ભૂકંપ:અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 નોંધાઈ

કેલિફોર્નિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂકંપનું કેન્દ્ર સાન ફ્રાન્સિસ્કો શહેરથી ઉત્તર પશ્ચિમમાં લગભગ 337 કિમી દૂર હતું

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 નોંધવામાં આવી હતી. અમેરિકાના સમય અનુસાર સોમવારે બપોરે 12 વાગે ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર સાન ફ્રાન્સિસ્કો શહેરથી ઉત્તર પશ્ચિમમાં લગભગ 337 કિમી દૂર હતું.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 નોંધવામાં આવી હતી.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 નોંધવામાં આવી હતી.

લગભગ 20 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
US જિયોલોજિકલ સર્વે અનુસાર, સેક્રામેન્ટો અને સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારના રહેવાસીઓએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપથી કોઈ જાનહાનીના અહેવાલ નથી. કેલિફોર્નિયાના એક જનરલ સ્ટોર ઓપરેટર જેન ડેક્સ્ટરે જણાવ્યું હતું કે તેઓએ લગભગ 20 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...