તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • 6.68 Lakh Cases Were Reported Yesterday, 10,437 Deaths; Preparations For Vaccination Of Children Aged 12 To 15 Years In The United States

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયા:ગઈકાલે 6.68 લાખ કેસ નોંધાયા, 10,437 મૃત્યુ પામ્યા; અમેરિકામાં 12 થી 15 વર્ષના બાળકોના વેક્સિનેશનની તૈયારી

વોશિંગ્ટન2 દિવસ પહેલા
  • અમેરિકામાં 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપવાની તૈયારી

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી રેકોર્ડ કેસ બાદ હવે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે વિશ્વમાં 6.68 લાખ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ દરમિયાન 10,437 લોકોના મોત થયા હતા.

સોમવાર સતત બીજો દિવસ હતો જ્યારે વિશ્વમાં 7 લાખથી ઓછા કેસ નોંધાયા હતા. આ પહેલા 2 મેના રોજ 6.96 લાખ કેસ નોંધાયા હતા. જ્યારે, 1 મેના રોજ 8 લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા હતા.

બીજી તરફ, અમેરિકામાં 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝરની કોરોના વેક્સિનને મંજૂરી આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. US ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટર આવતા અઠવાડિયે ફાઇઝર અને બાયોએન્ટેકની કોરોના વેક્સિનની મંજૂરી આપી શકે છે

12 થી 15 વર્ષના બાળકો પર પણ 100% અસરકારક
અગાઉ, અમેરિકન કંપની ફાઇઝરએ દાવો કર્યો હતો કે તેની કોરોના વેક્સિન 12 થી 15 વર્ષની વયના બાળકો માટે પણ 100% અસરકારક છે. અત્યાર સુધી, વિશ્વભરમાં ઘણી કોરોના વેક્સિન બની છે અથવા બની રહી છે, તે મોટે ભાગે 18 વર્ષથી ઉપરના લોકો પર અસરકારક રહી છે, પરંતુ ફાઈઝરની રસી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર અસરકારક સાબિત થઈ છે.

2,260 બાળકો પર વેક્સિનની ટ્રાયલ
ફાઈઝરે યુનાઇટેડ સ્ટેટ્સમાં 12 થી 15 વર્ષની વયના 2,260 બાળકો પર વેક્સિનની ટ્રાયલ હાથ ધરી હતી. ટ્રાયલ બાદ કંપનીએ કહ્યું કે બાળકોની અંદર પણ યુવાનોની જેમ જ એન્ટિબોડીઝ બની હતી. કંપની કહે છે વેક્સિન લગાવ્યા પછી બાળકોમાં પણ કોઈ મોટી આડઅસર જોવા મળી નથી. બાળકોમાં વેક્સિનના બીજા ડોઝ બાદ યુવાઓની જેમ પીડા અને તાવ જેવી સામાન્ય આડઅસરો જોવા મળી.

અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ ભારતને જલ્દી વેક્સિન આપવાની અપીલ કરી હતી
ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસનાં સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ રાષ્ટ્રપતિ જો બાઈદેન વહીવટી તંત્રને ઓસ્ટ્રાઝેનેકાની વેક્સિનનો જથ્થો જલદીમાં જલ્દી ભારત અને દુનિયાના અન્ય દેશોમાં મોકલવા અપીલ કરી છે. આ પહેલા તેમણે હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસના સેક્રેટરી જેવિયર બેકર્રા અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકનના પ્રયાસોના વખાણ કરતાં એક પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે જે રીતે તંત્રએ કોરોના પર કાબૂ મેળવ્યો છે અને અમેરિકનોને સુરક્ષા આપી છે. એ જ પ્રમાણે હવે દુનિયાના કોરોનાથી અસરગ્રસ્ત દેશોની મદદ કરવા માટે આગળ આવવું જોઈએ. સોમવારે ઇન્ટરનેશનલ સિક્યોરિટી ક્મયુનિટીને 60 લાખ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન આપવામાં નિર્ણયની પ્રશંસા કરીએ છીએ.

કોરોના અપડેટ્સ

  • કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલે તેના દેશના લોકોને ભારત સહિત 7 દેશોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાઇલના વડાપ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે અમે દેશના લોકો યુક્રેન, બ્રાઝિલ, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો, તુર્કી અને ભારત ન જવા અપીલ કરી છે. આ હુકમ 3 મેથી 16 મે સુધી અમલમાં રહેશે.
  • બ્રિટને ભારતને મદદ કરવા માટે એક હજાર વેન્ટિલેટર મોકલવાનો નિર્ણય લીધો છે. આ પહેલા બ્રિટને ગયા અઠવાડિયે 200 વેન્ટિલેટર અને 500 ઓક્સિજન કોન્સેંટ્રેટર મોકલ્યા હતા.

અત્યાર સુધી 15.41 કરોડ કેસ
અત્યાર સુધીમાં, વિશ્વના કોરોના વાયરસથી 15.41 કરોડથી વધુ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 32.26 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 13.15 કરોડ લોકો સાજા થયા છે. હાલમાં, 1.93 કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 1.92 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણો છે અને 1.11 લાખ લોકોની હાલત ગંભીર છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

33,230,561

591,514

25,909,393

ભારત

20,275,543

222,383

16,600,703

બ્રાઝિલ

14,791,434

408,829

13,336,476

ફ્રાન્સ

5,656,007

105,130

4,656,418

તુર્કી

4,900,121

4,900,121

4,515,819

રશિયા

4,831,744

111,198

4,450,289

બ્રિટન

4,421,850

127,539

4,231,750

ઈટાલી

4,050,708

121,433

3,505,717

સ્પેન

3,540,430

78,293

3,222,697

જર્મની

3,435,877

84,020

3,040,700

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો