તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 51,000 Year Old Ornament Made Of Deer Claws Found In Germany; The Species That Created It Ended 40 Thousand Years Ago

દુનિયાના સૌથી પૌરાણિક આભૂષણોની શોધ:જર્મનીમાં મળ્યા હરણના નખમાંથી બનેલા 51 હજાર વર્ષ જૂના આભૂષણો; એને બનાવનારી પ્રજાતિ 40 હજાર વર્ષ પહેલાં સમાપ્ત

બર્લિન25 દિવસ પહેલાલેખક: વિનેશ કુમાર દીક્ષિત
  • કૉપી લિંક
  • જર્મનીમાં આવેલી યુનિકોર્ન ગુફાઓમાંથી મળ્યા હજારો વર્ષ પહેલાંના પૌરાણિક આભૂષણો
  • એ યુગમાં આભૂષણને બનાવવા માટે હાડકાંનો ઉપયોગ કરવામાં આવતો હતો

જર્મનીમાં દૂનિયાના સૌથી પૌરાણિક આભૂષણો મળી આવ્યા છે. એને હરણના ખુર (પગના નખ)માંથી બનાવવામાં આવ્યા છે. એ 51 હજાર વર્ષ જૂના છે. રેસર્ચર્સનો દાવો છે કે એનો ઉપયોગ લગભગ 40 હજાર વર્ષ પહેલાં સમાપ્ત થયેલી પ્રજાતિ 'નિએંડરથલ' કરતી હતી. જર્મનીના હનોવર ખાતે સ્ટેટ સર્વિસ ફોર કલ્ચરલ હેરિટેજની ટીમનું કહેવું છે કે -નિએંડરથલ પ્રજાતિ આજના સમયના લોકોની જેમ સુંદર દેખાવા માટેના પ્રયાસ કરતી હતી.

જર્મનીમાં દૂનિયાના સૌથી પૌરાણિક આભૂષણો મળી આવ્યા છે.
જર્મનીમાં દૂનિયાના સૌથી પૌરાણિક આભૂષણો મળી આવ્યા છે.

પુરાતત્ત્વવિદો અનુસાર, આ આભૂષણો જર્મનીના હાર્જ પર્વતોની તળેટીમાં આવેલી યુનિકોર્ન ગુફાઓમાંથી મળ્યા છે. આને ત્યાં પ્રવેશ દ્વારની નજીક એક સમતલ જગ્યા પર રાખવામા આવ્યા હતા. એ યુગમાં આભૂષણને બનાવવા માટે હાડકાંનો ઉપયોગ કરવામાં આવતો હતો. શોધમાં મળી આવેલા આભૂષણો આજની સરખામણીએ ઘણા મોટા છે.

શોધમાં મળી આવેલા આભૂષણો આજની સરખામણીએ ઘણા મોટા છે.
શોધમાં મળી આવેલા આભૂષણો આજની સરખામણીએ ઘણા મોટા છે.

90 મિનિટમાં આભૂષણ પર બન્યું 90 ડીગ્રીનું એંગલ
શોધકર્તા ડોકટર દિર્ક લેડર મુજબ, આભૂષણો બનાવવા માટે પ્રથમ હાડકાંની કડકતાને દૂર કરવામાં આવતી હતી. આ માટે ગરમ પાણીમાં ઉકાળીને હાડકાંને નરમ કરવામાં આવતાં હતાં. હાડકાં નરમ થવા પર તેના પર ડિઝાઇન બનાવવામાં આવતી હતી. એક ઔંસ (28 ગ્રામ) વજનવાળા, આભૂષણ દોઢ ઇંચ લાંબા અને દોઢ ઇંચ પહોળા હોય છે, જેમાં અડધાથી એક ઇંચની લાંબી લાઇન છે. એને 90 ડીગ્રીના ખૂણા પર કોતરવામાં આવ્યા છે. દાવો છે કે આ ડિઝાઇન પેટર્ન બનાવવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગ્યો હશે. એમાં છ જુદી જુદી લાઇનો સાથે ડિઝાઇન પેટર્ન છે, જે-તે યુગના લોકોનાં ઘરેણાં અને એમાં તેમની રચનાત્મકતા વિશે માહિતી આપે છે.

