ઇક્વાડોરની જેલમાં હિંસક અથડામણ:જેલમાં કેદીઓના જૂથો વચ્ચે આમને-સામને અથડામણમાં 68 કેદીના મોત, વિસ્ફોટકો અને છરીઓ વડે હુમલો કર્યો

ઇક્વાડોર19 દિવસ પહેલા
જેલની છત પર ઉભેલા પોલીસકર્મીઓ પાસે એક કેદીનો મૃતદેહ પડ્યો હતો.
  • ઇક્વાડોરની આ જેલમાં કેદીઓ વચ્ચે અનેક વખત હિંસક અથડામણ થયાની ઘટના બની છે

ઇક્વાડોરના ગુઆયાક્વિલ શહેરમાં આવેલી લિટોરલ જેલમાં શનિવારે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 68 કેદીઓના મોત થયા છે. આ ઘટના જેલના પેવેલિયન 2માં બની હતી જ્યાં લગભગ700 કેદીઓને રાખવામાં આવ્યા છે. વિસ્ફોટકો અને છરીઓ વડે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થયું હતું. પોલીસે જણાવ્યું કે આ અથડામણ ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા જૂથો વચ્ચે થઈ હતી.

ઇક્વાડોરના ગુઆયાક્વિલ શહેરમાં આવેલી લિટોરલ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
ઇક્વાડોરના ગુઆયાક્વિલ શહેરમાં આવેલી લિટોરલ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

અત્યાર સુધી થયેલી અથડામણમાં 300થી વધુ કેદીઓ મૃત્યુ પામ્યા
ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ગિલેરમો લાસ્સોએ ટ્વીટ કરીને કહ્યું કે તેમણે એક સુરક્ષા સમિતિને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઇક્વાડોરની જેલોમાં વિરોધી જૂથો વચ્ચે લડાઈ સામાન્ય છે. આ વર્ષે અત્યાર સુધી થયેલી અથડામણમાં 300થી વધુ કેદીઓ મૃત્યુ પામ્યા છે. 29 સપ્ટેમ્બરે લિટ્ટોરલ પેનિટેન્ટરી ખાતે અન્ય એક અથડામણ સર્જાયું હતું, જેમાં 118 કેદીઓ માર્યા ગયા હતા.

ગુઆયાક્વિલમાં જેલની આસપાસ રહેતા સ્થાનિકોના જણાવ્યા મુજબ કલાકો સુધી સતત ફાયરિંગનો અવાજ અને જેલની અંદર વિસ્ફોટકોનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

જેલમાં આ પ્રકારની હિંસક અથડામણને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા
જેલમાં આ પ્રકારની હિંસક અથડામણને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા

સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા
જણાવી કે આ પહેલા પણ સપ્ટેમ્બરના અંતમાં ઇક્વાડોરની જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાયું હતું, જેમાં 100થી વધુ કેદીઓ મૃત્યુ પામ્યા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને સેના દ્વારા અનેક કલાકો બાદ સ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. આ અથડામણમાં જેલની અંદર હિંસક અથડામણ વિસ્ફોટકો, ફાયરિંગ, છરી વડે કરવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બરના અંતમાં ઇક્વાડોરની જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાયું હતું, જેમાં 100થી વધુ કેદીઓ મૃત્યુ પામ્યા હતા.
સપ્ટેમ્બરના અંતમાં ઇક્વાડોરની જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાયું હતું, જેમાં 100થી વધુ કેદીઓ મૃત્યુ પામ્યા હતા.

આ પહેલા 23 ફેબ્રુઆરીએ ગુઆયાક્વિલ સહિતની ચાર જેલોમાં એક સાથે ર્હયેલા રમખાણોમાં 79 કેદીઓ મૃત્યુ પામ્યા હતા. જેમાં અનેક કેદીઓનું માથું કાપીને હત્યા કરવામાં આવી હતી. પરંતુ વારંવાર જેલમાં આ પ્રકારની હિંસક અથડામણને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...