તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમુદ્ર માર્ગે વિશ્વ ભ્રમણની સ્પર્ધા:‘વેન્ડી ગ્લોબ’ સ્પર્ધામાં 6 સાહસિક મહિલા પણ સામેલ

પેરિસ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્પર્ધકો ફ્રાન્સથી પોતાની યાત્રા શરૂ કરે છે અને તેમણે સમુદ્ર માર્ગે વિશ્વભ્રમણ કરીને અહીં જ પાછા આવવાનું હોય છે. તેઓ નોર્થ અને સાઉથ એટલાન્ટિક હાઈ પ્રેશર સિસ્ટમની મદદથી સાહસ ખેડે છે. સ્પર્ધકો એટલાન્ટિક સમુદ્રથી શરૂ કરીને હિંદ મહાસાગર અને ત્યાંથી ન્યૂઝીલેન્ડ થઈને પેસિફિક સમુદ્ર પાર કરી ફરી પાછા ફ્રાન્સ પહોંચે છે. - Divya Bhaskar
સ્પર્ધકો ફ્રાન્સથી પોતાની યાત્રા શરૂ કરે છે અને તેમણે સમુદ્ર માર્ગે વિશ્વભ્રમણ કરીને અહીં જ પાછા આવવાનું હોય છે. તેઓ નોર્થ અને સાઉથ એટલાન્ટિક હાઈ પ્રેશર સિસ્ટમની મદદથી સાહસ ખેડે છે. સ્પર્ધકો એટલાન્ટિક સમુદ્રથી શરૂ કરીને હિંદ મહાસાગર અને ત્યાંથી ન્યૂઝીલેન્ડ થઈને પેસિફિક સમુદ્ર પાર કરી ફરી પાછા ફ્રાન્સ પહોંચે છે.

માત્ર સ્પર્ધાની વિગતો જાણીને જ ધ્રૂજારી છુટી જાય તેવી સમુદ્ર માર્ગે બોટમાં વિશ્વ ભ્રમણ કરવાની સ્પર્ધામાં આ વર્ષે 6 સાહસિક મહિલાઓ પણ ભાગ લઈ રહી છે. ‘વેન્ડી ગ્લોબ’ નામની આ વિશ્વની મોસ્ટ ચેલેન્જિંગ રેસ ‘એવરેસ્ટ ઓફ ધ સી’ તરીકે ઓળખાય છે. 26,000 નોટિકલ માઈની આ સ્પર્ધામાં ત્રણ મહિનામાં એક પણ સ્ટોપ કર્યા વગર સમુદ્નના માર્ગે વિશ્વ ભ્રમણ કરવાનું હોય છે. વર્ષ 2016-17માં આર્મેલ લી ક્લીચે 74 દિવસમાં ભ્રમણ કરીને રેસ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. બોટમાં સ્પર્ધક સિવાય બીજો કોઈ વ્યક્તિ હોતો નથી. તેણે જાતે જ પવનની મદદથી બોટ ચલાવવાની હોય છે.

આ વખતે કુલ 33 સ્પર્ધક ભાગ લઈ રહ્યા છે, જેમાં 6 સાહસિક મહિલાઓ પણ છે. 51 વર્ષની મિરાન્ડા મેરોન સૌથી મોટી વયની મહિલા છે, જ્યારે 30 વર્ષની ક્લેરિસ ક્રેમર સૌથી નાની વયની સ્પર્ધક છે. 46 વર્ષની સામન્થા આ રેસમાં ત્રીજી વખત ભાગ લઈ રહી છે. જોકે, હજુ સુધી એક પણ મહિલા આ રેસ જીતી નથી. 2000-01માં એલેન મેક આર્થર બીજા નંબરે રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો