ફરી ધરતી ધ્રુજી:અફઘાનિસ્તાનમાં 5.6 તીવ્રતાનો ભૂકંપ, 12 લોકોના મોત, જાનહાનિનો આંક વધે તેવી શક્યતા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનમાં ગયા શુક્રવારે પણ ભૂકંપ આવેલો,જેની ભારત સુધી અસર થયેલી

અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તીવ્ર ભૂકંપ આવ્યો છે. અફઘાનિસ્તાનના પશ્ચિમી વિસ્તાર બડઘિસમાં સોમવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપના ઝાટકાની તીવ્રતા 5.6 માપવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત બગઘિસમાં ભૂકંપના ઝાટકાનો અનુભવ થયો હતો અને લાંબા સમય સુધી આંચકા આવતા વ્યાપક જાનહાનિ થઈ છે. લોકો ગભરાઈને તેમના રહેઠાણની બહાર નિકળી ગયા હતા.. ભૂકંપના તીવ્ર ઝાટકાને લીધે અનેક ઘરને નુકસાન થયું છે. જાનહાનીનું પ્રમાણ વધી શકે છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે 12 લોકોના મોત થયા છે
પ્રાથમિક માહિતી પ્રમાણે 12 લોકોના મોત થયા છે

શુક્રવારે પણ ભૂકંપ આવ્યો હતો
આ અગાઉ શુક્રવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદ નજીક ભૂકંપના તીવ્ર ઝાટકા અનુભવાયા હતા. જોકે તે સમયે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. શુક્રવારે આવેલા ભૂકંપ 5.3 માપવામાં આવેલા. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 117 કિમી દક્ષિણપૂર્વમાં હતું. આ ભૂકંપની ભારતમાં જમ્મુ-કાશ્મીર સુધી અસર થઈ હતી.