કોરોના દુનિયામાં LIVE:હોંગકોંગમાં ઓમિક્રોનની અસર; ભારત સહિત 8 દેશની ફ્લાઈટ્સ બેન કરી

17 દિવસ પહેલા

હોંગકોંગે ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને ભારત સહિત 8 દેશોની ફ્લાઈટ્સ પર બેન મૂકી દીધો છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, બ્રિટન અને અમેરિકા છે. અહીં બુધવારે કોવિડ પ્રતિબંધો લગાવ્યા છે. હોન્ગકોન્ગમાં અત્યાર સુધી ઓમિક્રોનના 114 કેસ મળ્યા છે. ઓમિક્રોનનું સંક્રમણ નોંધાયા બાદ ત્યાં જીમ અને રેસ્ટોરાંને બંધ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં એક દિવસમાં 5.67 લાખ લોકો સંક્રમિત
અમેરિકામાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે અહીં 5.67 લાખ કેસ નોંધાયા હતા. એક દિવસ અમેરિકામાં 1847 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન ફ્રાન્સમાં કોરોનાનો નવો વેરિયન્ટ 'IHU' મળી આવ્યો છે. એમાં 46 મ્યૂટેશન છે, જે ઓમિક્રોન મ્યૂટેશન કરતાં વધારે છે. ફ્રાન્સમાં એક જ દિવસમાં કોરોનાના 2 લાખ 71 હજાર 686 કેસ નોંધાયા છે, જ્યારે 351 લોકોનાં મોત નીપજ્યાં છે. UKની પણ સ્થિતિ કોરોના વાઈરસને કારણે ભયાવહ બનતી જાય છે. ત્યાં એક જ દિવસમાં 2 લાખ 18 હજાર 724 કેસ નોંધાયા છે. વિશ્વભરમાં ગઈકાલે કોરોનાના 21.36 લાખ કેસ નોંધાયા હતા અને 6574 લોકોનાં મોત થયાં હતાં.

USમાં 60%થી વધુ કેસો ઓમિક્રોન વેરિયન્ટના
USમાં નોંધાયેલા નવા કેસોમાં 60%થી વધુ ઓમિક્રોનના કેસ છે. આ પછી લગભગ 38-40 ટકા કેસ ડેલ્ટા વેરિયન્ટના છે. ગયા અઠવાડિયે અહીં એક જ દિવસમાં 5.90 લાખ નવા કેસ નોંધાયા હતા. 29 નવેમ્બર 2021 પછી દેશમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. 28 નવેમ્બરે જ્યાં કોરોનાના નવા કેસ 23 હજારથી થોડા વધુ હતા, 29 નવેમ્બરના રોજ તે એક લાખને પાર કરી ગયા હતા. CDC અનુસાર, અમેરિકામાં કોરોનાના કુલ કેસ 5 કરોડ 37 લાખ 95 હજાર 407 છે અને એને કારણે અત્યારસુધીમાં 8 લાખ 20 હજાર 355 લોકોનાં મોત થયાં છે.

USમાં કેટલીક સ્કૂલો ખૂલી, સરકારી અને પ્રાઇવેટ કંપનીઓ બંધ
USમાં કોવિડ-19 કેસમાં વિસ્ફોટ થયા બાદ દેશની ઘણી શાળાઓને વેકેશનનો સમયગાળો લંબાવવા અને શિક્ષણનું ઓનલાઈન માધ્યમ ફરી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે અન્ય ઘણા લોકોએ ઑફલાઇન ક્લાસ ચાલુ રાખ્યા હતા. ખાસ કરીને ન્યૂ યોર્ક, મિલવૌકી, શિકાગો, ડેટ્રોઇટ અને એની આસપાસનાં શહેરોની સ્કૂલોમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે સ્થિતિ વણસી છે. જોકે ન્યૂ યોર્ક સિટીએ ટેક-હોમ ટેસ્ટ કિટ સાથે 10 લાખ વિદ્યાર્થીઓ માટે ફરીથી વર્ગો ખોલ્યા છે. જ્યારે ઘણી જગ્યાએ ખાનગી અને સરકારી કચેરીઓમાં સ્ટાફની અછતને કારણે કામકાજ ઠપ થઈ ગયું છે.

લાઈવ અપડેટ્સ

  • ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર ગ્લેન મેક્સવેલને કોરોના થયા છે.

કેનેડામાં સ્કૂલ, જિમ, થિયેટર બંધ
કેનેડાના સૌથી વધુ વસતિ ધરાવતા પ્રાંત ઓન્ટારિયોમાં તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. ઓન્ટારિયો પ્રીમિયર ડગ ફોર્ડે રેકોર્ડ સંખ્યામાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ઑનલાઇન વર્ગોમાં પાછા ફરવાની જાહેરાત કરી છે. તેમણે આ વિસ્તારની રેસ્ટોરાં, જિમ અને સિનેમાઘરોને બંધ રાખવા તથા હોસ્પિટલોમાં તમામ બિનજરુરી સર્જરી રોકીને કોરોના દર્દીઓની કાળજી લેવા માટે પણ કહ્યું છે. સમગ્ર કેનેડામાં ઓમિક્રોન કેસ પણ વધી રહ્યા છે.

પ્રતિબંધો છતાં નેધરલેન્ડમાં પ્રદર્શન
નેધરલેન્ડમાં લાદવામાં આવેલા કોરોના પ્રતિબંધો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા હજારો લોકોએ પ્રદર્શન કર્યું અને પ્રતિબંધોને તોડ્યા. ડચ રાજધાની એમ્સ્ટરડેમમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. વિરોધીઓએ હિંસાની યોજના ઘડી રહ્યા હોવાના સંકેત આપ્યા બાદ સ્થાનિક સરકારે અહીં નિયંત્રણો લાદ્યાં હતાં, પરંતુ પ્રદર્શનકારીઓ રસ્તા પર એકઠા થયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. નેધરલેન્ડ હાલમાં લોકડાઉન હેઠળ છે અને જાન્યુઆરીના મધ્ય સુધી ચાલુ રહેશે.

દુનિયાના ટોપ 10 દેશ, જ્યાં ગઈકાલે સૌથી વધારે કોરોના કેસ નોંધાયા

નવા કોરોના કેસનવા નોંધાયેલાં મૃત્યુ
USA5,67,6961847
ફ્રાન્સ2,71,686351
UK2,18,72448

ઈટાલી

1,70,844222
સ્પેન1,17,775116
આર્જેન્ટીના81,21049
તુર્કી54,724137
ભારત51,729ઉપલબ્ધ નથી
કેનેડા49,82953
ઓસ્ટ્રેલિયા47,6955
અન્ય સમાચારો પણ છે...