મહામારી:કોરોના સામેની લડાઈમાં ઈટાલીમાં 51 ડોક્ટરના મોત, મેડીકલ સ્ટાફની 7100 વ્યક્તિ સંક્રમિત

italy2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્ક: ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઈરસે સૌથી મોટી ખુવારી યુરોપના ઈટાલીમાં સર્જી છે. પોતાની નજર સામે તરફળી રહેલા દર્દીઓને જોઈને અહીં ડોક્ટરનોની હાલત દયનિય બની ગઈ છે. છતા તેઓ દર્દીઓની સારવાર કરવા માટે ખડેપગે છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 92472એ પહોંચી ગઈ છે. જ્યારે 10023 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાઈરસના દર્દીઓની સારવાર કરતા કરતા અહીં 51 ડોક્ટરોએ પણ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે મેડીકલ સ્ટાફની 7100 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓનો ઈલાજ ચાલી રહ્યો છે. સાથે તેમની સાથે રહેલા લોકોને ક્વારેન્ટાઈન કરી અલગ રખાયા છે. અહીં ત્રણ એપ્રિલના રોજ લોકડાઉનનો સમય પૂરો થઈ રહ્યો છે.

અહીની હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે 8થી 10 કલાકની શિફ્ટ દરમિયાન ઘણીવાર ડોક્ટર અને નર્સ પાણી પણ પીતા નથી. એટલું જ નહીં પરંતુ શિફ્ટ દરમિયાન તેઓ વોશરૂમ પણ જતા નથી, કારણ કે તેઓને સૂટ ઉતારવું પડે છે, ફરી તેને પહેરવું ઘણું મુશ્કેલ છે.  વાસ્તવમાં સૂટ, માસ્ક અને ગ્લવ્ઝને લઈને અહીં નિયમો ખૂબ જ કડક છે. કારણ કે એક ભૂલ ડોક્ટર અને નર્સને વાયરસનો ભોગ બનાવી શકે છે.

તે વધુમાં જણાવે છે કે ઈટાલીમાં અત્યાર સુધીમાં મેડીકલ સ્ટાફની 7100 વ્યક્તિ કોરોનાના દર્દીઓની સાવરવાર દરમિયાન આ વાઈરસનો ભોગ બની છે. આટલા મોટા સ્ટાફની ગેરહાજરીથી હોસ્પિટલના અન્ય સ્ટાફ પર પણ કામનું ભારણ વધી જાય છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે અહીં 51 ડોક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં સ્થિતિ કાબૂમાં આવવાનું નામ લેતી નથી, અને પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. 

બ્રેશિયાના પબ્લિક સિવિક હોસ્પિટલમાં આઈસીયુના પ્રમુખ ડો. ગેબ્રિયલ ટોમસોનીએ જણાવ્યું હતું કે તેઓ દિવસ રાત દર્દીઓની સેવા કરવામાં લાગેલા છે. દર્દીઓની સંખ્યા વધતા તેઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી રહ્યા છે, જ્યા દર્દીઓના પરિવારને ક્વારેન્ટાઈનમાં રખાયો હોય. દર્દીઓમાં મોટા ભાગના મોટી ઉંમરના છે. આવી સ્થિતિમાં દર્દીઓને એકમાત્ર સહારો મેડીકલ સ્ટાફનો જ છે. તેઓ ઈચ્છે છે કે સ્ટાફ તેને સારી રીતે રાખે.               

અન્ય સમાચારો પણ છે...