તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 5G T shirt Will Send Your ECG, Blood Pressure To Doctor In Real Time, Cinema Will Be Visible Only Through Glasses

ભાસ્કર વિશેષ:5જી ટી-શર્ટ તમારું ઈસીજી, બ્લડપ્રેશર ડૉક્ટરને રિયલ ટાઈમ મોકલશે, ચશ્મામાં જ સિનેમા દેખાશે

બાર્સેલોના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયાના સૌથી મોટા ટેક ઈવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસની સ્પેનના બાર્સેલોનામાં શરૂઆત થઈ ગઈ છે. 1 જુલાઈ સુધી ચાલનારી આ ઈવેન્ટમાં ટેક દિગ્ગજ કંપનીઓ ઈનોવેટિવ ટેક્નોલોજી ધરાવતા હાઈટેક મોબાઈલ, સ્માર્ટ ટીવી, લેપટોપ, સ્માર્ટ વૉચ અને બીજા હાઈટેક ગેજેટ્સ રજૂ કરશે. આ વખતે પણ તે વર્ચ્યુઅલ અને ઈન પર્સન મોડમાં યોજાશે. આ ઈવેન્ટમાં 143 દેશના 25 હજાર લોકો આવશે. આ ઉપરાંત 350 સ્પીકર વર્ચ્યુઅલ સંબોધન કરશે. જાણો આ કંપનીઓ જીવન સફળ બનાવવા કેવા ઈનોવેશન લઈને આવી છે.

  • ક્વૉલકોમે સ્નેપડ્રેગન 888 પ્લસ પ્રોસેસર લૉન્ચ કર્યું છે. તેમાં સ્પેક્ટ્રા 580 આઈએસપી છે, જેની પ્રોસેસિંગ સ્પીડ 2.7 ગીગાપિક્સલ પ્રતિ સેકન્ડ છે. તે 28 મેગા પિક્સલના ત્રણ ફોટો કે ત્રણ 4કે એચડીઆર વીડિયો એક સાથે રેકોર્ડ કરી શકે છે. તે ગેમિંગના બધા ફિચરને પણ સપોર્ટ કરે છે. ક્વિક ચાર્જ 5કે સપોર્ટમાં તે 15 મિનિટમાં જ ફોન ફૂલ ચાર્જ કરી લેશે.
  • લેનેવો સ્માર્ટ ક્લૉક 2: આ વૉઈઝ કંટ્રોલ્ડ અલાર્મ ક્લૉક છે. તેમાં ગૂગલ આસિસ્ટન્ટ એક્સેસ કરી શકાય છે. આ સાથે તેમાં ફેબ્રિક સ્માર્ટ ટચ છે. વાયરલેસ ચાર્જર સાથે આ ડિવાઈઝ ઓગસ્ટમાં બજારમાં આ‌વશે.

5જી ટી-શર્ટ: યુ-કેરથી રિમોટ ટ્રીટમેન્ટનું પરિદૃશ્ય બદલાઈ જશે
ઝેડટીઈએ ઈટાલીના સ્ટાર્ટઅપ સાથે મળીને 5જી ટી-શર્ટ યુ-કેર બનાવી છે. તે ઈસીજી, શ્વસન ક્રિયાનું વિશ્લેષણ, પરસેવાના ઘટકો, મસલ્સ એફર્ટ, તાપમાન, બ્લડ પ્રેશરનો ડેટા ઝેડટીઈની ટેક્નોલોજી થકી સ્માર્ટફોન કે સ્માર્ટવૉચની મદદથી ડૉક્ટર, હેલ્થ સેન્ટરને મોકલી શકશે. આ પ્રક્રિયા કોટન અને ધોઈ શકાય એવી ટી-શર્ટમાં લગાવેલા સેન્સર થકી થાય છે. કંપનીનો દાવો છે કે, આ રિમોટ ટ્રીટમેન્ટ અને ટેલિમેડિસિનની દુનિયા જ બદલી નાંખશે.

વન UI વૉચ: ફોન પર એપ ઈન્સ્ટૉલ કરશો, તો વૉચમાં પણ થઈ જશે
સેમસંગ વન યુઆઈ ગેલેક્સી વૉચ પોર્ટફોલિયો રજૂ કરશે. કંપનીએ તેની ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ સાથે સંયુક્ત રીતે તૈયાર કરી છે. આ સ્માર્ટવૉચને સ્માર્ટફોન સાથે જોડી શકાશે. તમે ફોનમાં વૉચ કોમ્પેટિબલ એપ ઈન્સ્ટૉલ કરશો, તો તે વૉચમાં થઈ જશે. વૉચ પર કૉલ કે મેસેજ બ્લોક કરશો, તો ફોનમાં પણ બ્લોક થઈ જશે.

  • ટીસીએલ નેક્સ્ટવિયર જી:આ એખ વિયરેબલ ઓએલઈડી સિનેમા ડિસ્પ્લે છે. ચશ્મા જેવા આ ડિવાઈસમાં સ્નેપડ્રેગન 750 પ્રોસેસર અપાયું છે. તેને બૂટ કરવા હેડફોન જેક પણ છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...