• Gujarati News
  • International
  • 6 Bodies Of The Same Family Were Found From A Car, See In 10 Pictures How The Celebration Turned Out To Be Fatal

પાકિસ્તાનની મરી દુર્ઘટના:એક કારમાંથી એક જ પરિવારના 6 મૃતદેહ મળ્યા, 10 તસવીરોમાં જુઓ ઉજવણી કેવી રીતે જીવલેણ બની ગઈ

ઈસ્લામાબાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે હિમવર્ષાના કારણે લોકો કારમાં જ ફસાઈ ગયા હતા

પાકિસ્તાનની રાજધાનીથી માત્ર એક કલાકના અંતરે મરી હિલ સ્ટેશન આવેલુ છે. તેને અંગ્રેજો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. અહીં દર વર્ષે હિમવર્ષા થાય છે અને દર વર્ષે અહીં મોટા ભાગે શ્રીમંત વર્ગના લોકો હિમવર્ષાનો આનંદ માણવા આવે છે. વડાપ્રધાન ઈમરાન ખાન પણ મરીના નથિયાગઢીમાં રજાઓ માણવા જાય છે. આ વખતે નવા વર્ષ પછી જ હિમવર્ષા શરૂ થઈ હતી. શુક્રવારથી લોકો અહીં પહોંચી રહ્યા હતા.

જો કે પ્રવાસીઓ વધતાં વાહનો પણ વધ્યા છે. કોઈ વ્યવસ્થા નહોતી. તો ભારે હિમવર્ષાના કારણે લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. શ્વાસ રૂંધાવાથી 26 લોકોના મોત થયા હતા. 12 અત્યંત ગંભીર છે. કારમાંથી એક જ પરિવારના 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાંથી 3 બાળકો હતા. અહીં 10 ફોટામાં જુઓ કે મરીમાં કેવી સ્થિતિ હતી. સેનાએ અમુક અંશે કમાન સંભાળી લીધી છે.

પાકિસ્તાન સરકાર ભલે ગમે તેવો દાવો કરે પરંતુ રવિવારે પણ મરીમાં સ્થિતિ સામાન્ય થઈ શકી નથી. હજુ પણ ઈસ્લામાબાદ તરફ જતા રસ્તાઓ પર 10 હજારથી વધુ વાહનો અટવાયા છે.

મરી બે મહત્વપૂર્ણ માર્ગો સાથે જોડાય છે. પહેલો રસ્તો ઈસ્લામાબાદ તરફ અને બીજો સૈન્ય કેમ્પ રોડ તરફ જાય છે. તે બંને રસ્તાઓ સંપૂર્ણપણે ખુલ્લા થયા નથી. અહીં હજુ પણ વાહનો ફસાયેલા છે.

મરી તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં માત્ર સેના અને બચાવ દળના સભ્યો જ દેખાય છે. ખાસ વાત એ છે કે તેમની પાસે બરફ પર ચાલતી ગાડીઓ પણ નથી. તેઓ પગપાળા જ પરિસ્થિતિને સંભાળી રહ્યા છે.

આ કારમાં બે લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા અનુસાર માર્યા ગયેલા બંને લોકો પતિ-પત્ની હતા. ભારે મુશ્કેલીઓથી તેમના મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આ કાર સંપૂર્ણપણે બરફમાં દટાઈ ગઈ હતી અને તેનું પેટ્રોલ પણ પુરુ થઈ ગયું હતું.

હજુ પણ આવા અનેક વાહનો મરીમાં બરફમાં ફસાયેલા છે. સેના બચાવ કાર્ય કરી રહી છે, પરંતુ તેની પાસે સાધનોનો અભાવ છે. આ સિવાય હજુ પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાકિસ્તાની સૈનિક બાળકીને હાથમાં ઉઠાવીને સુરક્ષિત સ્થાન તરફ લઈ જઈ રહ્યા છે. મોટાભાગના લોકોને આર્મી કેમ્પમાં મોકલવામાં આવી રહ્યા છે. જેમાં કેટલાક વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મરીમાં હજુ પણ કેટલાક વાહનો મળી રહ્યા છે, જેને તેમના માલિકો છોડીને ચાલ્યા ગયા છે, કારણ કે તેમની પાસે પેટ્રોલ પણ સમાપ્ત થઈ ગયું હતું. તેને દૂર કરવાનું ખૂબ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.

આ કારને પાકિસ્તાનના સચિવ સ્તરના અધિકારીની જણાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બચાવમાં પણ શ્રીમંતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્થાનિક હોટેલોએ ભાડામાં 10 ગણો વધારો કર્યો છે.

રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યુ છે.
રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...