તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 60 Killed, More Than 150 Wounded, Including 4 US Commandos; Suspecting An ISIS Khurasan Group Attack, The Taliban Called The Incident A Terrorist Attack

કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા:12 યુએસ કમાન્ડો સહિત 80નાં મોત, 200થી વધુ ઘાયલ, ISISના ખુરાસાન ગ્રુપે લીધી જવાબદારી, બાઇડને કહ્યું-હુમલાખોરોને છોડીશું નહીં

એક મહિનો પહેલા
  • ઈટાલીના વિમાન પર પણ ફાયરિંગ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટની સામે ગુરુવારે સાંજે બે આત્મઘાતી હુમલા થયા હતા. અમેરિકન અખબાર ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં 80 લોકોનાં મોત થયાં છે અને 200થી વધુ ઘાયલ છે.

ન્યૂઝ એજન્સીના હિસાબે, આતંકી સંગઠન ISISના ખુરાસાન ગ્રુપે હુમલાની જવાબદારી લીધી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું હતું કે મરનારાઓમાં 12 મરીન કમાન્ડો સામેલ છે, જ્યારે 15 ઘાયલ છે. કાબુલ એરપોર્ટથી તમામ ફ્લાઈટ ઓપરેશન્સ બંધ કરી દેવાયાં છે.

ભાસ્કર સૂત્રોના જણાવ્યા અનુસાર, વધુ 3 બ્લાસ્ટ થયાના અહેવાલો મળ્યા છે. જોકે આ બ્લાસ્ટ એરપોર્ટ પાસે જ થયા છે કેમ એ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. દારુલઅમન વિસ્તારમાં જબરદસ્ત ગોળીબારના પણ અહેવાલો છે. તો ફોક્સ ન્યૂઝે કહ્યું હતું કે મૃત્યુને ભેટેલા લોકોમાં 12 અમેરિકી મરીન કમાન્ડો સામેલ છે. કાબુલ એરપોર્ટથી તમામ ફ્લાઈટનું ઓપરેશન બંધ કરી દેવાયું છે. પેન્ટાગોને આતંકી સંગઠન ISIS ખુરાસન પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

આ વચ્ચે રશિયન મીડિયાના એક રિપોર્ટરે સમાચાર આપ્યા કે એરપોર્ટના ડાયરેક્શનમાં વધુ એક વિસ્ફોટના સમાચાર મળ્યા છે. જોકે આ એરપોર્ટની પાસે જ થયો કે નહીં એ જાણી શકાયું નથી, કેમ કે રિપોર્ટરે પોતે જણાવ્યું હતું કે એ એરપોર્ટથી 7 કિલોમીટર દૂર છે.

અમેરિકી રક્ષામંત્રાલયે પેન્ટાગોનને કહ્યું- ગુરુવારે હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટના અબ્બે ગેટ પર પહેલો બ્લાસ્ટ થયો, જેના થોડા સમય પછી એરપોર્ટ નજીક બૈરન હોટલની પાસે બીજો બ્લાસ્ટ થયો. મળતી માહિતી મુજબ, આ હોટલમાં બ્રિટનના સૈનિકો રોકાયા છે. પેન્ટાગોન મુજબ, એરપોર્ટની બહાર ત્રણ સંદિગ્ધ જોવા મળ્યા હતા, જેમાંથી બે આત્મઘાતી હુમલાખોર હતા, જ્યારે ત્રીજો ગન લઈને આવ્યો હતો. કાબુલ એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વિસ્ફોટના ધડાકાઓને પગલે ભાગદોડ જોવા મળી હતી. મૃત્યુઆંક હજુ વધુ એવી શક્યતા છે.

