તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • 60 70 Thousand Cases Were Reported Every Day In The UK, Now Only 2 Thousand; Wearing Masks Also Ended In Israel, Dropping 80% Of Cases In The US

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 દેશમાં વેક્સિને અટકાવી કોરોનાની ગતિ:UKમાં દરરોજ 60-70 હજાર કેસ નોંધાતા હતા, હવે માત્ર 2 હજાર જ; ઇઝરાયેલમાં માસ્ક પહેરવાનું પણ થયું સમાપ્ત, અમેરિકામાં 80% કેસ ઘટ્યા

18 દિવસ પહેલા
  • દુનિયાભરના એક્સપર્ટ્સ પણ માને છે કે વધુમાં વધુ વેક્સિનેશન દ્વારા જ કોરોનાને અટકાવી શકાય છે
  • અનેક દેશોમાં વેક્સિનેશન બાદ નવા કેસોમાં ઘટાડો આવ્યો

ભારત હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. સમગ્ર દેશમાં હાલાકીનો માહોલ છે. થોડા સમય પહેલાં વિશ્વના બાકીના વિકસિત દેશોમાં પણ આવી જ સ્થિતિ હતી. ઉદાહરણ તરીકે બ્રિટન, સ્પેન, અમેરિકા, ઇઝરાયેલ, ઇટાલી જેવા દેશોમાં પણ કોરોનાની ગતિ આટલી જ ઝડપી હતી, જેટલી ભારતમાં છે. આ દેશોમાં પણ મેડિકલ સુવિધાઓ ઓછી થઈ ગઈ હતી. બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, પીપીઇ કિટનું સંકટ આવી ગયું હતુ, પરંતુ હવે આ દેશોમાં પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઇ ગઈ છે. આનું એકમાત્ર કારણ છે વેક્સિનેશન.

દુનિયાભરના એક્સપર્ટ્સ પણ માને છે કે વધુમાં વધુ વેક્સિનેશન દ્વારા જ કોરોનાને અટકાવી શકાય છે. અમને વિશ્વના 6 દેશમાં વેક્સિનેશનનાં સકારાત્મક પરિણામો મળ્યાં છે. અમે તમને એવા જ દેશોની પરિસ્થિતિથી રૂબરૂ કરાવીશું. અમે તમને જણાવીશું કે અહીં પરિસ્થિતિ શું હતી અને મોટા પાયે વેક્સિનેશન બાદ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ ...?

ફોટો બ્રિટનનો છે. અહીં વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત રસ્તા વચ્ચે પણ લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે.
ફોટો બ્રિટનનો છે. અહીં વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત રસ્તા વચ્ચે પણ લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે.

UKની 49% વસતિને વેક્સિન લગાવાઈ; 97% ઘટી ગયા કેસ
વેક્સિનેશનનાં પોઝિટિવ પરિણામનું સૌથી મોટું ઉદાહરણ UK એટલે કે બ્રિટન છે. અહીં ગયા વર્ષે 8 ડિસેમ્બરથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થઈ હતી. ત્યારે દેશભરમાં દરરોજ 60થી 70 હજાર નવા કોરોના કેસ નોંધાતા હતા. હોસ્પિટલોમાં બેડ ઓછાં પડી રહ્યાં હતાં. ત્યાં દરરોજ 1000-1200 લોકો મૃત્યુ પામતા હતા, પરંતુ જેમ-જેમ વેક્સિનેશન ઝડપી થતાંની સાથે પરિસ્થિતિ બદલાવા લાગી. ફેબ્રુઆરી બાદથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે દરરોજ ફક્ત એકથી બે હજાર લોકો જ પોઝિટિવ મળી રહ્યા છે, જ્યારે 15થી 20 લોકોનાં મોત થઈ રહ્યાં છે. સમગ્ર દેશમાં લગભગ તમામ પ્રકારના પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા છે. સ્કૂલો અને કોલેજો પહેલાંની જેમ જ ખૂલી ગઈ છે.

ફોટો ઇઝરાયેલનો છે. અહીં હવે લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે. સંક્રમણના કેસોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ફોટો ઇઝરાયેલનો છે. અહીં હવે લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે. સંક્રમણના કેસોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ઈઝરાયેલમાં સૌથી વધુ 61% વસતિને વેક્સિન આપવામાં આવી
ઇઝરાયેલમાં હવે માસ્ક પહેરવાની આવશ્યકતા દૂર કરી દેવામાં આવી છે. મતલબ કે લોકો માસ્ક વિના ફરી રહ્યા છે. શાળા-કોલેજ, વેપાર-ધંધો ફરી ખૂલી ગયાં છે. બજારો ખૂલી રહ્યાં છે, પ્રવાસીઓ આવી રહ્યા છે. એનો અર્થ એ થયો કે ઇઝરાયેલે લગભગ કોરોનાને પરાજિત કરી દીધો છે. આ બધું શક્ય બન્યું છે, કારણ કે અહીં અત્યારસુધીમાં 61% વસતિને વેક્સિન અપાઇ ચૂકી છે. આગામી બેથી ત્રણ મહિનામાં 90%ને પાર કરવાનું લક્ષ્ય છે. અહીં પહેલાં 10થી 11 હજાર લોકો પોઝિટિવ મળી રહ્યા હતા. હવે ભાગ્યે જ 100 લોકો સંક્રમિત મળી રહ્યા છે, જ્યારે દરરોજ એક કે બે મૃત્યુ થઇ રહ્યાં છે.

