તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Corona Update  LIVE World:204 દેશમાં કુલ 10,74,000 સંક્રમણ અને 57 હજાર મોત, UNએ કહ્યું- વિશ્વના તમામ દેશ એકજૂટ થાય, અમેરિકામાં 24 કલાકમાં 716 લોકોના મોત

ન્યૂયોર્ક7 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રિટનના રોમ્સફોર્ડમાં શુક્રવારે એક પરિવાર એક હરણને ખવડાવી રહ્યું છે. બ્રિટનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે
  • UNના વડાએ ગ્લોબલ સીઝ ફાયરનું આહવાન કર્યું, કહ્યું- સૌએ સાથે મળી લડવુ પડશે
  • ઈરાન સંસદના સ્પીકર અલી લારીજાનીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • વિશ્વભરમાં પોઝિટિવ કેસ 10 લાખથી વધારે, ઈટાલીમાં મૃત્યુઆંક 14 હજાર નજીક
  • અમેરિકામાં 24 કલાકમાં 20629 કેસ નોંધાયા, ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો

સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)એ સમગ્ર વિશ્વના દેશોને તેમના મતભેદો ભૂલી જઈ કોરોના મહામારી સામે લડવા એકજૂટ થવા આહવાન કર્યું છે. UNના વડા એન્ટોનિયો ગુટેરેસે ગ્લોબલ સીઝ ફાયરનું આહવાન કર્યુ છે. બીજી બાજુ વૈશ્વિકસ્તરે કોરોના વાઈરસને પગલે વિશ્વભરના 204 દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો છે. તેને લીધે આશરે 10,74253 લોકો સંક્રમિત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 57000 હજાર થયો છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતની સારવાર બાદ ઘરે પરત ફરનાર દર્દીની સંખ્યા 2,26,054 થઈ છે.  અમેરિકા માટે આજનો દિવસ ખૂબ જ દુખદ રહ્યો છે. આ અહેવાલ લખાય છે ત્યા સુધીમાં અમેરિકાના વિવિધ રાજ્યોમાં છેલ્લા 24 કલામાં 716 લોકોના મોત નોંધાતા કુલ મૃત્યુઆંક 6,786 થયો છે. કુલ સંક્રમિતોની સંખ્યા પણ 20,629 વધી 2,65,506 થઈ છે. ઈટાલીમાં પણ વધુ 766 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 14,681 થયો છે. સ્પેનમાં આજે વધુ 932 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 10,935 થયો છે. જ્યારે ઈરાનમાં 134 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 3,294 થયો છે. બેલ્જિયમ,નેધર્લેન્ડ, ઓસ્ટ્રીયામાંથી પણ વધુ સંક્રમણના તથા મૃત્યુના આંકડા સામે આવ્યા છે.  સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લુંગએ શુક્રવારે દેશભરમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી છે. ફેસબુક પોસ્ટ દ્વારા તમણે આ જાણકારી આપી.તેઓએ કહ્યું કે કોરોના ફેલાયા બાદ અમે આ સંકટ સામે શાંતિથી અને યોગ્ય રીતે લડી રહ્યા છીએ. લોકડાઉન સાત એપ્રિલથ લાગુ થશે. રેસ્ટોરાં, સુપર માર્કેટ, હોસ્પિટલ, પરિવહન અને બેંકિંગ સેવા ચાલુ રહેશે. સિંગાપોરમાં પોઝિટિવ કેસની સંખ્યા એક હજારથી વધારે થઈ ગઈ છે. હાલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોનાગ્રસ્ત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા વિરોધ થયો
શ્રીલંકામાં કોરોનાને લીધે મુસ્લિમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શ્રીલંકાના સ્થાનિક પ્રશાસને દેશમાં લઘુમતિઓના વિરોધ વચ્ચે કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેને પગલે શ્રીલંકા પ્રશાસન પર ઈસ્લામિક ધાર્મિક વિધિથી અંતિમ ક્રિયા નહીં કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. શ્રીલંકામાં કોરોના વાઈરસ સંક્રમણના કેસની સંખ્યા 150થી વધારે થઈ ગઈ છે.

