટા પાયે વૈશ્ય કે વેપારી જાતિઓના પારંપરિક વ્યાપારિક સમુદાયોથી આવે છે. ફોર્બ્સની 2021ની ભારતની યાદીની પ્રારંભની 20 એન્ટ્રીને જોઈએ તો 12 વૈશ્ય છે, જે દેશની વસ્તીમાં એક ટકાથી પણ ઓછો હિસ્સો ધરાવે છે. આ અબજપતિઓમાં 5 મારવાડી છે. દેશના અનેક અગ્રીમ અબજપતિઓ આ જ સમૂહના છે. ટૉપ 20માંથી 3 પારસી (સાયરસ પૂનાવાલા પણ) અને એક માત્ર મુસ્લિમ અને દેશના સૌથી પરોપકારી અઝીમ પ્રેમજી છે. માત્ર એક શિવ નાદર (ત્રીજા સૌથી ધનિક) પછાત વર્ગથી છે. જોકે, તેમનો દક્ષિણ ભારતીય નાદર સમાજ એક સદીથી પ્રગતિ તરફ અગ્રેસર રહ્યો છે. તેમણે ઘણા સમય પહેલા જ પોતાના તાડથી દારૂ બનાવવાના પારંપરિક કામ સાથેનું જોડાણ ખતમ કરી દીધું હતું.

પ્રતિભાશાળી બ્રાહ્મણોએ પ્રવાસનો પ્રયાસ કર્યો, તેમને સફળતા પણ મળી
વિદેશમાં બિઝનેસમાં બ્રાહ્મણોના શ્રેષ્ઠ પ્રદર્શનનું એક મોટું કારણ એ છે કે ભારતમાં બિઝનેસ સ્થાપિત નેટવર્કવાળા લોકોના પક્ષમાં છે, બીજી તરફ પ્રતિભાશાળી બ્રાહ્મણોએ પ્રવાસનો પ્રયાસ કર્યો છે. પુસ્તકો સાથે તેમના ઊંડા જોડાણથી પરીક્ષા પાસ કરવી અને વિદેશમાં એન્ટ્રી સરળ બનાવી દીધી. દેશના સકારાત્મક માહોલે તેમને બહાર જવા માટે પ્રેરિત કર્યા. જ્યારે અમેરિકાની ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસની માતા કોલેજમાં અભ્યાસ કરવા માંગતી હતી, ત્યારે નીચલી જાતિઓ માટે પ્રવેશ મુશ્કેલ હતો. તેમણે અમેરિકામાં સ્કોલરશિપ લીધી. પીએચડી કર્યા બાદ તેઓ કેન્સર શોધકર્તા બની ગયાં.

અન્ય સમાચારો પણ છે...