ફોટો અમેરિકાના ન્યૂયોર્ક સ્ટેટનો છે. અહીં મોટા પાયે વેક્સિનેશન થઈ રહ્યું છે. આને પરિણામે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.
ફોટો અમેરિકાના ન્યૂયોર્ક સ્ટેટનો છે. અહીં મોટા પાયે વેક્સિનેશન થઈ રહ્યું છે. આને પરિણામે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.

અમેરિકામાં ભારત જેવી સ્થિતિ હતી, વેક્સિનેશન બાદ 80% કેસ ઘટ્યા
ભારતમાં જે પરિસ્થિતિ છે, એવી જ સ્થિતિ સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી અમેરિકામાં હતી. દરરોજ 1થી 3.07 લાખની વચ્ચે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા હતા. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાઇ હતી. જે રીતે ભારતમાં નેતાઓની રેલીઓમાં ભારે ભીડ ઊમટી પડતી હતી, એ જ રીતે લોકોની ભારે ભીડ ત્યાં પણ થતી હતી. મોટા ભાગના લોકો માસ્ક પણ પહેરતા ન હતા. દરરોજ 2થી 6 હજારની વચ્ચે લોકોનાં મોત થઈ રહ્યાં હતાં, પરંતુ સમગ્ર દેશે હાર માની ન હતી. વેક્સિનેશન ઝડપી બન્યું. હવે સ્થિતિ એ છે કે અહીંની 39.56% વસતિને વેક્સિન અપાઇ ચૂકી છે. એનાથી સંક્રમણના દરમાં 80% ઘટાડો થયો છે. પહેલાં જ્યાં દરરોજ 1-3 લાખ દર્દી મળી આવ્યા હતા, હવે 50-60 હજાર દર્દી મળી રહ્યા છે.

ફોટો સ્પેનનો છે. અહીં કોરોના કેસોમાં ઘટાડો થયા પછી સરકારે 7 દિવસના લોકડાઉનને પણ સમાપ્ત કરી દીધું છે, જ્યારે વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવી દીધી છે.
ફોટો સ્પેનનો છે. અહીં કોરોના કેસોમાં ઘટાડો થયા પછી સરકારે 7 દિવસના લોકડાઉનને પણ સમાપ્ત કરી દીધું છે, જ્યારે વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવી દીધી છે.

સ્પેન, ફ્રાન્સ અને જર્મનીમાં પરિસ્થિતિમાં સુધારો
વેક્સિનેશનને કારણે સ્પેન, ફ્રાન્સ અને જર્મનીમાં પણ પરિસ્થિતિ સુધરવાની શરૂઆત થઈ છે. સ્પેનમાં જાન્યુઆરી સુધીમાં 25-30 હજાર કેસ નોંધાતા હતા, હવે અહીં 8-10 હજાર લોકો પોઝિટિવ મળી રહ્યા છે. અહીં હજી 20% જ વેક્સિનેશન થયું છે. એ જ રીતે ફ્રાન્સમાં અત્યારસુધીમાં 18.73% લોકોને વેક્સિન આપવામાં આવી છે. અહીં એપ્રિલની શરૂઆતમાં એક જ દિવસમાં 60 હજાર દર્દી મળી આવ્યા છે, હવે એ ઘટી રહ્યા છે. હવે દરરોજ 25-30 હજાર કેસ સામે આવી રહ્યા છે. જર્મનીમાં હાલમાં 20.07% વસતિને વેક્સિન આપવામાં આવી છે. આની અસર એ છે કે અહીં મૃત્યુની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાન્યુઆરી સુધી દરરોજ જ્યાં એકથી દોઢ હજાર દર્દીઓ મૃત્યુ પામી રહ્યા હતા, જ્યારે હવે 200-400 લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે.

ભારતમાં પણ જોવા મળી વેક્સિનેશનની પોઝિટિવ અસર
આપણા દેશમાં આ સમયે બે પ્રકારની વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ કોવિશીલ્ડ અને બીજો કોવેક્સિન. આ બંને વેક્સિનની અસર પણ દેખાવા લાગી છે. અત્યારસુધીમાં કોવિશીલ્ડ 11.6 કરોડથી વધુ લોકોને આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રથમ ડોઝ લગાવ્યા પછી 17,145 લોકોને સંક્રમણ લાગ્યું છે, જ્યારે બીજો ડોઝ લગાવ્યા પછી આ સંખ્યા ઘટીને 5014 થઈ ગઈ છે. એ પ્રમાણે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી 4208 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા, જ્યારે બીજા ડોઝ લીધા પછી માત્ર 695 લોકો પોઝિટિવ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો