તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 64,000 Parents Sue Tiktok For Rs 12,000 Crore, Alleging Chinese App Endangers Children, Steals Their Private Data

ભાસ્કર ખાસ:યુરોપના 64 હજાર પેરેન્ટ્સે ટિકટોક સામે 12 હજાર કરોડ રૂપિયાનો કેસ કર્યો, આરોપ- ચીની એપ બાળકોને ખતરામાં મૂકે છે, તેમનો પ્રાઈવેટ ડેટા પણ ચોરી લે છે

એમ્સ્ટર્ડમ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુરોપનાં માતા-પિતાએ કહ્યું- એપ કાયદાનું ઉલ્લંઘન કરીને બાળકોનો ડેટા ચોરે છે
  • નેધરલેન્ડ્સમાં એમ્સ્ટર્ડમની કોર્ટમાં અરજી દાખલ કરાઈ

યુરોપના 64 હજાર પેરેન્ટ્સે ચીનની એપ ટિકટોક પર 1.4 બિલિયન યુરો (આશરે રૂ. 12,429 કરોડ)નો કેસ દાખલ કર્યો છે. ટિકટોક પર આરોપ છે કે, તેમનું કન્ટેન્ટ બેજવાબદારીભર્યું હોય છે અને તેનાથી બાળકો ખતરામાં મૂકાય છે. આ સાથે ઘણો બધો ડેટા તે ચીન પણ મોકલી દે છે. પેરેન્ટ્સે દાવો કર્યો છે કે, ચીનના એપ યુરોપિયન યુનિયનના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.

આ મુદ્દે કામ કરતા એક સંગઠને દરેક બાળક માટે 2000 યુરો (આશરે રૂ. 1.80 લાખ)ના વળતરની માંગ કરી છે. નેધરલેન્ડ્સ સહિત અનેક યુરોપિયન દેશના 64 હજારથી વધુ માતા-પિતાનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન માર્કેટ ઈન્ફોર્મેશન રિસર્ચ ફાઉન્ડેશને બુધવારે એમ્સટર્ડમની કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં આ સંગઠનના વકીલ ડૉવ લિંડર્સે કહ્યું કે, ટિકટોક બાળકો અને તેમના પેરેન્ટ્સની મંજૂરી વિના જરૂર કરતા વધુ ડેટા ભેગો કરે છે. તેનો ઉપયોગ વ્યક્તિગત પસંદ નાપસંદના આધારે જાહેરખબર આપવાનો હોઈ શકે છે, જે ચીન કે અમેરિકા મોકલાઈ રહ્યો છે.

આ સંગઠનના મતે, ખતરનાક ચેલેન્જો સ્વીકારવાના ચક્કરમાં દુનિયાભરમાં અનેક બાળકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉદાહરણ તરીકે, બ્લેકઆઉટ ચેલેન્જ થકી ટિકટોક પર મોજુદ લોકો પોતાના સાથીદારનું ગળું ત્યાં સુધી ઘોંટવાની ચેલેન્જ અપાઈ હતી, જ્યાં સુધી તે બેભાન ના થઈ જાય. લિંડર્સ કહે છે કે, આ રીતે બાળકોના ખતરનાક ખેલ કે ચેલેન્જ બાળકોને મનોવૈજ્ઞાનિક, શારીરિક નુકસાન પહોંચાડે છે. બીજી તરફ, ટિકટોક કંપનીનું કહેવું છે કે, તેઓ યુવા યુઝર્સની સુરક્ષા માટે મહેનત કરી રહ્યા છે. આ સ્માર્ટફોન એપ 13થી 15 વર્ષના બાળકોના એકાઉન્ટ્સ ખાનગી રાખે છે.

જોકે, ટિકટોક તેના સ્થાપનાકાળથી વિવાદોમાં રહેલી એપ છે. ભારત, અમેરિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયામાં તેના પર પ્રતિબંધ લગાવાઈ ચૂક્યો છે.

આ રીતે માતા-પિતા એક થયાં, તેમાંથી એક તૃતિયાંશ નેધરલેન્ડ્સના છે
જુલાઈ2020માં માર્કેટ ઈન્ફોર્મેશન રિસર્ચની શરૂઆત થઈ હતી. ત્યારથી તેઓ સમગ્ર યુરોપમાં 64 હજાર કેસ ભેગા કરી ચૂક્યા છે. તેમાંથી એક તૃતિયાંશ એકલા નેધરલેન્ડ્સના છે. આ સંગઠન દરેક માતા-પિતાને 17.50 યુરો એટલે કે આશરે દોઢ હજાર રૂપિયા લે છે. આ સંગઠનનો દાવો છે કે, અમે 10 લાખ બાળકો તરફથી કેસ લડીએ છીએ. તેના વકીલ લિંડર્સ કહે છે કે, તમે આ કેસને બીજા એવા અનેક કેસ સાથે જોડીને જોઈ શકો છો. જેમકે, અરગેન્ડા કેસ, જેમાં ક્લાઈમેટ ચેન્જ વિરુદ્ધ નેધરલેન્ડ્સના દરેક વ્યક્તિ તરફથી દાવો કરાયો હતો. અમારો કેસ એ તમામ બાળકો માટે છે, જે ટિકટોકનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...