જાપાન ગામડાઓમાં વસવા માટે પૈસા આપે છે:દરેક બાળક દીઠ 6 લાખ રૂપિયા, તેમ છતાં લોકો શહેર છોડવા રાજી નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જાપાનામાં ઝડપથી વધી રહેલી વસતીના કારણે સરકાર રાજધાની ટોક્યો સહિત અન્ય મહાનગરોને છોડવા માટે દરેક બાળક દીઠ 6 લાખ 36 હજાર રૂપિયા આપી રહી છે. જેથી તે ગ્રામીણ વિસ્તારોમાં જઈ તેમનું ઘર બનાવી શકે.

જાપાનની સરકારનું કહેવું છે કે યુવાન પેરેંટ્સ જો ટોક્યો છોડી ક્યાંક બીજે સ્થાયી થાય છે તો તેમને બીજી અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. સરકારને આશા છે કે વર્ષ 2027 સુધી 10 હજાર લોકો ટોક્યોથી ગ્રામીણ વિસ્તારોમાં જતા રહેશે.

ભારત, ચાઈના, જાપાન વધતી વસતિથી ચિંતિત
વિશ્વમાં કેટલાક દેશો વધતી વસતિથી ચિંતિત છે. જેમાં ભારત, ચાઈના અને જાપાન જેવા દેશ સામેલ છે. રાજધાની દિલ્હીથી લઈ બેઈજીંગ અને ટોક્યોમાં લોકોની વસતી ઝડપથી વધી રહી છે. આ વધતી વસતિને ઓછી કરવા માટે જાપાન સરકારે રસપ્રદ અને એક અલગ રીતનો પ્રયાસ કર્યો છે.

એક રિપોર્ટ અનુસાર, ટોક્યો વિશ્વનું સૌથી મોટું શહેર છે, જેની વસતિ અંદાજીત 3.8 કરોડ જેટલી છે. સરકારી આંકડા અનુસાર, જાપાનની વસતીમાં ઝડપથી પરિવર્તન જોવા મળી રહ્યું છે. બાળકોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને 65થી વધુ ઉંમરના લોકોની સંખ્યા વધી રહી છે. એટલું જ નહીં, સરકારના તમામ પ્રયત્ન બાદ પણ બાળકોની સંખ્યામાં વધારો નથી થઈ રહ્યો.

ગામડાઓમાં ચાઈલ્ડકેર સુધી પહોંચવું સરળ બનાવાયું
​​​​​​​
જાપાનમાં ખાલી થઈ ચૂકેલા તાલુકા અને ગામડાઓમાં ગ્રામીણ જીવન માટે લોકોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. જેની માટે ચાઈલ્ડકેર સુધી પહોંચવું સરળ બનાવવામાં આવી રહ્યું છે. નાગાનો પ્રાંતના ઓટારી ગામમાં ઘણા લોકો રહે છે. આ ક્ષેત્રોને ફરીથી મજબૂત કરવા માટે નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

શહેર છોડી જવાવાળા લોકોને રોજગારીમાં મદદ
જે લોકો શહેર છોડીને જઈ રહ્યા છે, સરકાર તેમને રોજગાર જમાવવા માટે પણ આર્થિક મદદ કરી રહી છે. જોકે વર્ષ 2021 માત્ર 2 હજાર 400 લોકોએ જ આ સ્કિમ પસંદ કરી છે. એટલે ટોક્યોની વસતીના માત્ર કુલ 0.006% લોકો.

અન્ય સમાચારો પણ છે...