અપડેટ્સ
- બ્રિટન અને અમેરિકાએ કહ્યું હતું કે કાબુલ વિસ્ફોટ પછી પણ લોકોને એરલિફ્ટ કરાવવાનું કામ યથાવત્ રહેશે. ભારતે બ્લાસ્ટની નિંદા કરી છે.
- જર્મનીએ હવે વધુ લોકોને એરલિફ્ટ કરાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે બ્લાસ્ટમાં ઘાયલ લોકો માટે તેણે પોતાનું એક ઈમર્જન્સી પ્લેન એરપોર્ટ પર તહેનાત રાખ્યું છે.
- તાલિબાને તુર્કીના હેબટર્ક ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું કે વિદેશી સેના નિશ્ચિત સમયમાં કાબુલ છોડી દેશે. અમે વધુ આતંકી હુમલાઓ જોવા નથી માગતા.
- કાબુલ એરપોર્ટની પાસે હુમલા પછી બ્રિટને એરલાઇન્સને અફઘાનિસ્તાનની ઉપર 25,000 ફૂટથી નીચે ઉડાન ન ભરવાના નિર્દેશ આપ્યા છે.

તાલિબાને પણ આતંકી હુમલો હોવાનું જણાવ્યું
તાલિબાને અત્યારસુધીમાં 15 લોકોનાં મોત થયા હોવાની પુષ્ટિ કરી છે, જેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. તાલિબાને આ ઘટનાને આતંકીહુમલો ગણાવ્યો છે. એરપોર્ટમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેના ખોળામાં જ એક બાળકનું મોત નીપજ્યું.

બે વિસ્ફોટને પગલે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.
બે વિસ્ફોટને પગલે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.

એક અમેરિકી નાગરિકનું પણ મોત
રશિયન મીડિયા સ્પુતનિકે 13 લોકો માર્યા હોવાનો દાવો કર્યો છે. ભાસ્કરનાં સૂત્રો મુજબ, એરપોર્ટની પાસે બૈરન હોટલની નજીક વિસ્ફોટ થયો છે, જ્યારે બીજો વિસ્ફોટ એરપોર્ટના અબ્બે ગેટની નજીક થયો છે. અહીં અમેરિકી સૈનિક તહેનાત હતા.

એરપોર્ટ પાસેનું નાળું લાશો અને ઘાયલોથી ઊભરાયું
મીડિયા રિપોર્ટ મુજબ, એરપોર્ટ પાસેના નાળામાં લાશો અને ઘાયલોથી ઊભરાઈ ગયું હતું. અહીં પાણીમાં મૃતદેહ પડ્યા હતા. લોકો પોતાના લોકોને શોધી રહ્યા હતા. એક દિવસ પહેલાં જ આ નાળાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં લોકોની ભીડ હતી. લોકો એરપોર્ટની અંદર જવા માટે નાળામાં ઊભા હતા. આજે પણ કંઈક આવી જ સ્થિતિ હતી.

તમામ વિમાનોની સુરક્ષા નાટોના સૈનિકોના હાથોમાં
બ્રિટનના રક્ષા મંત્રાલયે બે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાબુલ એરપોર્ટની તમામ ઉડાન રદ કરી દેવાઈ છે. તમામ વિમાનોને નાટોની સેનાએ પોતાની સુરક્ષામાં લઈ લીધા છે. CNN મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને હુમલાની માહિતી આપી દેવાઈ છે. મીડિયા રિપોટ્સ મુજબ આ ફિદાયીન હુમલો હતો અને હુમલાખોરના નિશાને અમેરિકી અને બ્રિટિશ સૈનિકો હતા. આ ઉપરાંત ઈટાલીના એક એરક્રાફ્ટ પર ફાયરિંગના સમાચાર છે. આ એરક્રાફ્ટમાં ઈટાલી ઉપરાંત અન્ય કેટલાક દેશોના નાગરિકો પણ હતા.

બાઈડને ઈમર્જન્સી મીટિંગ બોલાવી
કાબુલ એરપોર્ટ પર બે વિસ્ફોટ ધમાકાઓ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનને આ અંગે માહિતી આપવામાં આવી. CBS ન્યૂઝે વ્હાઈટ હાઉસના એક સૂત્રના અહેવાલથી જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ અને તેમની નેશનલ સિક્યોરિટી ટીમ એક કલાક સુધી સિચ્યુએશન રૂમમાં મીટિંગ કરી રહી છે. વિદેશમંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષામંત્રી લોયલ ઓસ્ટિન પણ આ મીટિંગમાં હાજર છે. આ ઉપરાંત જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ જનરલ માર્ક પણ રાષ્ટ્રપતિની સાથે છે. માનવામાં આવે છે કે અફઘાનિસ્તાન પર કંઈક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.

ટ્રમ્પની પાર્ટીએ કહ્યું- બાઈડનના હાથ લોહીથી ખરડાયેલા છે
કાબુલ એરપોર્ટમાં વિસ્ફોટ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સિનેટર અને પૂર્વ પ્રવક્તા ડેન ક્રેનશોએ પ્રેસિડન્ટ બાઈડન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું- મિસ્ટર પ્રેસિડન્ટ હવે આ મામલાને સંભાળો, જેને તમે જ ઊભી કરી છે. આ સમસ્યાથી ભાગવાનો પ્રયાસ ન કરો. તમારા હાથ લોહીથી રંગાયેલા છે. આપણે હજુ જંગના મેદાનમાં છીએ. આને યુદ્ધનો અંત સમજવાની ભૂલ ન કરતા. તમે દુશ્મનને વધુ એક ફાયદાકારક તક આપી છે.

એરપોર્ટ ન જાય અમેરિકી નાગરિક
બ્લાસ્ટના લગભગ અડધા કલાક પછી જ અમેરિકાએ પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટ ન જવાની અને આ વિસ્તારથી દૂર રહેવાની એડવાયઝરી જાહેર કરી છે. કાબુલ સ્થિત અમેરિકી એમ્બેસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ એડવાયઝરી શેર કરી છે. ખાસ વાત એ છે કે બુધવારે જ એક અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે જો અફઘાનિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં કોઈ અમેરિકી છે તો તેઓ તાત્કાલિક એમ્બેસીનો સંપર્ક કરીને કાબુલ એરપોર્ટ પહોંચે.

વિસ્ફોટથી ધણધણી ઊઠ્યું કાબુલ એરપોર્ટ.
વિસ્ફોટથી ધણધણી ઊઠ્યું કાબુલ એરપોર્ટ.

તાલિબાને વોર્નિંગ આપી હતી.
આ પહેલાં તાલિબાને અમેરિકાને ચેતવણી આપી હતી કે 31 ઓગસ્ટ સુધીમાં કોઈપણ કાળે તેઓ દેશ છોડી દે. અમેરિકાએ પણ નિશ્ચિત સમયમાં દેશમાંથી સેના હટાવવાની વાત કરી હતી. જોકે આજે જ વ્હાઈટ હાઉસે 31 પછી પણ જો જરૂર લાગશે તો રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવવાની જાહેરાત કરી હતી. જો કે તાલિબાનના સ્પોક્સપર્સને આ વાતનો ઈનકાર કર્યો હતો કે કાબુલ એરપોર્ટ પર કોઈ પણ પ્રકારના આતંકી હુમલાની આશંકા છે.

બ્લાસ્ટમાં ઈજાગ્રસ્તોને આ રીતે ટ્રોલીમાં લઈ જવાયા.
બ્લાસ્ટમાં ઈજાગ્રસ્તોને આ રીતે ટ્રોલીમાં લઈ જવાયા.

હુમલાની શક્યતા વ્યક્ત કરી હતી
કાબુલ એરપોર્ટમાં ભાગદોડ જોવા મળી રહી છે. આ વચ્ચે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને આજે જ કાબુલ એરપોર્ટમાં આતંકી હુમલો થશે એવી શક્યતા દાખવી પોતાના નાગરિકોને હાલ કાબુલ એરપોર્ટ પર નહીં જવાની તેમજ જે લોકો ત્યાં હાજર છે તેમને તાત્કાલિક ત્યાંથી અન્ય સ્થાને ખસી જવાની સૂચના આપી હતી

કાબુલ સ્થિત અમેરિકી એમ્બેસીએ કહ્યું હતું કે જેઓ કાબુલ એરપોર્ટના અબ્બે ગેટ, ઈસ્ટ ગેટ કે નોર્થ ગેટ પર હાજર છે તેઓ તાત્કાલિક ત્યાંથી હટી જાય અને આગામી સૂચનાની રાહ જુએ. તો બ્રિટને પણ આશંકા વ્યક્ત કરી હતી કે ISIS કાબુલ એરપોર્ટમાં હુમલો કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...