ઈરાનમાં મૃત્યુઆંક 134 વધી 3,294 થયો
ઈરાનમાં કોરોના સંક્રમણના વધુ 2,715 કેસ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 53,183 થઈ છે. જ્યારે વધુ 134 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 3,294 થયો છે, તેમ આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા કિઆનોશ જહાનપુરે કહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આશરે ચાર હજાર લોકો ગંભીર સ્થિતિમાં છે.

સ્પેનમાં મૃત્યુઆંક 932 વધી 11 હજાર નજીક પહોંચ્યો
સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 900થી વધારે લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 10,935 થયો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ઈટાલી બાદ સ્પેનમાં કોરોનાને લીધે સૌથી વધારે લોકોના મોત થયા છે.

સાઉદીના રાજાએ નાગરિકોને સહાયતા માટે 2.4 અબજ ડોલરની સહાયતાની જાહેરાત કરી
સાઉદી અરેબિયાના રાજા સલમાને કોરોનાને લીધે સર્જાયેલી આર્થિક મહામારીની સ્થિતિમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતા આશરે 1.2 મિલિયન નાગરિકોને આર્થિક સહાયતા માટે 9 અબજ રિયાલ (2.39 અબજ ડોલર)ની જાહેરાત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શુક્રવારે અમેરિકન પોત રુઝવેલ્ટમાંથી 180 નૌસૈનિકોને  હટાવવામાં આવ્યા. નેવી કમાન્ડર જોન મેનોનીએ જણાવ્યું હતું કે અન્ય 300થી 500 નૌસૈનિકોને આગામી 12થી 24 કલાક માટે હટાવવામાં આવશે. આ પોત ઉપર ગુરુવારે 114 નૌસૈનિકો સંક્રમિત મળ્યા હતા. અમેરિકામાં કુલ 6075 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. 15 ફેબ્રુઆરીથી લઈ અત્યાર સુધીના 49 દિવસોની એવરેજ કાઢીએ તો દરરોજ 124 લોકોએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યો છે.
આ બધાની વચ્ચે ચીન સરકારે કોરોના વાઈરસના કારણે મરનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે  4 એપ્રિલે શોક દિવસ મનાવવાનની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશ અને બીજા દેશમાં રહેલા ચીની દૂતાવાસમાં રાષ્ટ્રીય ધ્વઝને  અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. સમગ્ર દેશમાં સવારે 10 વાગ્યે ત્રણ મિનિટનું મૌન પાળીનો શોક વ્યક્ત કરાશે.  

અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં 50 હજાર કેસ
અહીં સૌથી વધારે સંક્રમણ 93 હજાર કેસ ન્યૂયોર્કમાં નોંધાયા છે. તેમાથી ન્યૂયોર્ક સિટીમાં 50 હજાર કેસ નોંધાયા છે. અહીં 1562 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુરુવારે અહીં ચાર હજાર નવા કેસ નોંધાયા છે અને 188 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

આ તસવીર અમેરિકાના હોંડુરાસની છે. તેી રાજધાની તેગુસિગાલ્પામાં એક ડોક્ટરનું કોરોનાથી મોત થયું છે, તેનો મૃતદેહ લઈ જઈ રહેલા કર્મચારીઓ.
આ તસવીર અમેરિકાના હોંડુરાસની છે. તેી રાજધાની તેગુસિગાલ્પામાં એક ડોક્ટરનું કોરોનાથી મોત થયું છે, તેનો મૃતદેહ લઈ જઈ રહેલા કર્મચારીઓ.

ટ્રમ્પનો કોરોનાનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ન્યૂયોર્ક સિટીના જાવિટ્સ સેન્ટરમાં કોરોના વાઈરસના દર્દીઓ માટે હોસ્પિટલ બનાવવામાં આવશે. ન્યૂયોર્કના ગવર્નરે આ માટે રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આજે સવારે મેં કોરોનાની તપાસ કહાવી હતી અને તેમા માત્ર એક મિનિટનો સમય લાગ્યો હતો. મને લાગતું હતું કે 15 મિનિટ સુધી પ્રક્રિયા ચાલશે, પરંતુ મારે તેના માટે રાહ જોવી પડ ન હતી.

