તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 6.49 Lakh New Cases Were Reported Yesterday, In Which 10,206 People Died; Less Than 25,000 Cases Were Reported Each Day In The United States

કોરોના દુનિયામાં:ગઈકાલે 6.49 લાખ નવા કેસ નોંધાયા, જેમાં 10,206 લોકો મૃત્યુ પામ્યા; અમેરિકામાં દરરોજ નોંધાતા કેસ 25 હજારથી પણ ઓછા

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 6 લાખ 49 હજાર 140 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા

વિશ્વના ઘણા દેશો હાલના દિવસોમાં કોરોનાના જોખમ સામે સંઘર્ષ કરી રહ્યા છે. ગઇકાલે દુનિયામાં 6 લાખ 49 હજાર 140 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ દરમિયાન 10,206 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન રાહતભર્યા સમાચાર અમેરિકાથી આવ્યા છે, જ્યાં દરરોજ સંક્રમિત લોકોની સંખ્યા ઘટીને 25 હજારની નીચે પહોંચી ગઈ છે. ગઇકાલે અહીં કોરોનાના માત્ર 22,200 કેસ નોંધાયા હતા. આ આંકડો ગત વર્ષે 16 જૂન (26,530) બાદનો સૌથી ઓછો છે.

WHOએ ઈમરજન્સી ટાસ્ક ફોર્સ બનાવી

આ વર્ષની શરૂઆતમાં ઉત્તર બ્રાઝિલ, મેક્સિકો અને અન્ય કેટલાક સ્થળોએ ઓક્સિજનનો અભાવ જીવલેણ બની ગયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓક્સિજનના ભાવ પર એક ઈમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ગ્લોબલ સપોર્ટ ગ્રુપ અનુસાર, છેલ્લા બે મહિનામાં વિશ્વમાં દરરોજ મેડિકલ ઓક્સિજનનો ઘટાડો 90 લાખ ક્યૂબિક મીટરથી ત્રણ ગણો વધીને 2 કરોડ 80 લાખ ક્યૂબિક મીટર થયો છે. એટલે કે ઓક્સિજનની આટલી જરૂરિયાત પૂરી થઈ શકી નથી. જેમાંનો અડધો ભાગ ભારતમાં છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ભારત જેવી મુશ્કેલીઓ અન્ય દેશોમાં પણ આવી શકે છે.

અમેરિકામાં બાર, ક્લબ, પાર્ટીઓમાં બાઉન્સર જુએ છે વેક્સિન કાર્ડ
અમેરિકામાં રોગ નિયંત્રણ કેન્દ્રો (સીડીસી) કહે છે કે જે લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે તેઓ માસ્ક વિના પણ રૂમની અંદર, હોલમાં ભેગા થઈ શકે છે. છ ફૂટના અંતરનો નિયમ પણ હળવો કરવામાં આવ્યો છે. તેમ છતાં, ઘણી વખત, નાઇટક્લબે વેક્સિન લીધાના પુરાવા આપવા માટે વેક્સિનેશન કાર્ડ જરૂરી બનાવ્યું છે. ક્લબ્સના બોલરૂમમાં ડાન્સ કરતા ગ્રુપ માટે સફેદ ટેપથી વિવિધ જગ્યાને ઘેરી લેવામાં આવે છે. ખાસ કરીને ન્યૂયોર્ક સિટી અને આસપાસના વિસ્તારોમાં પાર્ટીઓમાં ફક્ત વેક્સિન લીધેલા લોકોને જ પ્રવેશની મંજૂરી છે.

અત્યાર સુધી 15.89 કરોડ કેસ
​​​​​​​દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 15.89 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 33.06 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 13.65 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. હાલમાં, 1.91 કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે. આમાં 1.90 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણો છે અને 1.07 લાખ લોકોની સ્થિતિ ગંભીર છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું​​​​​​​

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

33,476,781

595,812

26,439,712

ભારત

22,662,410

246,146

15,184,790

બ્રાઝિલ

15,184,790

422,418

13,714,135

ફ્રાન્સ

5,777,087

106,392

4,874,109

તુર્કી

5,031,332

43,029

4,716,918

રશિયા

4,880,262

113,326

4,496,132

બ્રિટન

4,434,860

127,605

4,248,211

ઈટાલી

4,111,210

122,833

3,604,523

સ્પેન

3,567,408

78,792

3,248,010

જર્મની

3,527,540

85,371

3,175,600

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

​​​​​​​