28 ગ્રામ વજન, અઢી ઇંચ લાંબા અને દોઢ ઇંચ પહોળા આભૂષણોમાં અડધાથી એક ઇંચ સુધીની લાંબી રેખાઓ છે. એને 90 ડીગ્રીના એંગલ પર બનાવવામાં આવ્યા છે.
28 ગ્રામ વજન, અઢી ઇંચ લાંબા અને દોઢ ઇંચ પહોળા આભૂષણોમાં અડધાથી એક ઇંચ સુધીની લાંબી રેખાઓ છે. એને 90 ડીગ્રીના એંગલ પર બનાવવામાં આવ્યા છે.

3ડી માઇક્રોસ્કોપી અને સીટી સ્કેનથી જાણવા મળ્યું
રિસર્ચર્સે આભૂષણોની 3ડી માઈક્રોસ્કોપી અને સીટી સ્કેન કરીને જાણવા મળ્યું કે ડિઝાઇન બનાવવા માટે નિએંડરથલ તીક્ષ્ણ પથ્થરો અને તીક્ષ્ણ ધારદાર સાધનોનો ઉપયોગ કરતા હતા. આ મુજબ જોઈએ તો નિએંડરથલ પ્રજાતિ ઘણી અદ્યતન હતી. રિસર્ચમાં બહાર આવેલી બીજી બાબત એ છે કે એ સમયે હરણ ખૂબ મોટાં હશે, જે આલ્પ્સના ઉત્તરીય વિસ્તારોમાં હાજર હતાં. આ અભ્યાસને નેચર ઇકોલોજી અને ઇવોલ્યુશન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

નિએંડરથલ પ્રજાતિ અને હોમો સેપિયંસ વચ્ચેનો સંબંધ લગભગ 50 હજાર વર્ષ પહેલાં શરૂ થયો હતો.
નિએંડરથલ પ્રજાતિ અને હોમો સેપિયંસ વચ્ચેનો સંબંધ લગભગ 50 હજાર વર્ષ પહેલાં શરૂ થયો હતો.
પુરાતત્ત્વવિદો અનુસાર, આ આભૂષણો જર્મનીના હાર્જ પર્વતોની તળેટીમાં આવેલી યુનિકોર્ન ગુફાઓમાંથી મળ્યા છે.
પુરાતત્ત્વવિદો અનુસાર, આ આભૂષણો જર્મનીના હાર્જ પર્વતોની તળેટીમાં આવેલી યુનિકોર્ન ગુફાઓમાંથી મળ્યા છે.

50 હજાર વર્ષ પહેલાં એડવાન્સ હતી નિએંડરથલ પ્રજાતિ
સંશોધનમાં ભાગ ન લેનારા લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના ડો. સિલ્વિયા બેલોના જણાવ્યા મુજબ, નિએંડરથલ પ્રજાતિ અને હોમો સેપિયન્સ વચ્ચેનો સંબંધ લગભગ 50 હજાર વર્ષ પહેલાં શરૂ થયો હતો. આપણે બંને જાતિઓ વચ્ચેના રહેલા જ્ઞાનના આદાનપ્રદાનને અવગણી શકતા નથી. એનાથી કલાની અનેક સુંદર કૃતિઓની રચના થઈ. તેમ છતાં આનો અર્થ એ નથી કે આપણે નિએંડરથલની બૌદ્ધિક ક્ષમતાઓને ઓછો અંદાજ આંકી રહ્યા છીએ, બની શકે છે કે તેઓ અમારી અપેક્ષા કરતાં વધુ કુશળ હોઈ શકે છે.