  1. ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું કે અહીં એક હજાર નર્સ, 300 રિસ્પેરેટરી થેરેપિસ્ટ અને 150 ડોક્ટરની જરૂર પડશે. ન્યૂયોર્ક રાજ્યને 400 વેન્ટિલેટર મળ્યા છે. જ્યારે આગામી સપ્તાહમાં ત્રણ હજારની અને પછી 15 હજારની જરૂર પડશે.
  2. કેલિફોર્નિયામાં એક દિવસમાં એક હજાર નવા કેસ નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા નવ હજાર 191 થઈ છે. જ્યારે 203 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 92 હજાર 400 લોકોની તપાસ થઈ ગઈ છે.
  3. અમેરિકાના વ્યોમિંગમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. જ્યારે હવાઈમાં ગુરુવારે બીજું મોત નોંધાયું છે.
  4. લોસ એન્જલસમાં ચાર હજાર 24 લોકો સંક્રમિત છે. અહીં 78 લોકોના મોત થયા. ગુરુવારે અહીં 534 કેસ નોંધાયા છે.

બ્રાઝીલમાં સતત ત્રીજા દિવસે એક હજારથી વધારે કેસ નોંધાયા
બ્રાઝીલમાં સતત ત્રીજા દિવસે એક હજારથી વધારે કેસ નોંધાયા છે. અહીં કોરોનાના કુલ કેસ 8 હજારથી વધારે નોંધાયા છે. જ્યારે 300 લોકોના મોત થયા છે.

તસવીર બ્રાઝીલના કબ્રસ્તાનની છે, જે સેન્ટ પાઉલોમાં આવેલું છે. કોરોનાથી અહીં 300 લોકોના મોત થયા છે.
તસવીર બ્રાઝીલના કબ્રસ્તાનની છે, જે સેન્ટ પાઉલોમાં આવેલું છે. કોરોનાથી અહીં 300 લોકોના મોત થયા છે.

ઈરાન સંસદના સ્પીકર કોરોનાથી સંક્રમિત
ઈરાન સંસદના સ્પીકર અલી લારીજાની પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ક્વોરન્ટિન કરાયા છે. ઈરાનમાં ગુરુવારે  બે હજાર  875 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 50 હજાર 486 થઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 124 લોકોના મોત થયા છે. દેશમાં મરનાર લોકોની સંખ્યા 3160 થઈ છે. 

ઈરાન સંસદના સ્પીકર અલી લારીજાની પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે
ઈરાન સંસદના સ્પીકર અલી લારીજાની પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે

ઈટાલી અને સ્પેનની વાત કરીએ તો ઈટાલીમાં એક લાખ 14 હજાર 242 કેસ નોંધાયા છે અને 13 હજાર 915 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં એક લાખ 12 હજાર 65 કેસ નોંધાયા છે અને 10 હજાર 348 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

ઈટાલીમાં સ્થિતિ ઘણી ખરાબ છે, અહીં 18 હજાર લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ઈટાલીમાં સ્થિતિ ઘણી ખરાબ છે, અહીં 18 હજાર લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

15 દેશમાં 10 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. 10 દેશોમાં હજારથી વધારે મોત થયા છે. ચીનમાં હાલ કોરોના દર્દીઓ માત્ર 1727 છે, જેઓની સારવાર ચાલી રહી છે.  વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ

દેશકેસ

મોત

અમેરિકા265,5066,786
ઈટાલી 119,82714,681
સ્પેન117,71010,935
જર્મની89,8381,230
ચીન81,6203,322
ફ્રાન્સ 

59105

5387
ઈરાન53,1833,294
બ્રિટન38,1683,605
સ્વિત્ઝરલેન્ડ19,606591
તુર્કી20,921425
બેલ્જિયમ16,7701,143
નેધરલેન્ડ15,7231,487
કેનેડા11,747173
ઓસ્ટ્રિયા11,489168
દક્ષિણ કોરિયા10,062174
પોર્ટુગલ9,886246
બ્રાઝીલ8,229343
ઈઝરાયલ7,03040
સ્વિડન6,131358
ઓસ્ટ્રેલિયા5,35028
નોર્વે5,29657
આયર્લેન્ડ4,273120
રશિયા4,14934
ભારત256772

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો