• Gujarati News
  • National
  • 61% Of People In The Country Are Willing To Take The Third Dose Of The Vaccine In 6 Months

ચિત્ર બદલાયું:દેશમાં 61 ટકા લોકો 6 મહિનામાં રસીનો ત્રીજો ડોઝ લેવા માટે ઇચ્છુક

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ખચકાટ હતો, હવે લોકોમાં વેક્સિન લેવાનો ટ્રેન્ડ વધ્યો

કોરોનાથી રક્ષણ માટે જારી રસીકરણમાં ભારતે 100 કરોડ ડોઝનો મોટો મુકામ પાર કરી લીધો છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાનાં ગંભીર જોખમો ઘટાડવામાં વેક્સિન ખૂબ જ કારગત છે. વેક્સિન લીધી હોય તેમને આઇસીયુમાં દાખલ થવાનું અને મોતનું જોખમ ઘણું ઘટી જાય છે. શરૂમાં વેક્સિનને લઇને લોકોમાં ખચકાટ હતો પણ હવે તેવું નથી.

લોકલ સર્કલના જણાવ્યાનુસાર ચાલુ મહિનાની શરૂઆતમાં થયેલા એક સરવેનાં તારણો મુજબ ભારતના 94 કરોડ પુખ્તોમાંથી માત્ર 7 કરોડ જ વેક્સિન લેતાં ખચકાઇ રહ્યા છે. 6 મહિનાથી ચાલતા આ મહાઅભિયાનમાં 70 કરોડથી વધુ લોકો પહેલો અને 30 કરોડ લોકો બીજો ડોઝ લઇ ચૂક્યા છે. આવનારા થોડા મહિનામાં વધુ 17 કરોડ લોકો પહેલો ડોઝ લઇ લેશે.

સંસ્થાએ ત્રીજા ડોઝ અંગે હાથ ધરેલા સ્ટડી મુજબ, જો આગામી 6 મહિનામાં ત્રીજો ડોઝ મળે તો 61% લોકો તે લેવા માટે તૈયાર છે. 27%એ કહ્યું કે કોરોના અગાઉની જેમ ફેલાવા લાગશે તો તેઓ પણ ત્રીજો ડોઝ લેશે. માત્ર 6% લોકો ત્રીજો ડોઝ લેવા ઇચ્છુક નથી. માત્ર 12% લોકોએ ત્રીજો ડોઝ લેવા અંગે ખચકાટ દર્શાવ્યો.

પ્રોટોકોલમાં શિથિલતાને કારણે ત્રીજો ડોઝ જરૂરી
સરવેમાં મોટા ભાગના લોકોએ કહ્યું કે કોરોનાનું હજુ પણ જોખમ છે. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. જોકે, તે બાબતે હાલ થોડી શિથિલતા જોવા મળી રહી છે, જેના કારણે જ એવી આશંકા છે કે કેટલાક મહિના બાદ કેસ ફરી વધી શકે છે. લોકોનું એમ પણ માનવું છે કે અર્થતંત્રની તમામ પ્રવૃત્તિઓ અનલૉક કરાઇ રહી છે અને સંપૂર્ણ હાજરી સાથે ચાલતી સ્કૂલોમાં કોરોના ફેલાવાની આશંકા રહેશે. તેથી ત્રીજો ડોઝ મળી જાય તો તે લઇને લોકો સુરક્ષિત રહેવા ઇચ્છશે.

USમાં મોડર્ના, જોનસન એન્ડ જોનસનના બુસ્ટર ડોઝને મંજૂરી
અમેરિકામાં એફડીએએ મોડર્ના અને જોનસન એન્ડ જોનસન કોવિડ વેક્સિનના બુસ્ટર ડોઝને મંજૂરી આપી દીધી છે, જે બે ડોઝવાળી મોડર્નાની વેક્સિનના ત્રીજા ડોઝ તરીકે અને એક ડોઝવાળી જોનસન એન્ડ જોનસનની વેક્સિનના બીજા ડોઝ તરીકે અપાશે. સરકાર નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને સુરક્ષા આપવા માગે છે.