તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • 6.79 Lakh New Cases Were Reported In The Last 24 Hours, Killing 9,957 People; Britain Will Send 1000 More Ventilators To India For Help

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:છેલ્લા 24 કલાકમાં 6.79 લાખ નવા કેસ નોંધાયા, 9,957 લોકોનાં મોત; બ્રિટન ભારતને મદદ માટે વધુ 1000 વેન્ટિલેટર મોકલશે

14 દિવસ પહેલા
  • વિશ્વમાં અત્યાર સુધીમાં 15.34 કરોડથી વધુ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા

વિશ્વભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન રવિવારે થોડી રાહતભર્યો રહ્યો. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 6 લાખ 79 હજાર 900 લોકોમાં કોરોનાના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 9,957 લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ગાઈકાલે કોરોનાના 3.70 લાખ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ અમેરિકામાં 30,701 અને બ્રાઝિલમાં 28,935 કેસ નોંધાયા હતા.

રોજિંદા મૃત્યુના કિસ્સામાં પણ ભારત વિશ્વમાં આગળ નીકળી ગયું છે. ગઇકાલે અહીં 3,422 મોત નોંધાયા હતા. આ પછી બ્રાઝિલનો નંબર આવે છે, જ્યાં કોરોનાને કારણે 1210 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, બ્રિટને ભારતને મદદ કરવા માટે વધુ એક હજાર વેન્ટિલેટર મોકલવાનો નિર્ણય લીધો છે. આ પહેલા બ્રિટને ગયા અઠવાડિયે 200 વેન્ટિલેટર અને 500 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મોકલ્યા હતા.

ઇઝરાયલે ભારત સહિત 7 દેશોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇઝરાયલે તેના દેશના લોકો પર ભારત સહિત 7 દેશોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે અમે અમારા દેશના લોકોને યુક્રેન, બ્રાઝિલ, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો, તુર્કી અને ભારત ન જવાની અપીલ કરીએ છીએ. આ આદેશ 3 મેથી 16 મે સુધી અમલમાં રહેશે.

કયા લોકો પર નિયમો લાગુ થશે નહીં

  • જે લોકો ઇઝરાયલના નાગરિક નથી, તેમને આ દેશોમાં જવાની મંજૂરી આપવામાં આવશે.
  • ઇઝરાઇલ સાથે કનેક્ટિંગ ફ્લાઇટ્સ ધરાવતા લોકોને એરપોર્ટ પર 12 કલાકની ટ્રાંજિટ એન્ટ્રીની છૂટ મળશે.
  • આ દેશોમાંથી આવતા લોકોને બે સપ્તાહ માટે ક્વોરંન્ટાઈન રહેવું પડશે.
  • જેમણે વેક્સિન લઈ લીધી છે અથવા કોવિડથી થોડા સમય પહેલા જ સાજા થયા છે તે લોકો પર પણ આ નિયમો લાગુ થશે.
  • જેમની પાસે કોરોનાના બે નેગેટિવ રિપોર્ટ છે તેઓએ પણ 10 દિવસ માટે ક્વોરંન્ટાઈન રહેવું પડશે.

અત્યાર સુધી 15.34 કરોડ કેસ
વિશ્વમાં અત્યાર સુધીમાં 15.34 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 32.16 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 13.14 કરોડ લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં, 1.94 કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 1.93 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણો છે અને 1.11 લાખ લોકોની હાલત ગંભીર છે.

ટોપ-10 દેશો, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

33,180,441

591,062

25,823,800

ભારત

19,919,715

218,945

16,281,738

બ્રાઝિલ

14,754,910

407,775

13,278,718

ફ્રાન્સ

5,652,247

104,819

4,637,053

તુર્કી

4,875,388

40,844

4,480,381

રશિયા

4,823,255

110,862

4,443,922

બ્રિટન

4,420,201

127,538

4,221,582

ઈટાલી

4,044,762

121,177

3,492,679

સ્પેન

3,524,077

78,216

3,206,273

જર્મની

3,425,598

83,826

3,024,600

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો