તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • 5.39 Lakh New Cases Reported In Last 24 Hours, More Than 8 Thousand Deaths; Now Most Cases Are Being Registered In India Every Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:છેલ્લા 24 કલાકમાં 5.39 લાખ નવા કેસ નોંધાયા, 8 હજારથી વધુના મોત; હવે દરરોજ સૌથી વધુ કેસ ભારતમાં નોંધાઈ રહ્યા

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • વિશ્વમાં દરરોજ નોંધાતા સૌથી વધુ દર્દીઓ ભારતમાં સામે આવી રહ્યા છે

દુનિયાભરમા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 5 લાખ 39 હજાર 695 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ દરમિયાન 8,379 લોકોના મૃત્યુ થયા હતા. દરરોજ નોંધાતા કેસોની વાત કરીએ તો, હવે ભારતમાં દરરોજ વિશ્વના સૌથી વધુ દર્દીઓ મળી રહ્યા છે. શનિવારે, ભારતમાં 92,998 નવા કેસ આવ્યા, જ્યારે અમેરિકામાં 66,154, તુર્કીમાં 44,756 અને બ્રાઝિલમાં 41,218 કેસ સામે આવ્યા હતા. આ પહેલા શુક્રવારે પણ ભારતમાં (89,019) અમેરિકા (70,229) અને બ્રાઝિલ (69,662) કરતા વધુ પણ કેસ સામે આવ્યા હતા.

બ્રાઝિલમાં કોરોનાથી ખરાબ પરિસ્થિતિ વચ્ચે ઘરે ઘરે જઈને કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન એક મહિલાને તેના ઘરની બહાર જ ચીનની વેક્સિન સિનોવૈક લાગવતી એક હેલ્થકેર કાર્યકર.
બ્રાઝિલમાં કોરોનાથી ખરાબ પરિસ્થિતિ વચ્ચે ઘરે ઘરે જઈને કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન એક મહિલાને તેના ઘરની બહાર જ ચીનની વેક્સિન સિનોવૈક લાગવતી એક હેલ્થકેર કાર્યકર.

અમેરિકામાં હવે દરરોજ 30 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન
અમેરિકામાં લગભગ એક તૃતીયાંશ વસ્તીને અત્યાર સુધીમાં કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુકાયો છે. વ્હાઇટ હાઉસના કોવિડ ડેટા ડિરેક્ટર સાયરસ શેહપરના જણાવ્યા અનુસાર દેશમાં 10 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ લગાવી ચૂક્યા છે. શુક્રવારે અમેરિકામાં 40 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અહીં એક અઠવાડિયાથી દરરોજ સરેરાશ 30 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

પાકિસ્તાનમાં વૃદ્ધો માટે વેક્સિનેશન ડ્રાઇવ આવતીકાલથી
પાકિસ્તાન સરકાર સોમવારથી દેશમાં 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન ડ્રાઈવ ચલાવશે. પાકિસ્તાને આ સપ્તાહની શરૂઆતમાં ચીનથી કેનસીનો વેક્સિનના 60,000 મળ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ચીનથી મળેલી સિનોફાર્મ વેક્સિનની ઉપયોગમાં કરવામાં આવી રહ્યો છે.

કોરોના અપડેટ્સ

  • બાંગ્લાદેશમાં કોરોનાની નવી લહેર ઝડપથી ફેલાઇ રહી છે. 5 એપ્રિલથી 1 અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. દેશના પરિવહન પ્રધાન અબ્દુલ કાદિરે શનિવારે સવારે આની જાહેરાત કરી હતી. કાદિર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના પક્ષના મહાસચિવ પણ છે.
  • પાકિસ્તાનમાં વેક્સિનેશનની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. અહીં ફક્ત ચીનની વેક્સિન લગાવાઈ રહી છે, જેને લગાવવાની આરોગ્ય કર્મચારીઓએ પણ ના પાડી દીધી છે. તેમને વેક્સિનની વિશ્વસનીયતા અને સુરક્ષા પર વિશ્વાસ નથી.
  • UKમાં ઓક્સફોર્ડની એસ્ટ્રાઝેનેકા વેક્સિન લગાવ્યા બાદ 7 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના પછી ફરી એકવાર એસ્ટ્રાઝેનેકા વેક્સિન લગાવ્યા બાદ બીએલડી ક્લોટિંગ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં 13.13 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું
વિશ્વમાં અત્યાર સુધીમાં 13.13 કરોડ લોકો વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 10.57 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 28.58 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 2.27 કરોડ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી 97,385 દર્દીઓની હાલત ગંભીર છે.

ટોપ 10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

31,331,259

567,759

23,828,253

બ્રાઝિલ

12,912,379

328,366

11,276,628

ભારત

12,484,076

164,655

11,627,107

ફ્રાન્સ

4,741,759

96,280

297,734

રશિયા

4,572,077

100,017

4,195,869

યૂકે

4,357,091

126,826

3,873,487

ઈટાલી

3,650,247

110,704

2,974,688

તુર્કી

3,445,052

32,078

3,082,676

સ્પેન

3,291,394

75,541

3,054,725

જર્મની

2,874,371

77,431

2,560,400

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો