તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 6.11 Lakh New Cases Were Registered Yesterday, 10,586 Deaths; India Was Found To Be 10 Times More Infected Than The US Brazil

કોરોના દુનિયામાં:ગઇકાલે 6.11 લાખ નવા કેસ નોંધાયા, 10,586 મોત; ભારતમાં અમેરિકા-બ્રાઝિલ કરતા 10 ગણા વધુ સંક્રમિત મળી આવ્યા

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કોરોના મુદ્દે સૌથી ખરાબ સ્થિતિ ભારતની છે

દુનિયાભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગઈકાલે દુનિયામાં 6 લાખ 11 હજાર 96 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ દરમિયાન, 10,586 લોકોનાં મોત પણ થયાં. સૌથી ખરાબ સ્થિતિ ભારતની છે. અહીં ગઇકાલે 3.29 લાખ લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતાં. આ આંકડો ગત દિવસે અમેરિકા અને બ્રાઝિલમાં નોંધાયેલા નવા કેસોથી 10 ગણા કરતા પણ વધારે છે. અમેરિકા સોમવારે 30,152 અને બ્રાઝિલમાં 29,240 નવા કેસ નોંધાયા હતા.

કોરોનાથી મોતનો આંકડો 2.5 લાખને પાર
ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક 2.5 લાખને પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ 12 માર્ચ 2020ના રોજ નોંધાયુ હતુ. ત્યાર બાદ 50 હજારના આંકને પાર કરવામાં 156 દિવસનો સમય લાગ્યો. પરંતુ છેલ્લાં 50 હજાર લોકોનાં મોત માત્ર 13 દિવસમાં થયાં. ભારતમાં કોરોના મૃત્યુમાં 30.82% મોત મહારાષ્ટ્રમાં છે. દિલ્હીનો હિસ્સો 7.86%, કર્ણાટકનો 7.63%, ઉત્તર પ્રદેશ 6.28% અને તામિલનાડુમાં 6.36% છે. બાકીના 41.05%માં અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ છે.

WHOએ ઇન્ડિયન વેરિએન્ટને જીવલેણ જણાવ્યો
ભારતમાં મળી આવેલા કોવિડ-19 ના નવા વેરિએન્ટનું નામ વૈજ્ઞાનિકોએ B.1.617 રાખ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ ભારતમાં મળતા આ વેરિએન્ટ પર ચિંતા વ્યક્ત કરી છે. તે જીવલેણ હોવાનું કહેવાય છે. WHOના વૈજ્ઞાનિક મારિયા વેન કાર્કોવે સોમવારે જણાવ્યું હતું કે- અમારી માહિતી અનુસાર, નવો વેરિએન્ટ ઝડપથી ફેલાય છે. એવું લાગે છે કે તે વેક્સિન સાથે પણ વધુ મુકાબલો કરવાનો પ્રયાસ કરે છે. તેથી અમે વૈશ્વિક સ્તરે આ વેરિએન્ટની તપાસ કરી રહ્યા છીએ.

WHOએ પણ આંકડા પર સવાલ ઉઠાવ્યા હતા
WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને સોમવારે કહ્યું હતું કે ભારતમાં સંક્રમણનો દર અને મૃત્યુ દર ચિંતાજનક છે. સ્વામિનાથને ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે ઈન્સ્ટિટ્યૂટ ફોર મેટ્રિક્સ અને ઇવેલ્યુશન (IHME)એ ઓગસ્ટ સુધીમાં 10 લાખ લોકોનાં મોતની વાત હાલના મોડલ અને આંકડાઓના આધારે કહી છે, આ ભવિષ્યનો અંદાજ નથી. એમાં ફેરફાર પણ થઈ શકે છે.

અમેરિકામાં 12 થી 15 વર્ષના કિશોરો માટે વેક્સિનને મંજૂરી આપવામાં આવી
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (US-FDA)એ સોમવારે 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેક (Pfizer-BioNTecch)ની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. હજી સુધી આ વેક્સિન 16 વર્ષથી વધુ વયના લોકોને આપવામાં આવી રહી હતી. આ પહેલા કેનેડાએ આ પ્રથમ બાળકોની વેક્સિનને મંજૂરી આપી ચૂક્યું છે. આવું કરનાર તે વિશ્વનો પહેલો દેશ છે.

અત્યાર સુધી 15.96 કરોડ કેસ
દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 15.96 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 33.17 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 13.72 કરોડ લોકોએ કોરોનાને માટ આપી છે. જો કે હાલમાં, 1.89 કરોડ લોકો સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 1.88 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણો છે અને 1.06 લાખ લોકોની સ્થિતિ ગંભીર છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

33,515,308

596,179

26,507,427

ભારત

22,991,927

250,025

19,021,207

બ્રાઝિલ

15,214,030

423,436

13,759,125

ફ્રાન્સ

5,780,379

106,684

4,917,101

તુર્કી

5,044,936

43,311

4,743,871

રશિયા

4,888,727

113,647

4,502,906

બ્રિટન

4,437,217

127,609

4,250,699

ઈટાલી

4,116,287

123,031

3,619,586

સ્પેન

3,581,392

78,895

3,274,808

જર્મની

3,535,354

85,481

3,196,900

​​​​​​​

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)