આકર્ષક ઓફર:વેઇટર માટે 1 કલાકના 55 ડૉલરની ઓફર, કર્મચારીની અછત થતાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી સંકટમાં ફસાઈ

પર્થએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઓસ્ટ્રેલિયાની રેસ્ટોરન્ટને વર્તમાન દિવસોમાં કર્મચારીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ખરેખર કોરોનાને લીધે સરહદો બંધ હોવાને કારણે બહારના દેશોથી આવીને કામ કરનારા લોકોની પણ અછત છે. અનેક આકર્ષક ઓફર અને સામાન્યથી અનેક ગણો વધુ પગાર આપવા છતાં લોકો કામ કરવા તૈયાર નથી.

ત્રણ ગણો વધુ પગાર ચૂકવવા તૈયાર
પર્થ શહેરની એક ઈટાલિયન રેસ્ટોરન્ટે તો અનુભવી તથા ટ્રેનિંગ લઈ ચૂકેલા વેઈટરને એક કલાકના કામ માટે 55 ડૉલર પગાર આપવાની પણ ઓફર કરી છે. આ સામાન્યથી ત્રણ ગણો વધુ છે. ઓસ્ટ્રેલિયન હોટલ્સ એસોસિયેશનની વેસ્ટ ઓસ્ટ્રેલિયન બ્રાન્ચના સીઇઓ બ્રેડલી વુડ્સે કહ્યું હતું કે આટલા વધારે પગારથી ખબર પડે છે કે અમારા ક્ષેત્રની હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી કેટલા ગંભીર શ્રમ સંકટમાં ફસાઇ છે. ફુગાવાને કારણે અમારે પૈસા વધુ આપવા પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...