કોરોના દુનિયામાં LIVE:ચીનના 1.3 કરોડ વસ્તી ધરાવતા શિયાન શહેરમાં લોકડાઉનને લીધે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ, લોકોમાં ભારે અસંતોષ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ઈઝરાયેલમાં દર અઠવાડિયે 50 હજારથી વધુ કેસ આવી શકે છે: આરોગ્ય વિભાગ
  • વેક્સિન બનાવનાર પ્રોફેસરે કહ્યું- અમે દર 6 મહિનામાં આખી દુનિયાને વારંવાર વેક્સિન ન આપી શકીએ

ચીનના પશ્ચિમ ભાગમાં આવેલા શિયાન શહેરમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધવાને લીધે બે સપ્તાહ અગાઉ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. શી જિનપિંગ સરકાર સતત કોરોના મહામારીને અટકાવવા શહેરોમાં કડક નિયંત્રણો લાદી તમામ સેવાઓ બંધ કરેલી છે. આશ્ચર્યજનક વાત એ છે કે શિયાનમાં તો હવે સરકારના કડક નિયંત્રણોને લીધે ભુખમરાની સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં લોકોમાં અસંતોષે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શિયાનમાં રહેતા લોકોએ સોશિયલ મીડિયા પર જિનપિંગ સરકાર વિરુદ્ધ પોસ્ટ કરવાની પણ શરૂઆત કરી છે.

આ સાથે એવી પણ માહિતી મળી છે કે શિયાનમાં છેલ્લા 12 દિવસમાં લોકોને ભોજન તથા તબીબી સુવિધાઓની ભારે અછતનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ 1.3 કરોડ વસ્તી ધરાવતા આ શહેરની સરહદને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. અહીં અગાઉ 1600 લોકો સંક્રમિત થયેલા માલુમ પડ્યા હતા.

અમે દર 6 મહિને દુનિયાને વારંવાર વેક્સિન ન આપી શકીએ
ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 વેક્સિન બનાવનારી ટીમના મેમ્બર પ્રોફેસર એન્ડ્ર્યૂ પોલાર્ડે કહ્યું કે અમે 6 મહિનામાં આખી દુનિયાને વારંવાર વેક્સિન ન આપી શકીએ. પોલાર્ડે 'ધ ટેલીગ્રાફ'ને કહ્યું કે- અમે દર 6 મહિનામાં આખી દુનિયાનું વેક્સિનેશન ન કરાવી શકીએ. આ વ્યવસ્થા કાયમી ન બની શકે. અમારો ટાર્ગેટ 12 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની જગ્યાએ, લો ઈમ્યૂનિટીવાળાને વેક્સિન આપવાનું હોવું જોઈએ.

બૂસ્ટર ડોઝને લઈને પોલાર્ડે કહ્યું કે- બૂસ્ટર ડોઝ ક્યારે અને કોને આપવી જોઈએ તેની ભાળ મેળવવા માટે વધુ ડેટાની જરૂરિયાત છે. તેઓએ વિશ્વભરમાં ચલાવવામાં આવતા બૂસ્ટર ડોઝ પ્રોગ્રામની સફળતા પર પણ શંકા વ્યક્ત કરી છે.

અમેરિકામાં 4.26 લાખ કેસ નોંધાયા
અમેરિકામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપી ફેલાઈ રહ્યુ છે. ઓમિક્રોનના જાખમી સંક્રમણની અસર અમેરિકામાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 4.26 લાખ કેસ નોંધાયા છે જ્યારે 767 લોકોના મોત થયા છે.

મંગળવારે રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના વાઈરસ રિસ્પોન્સ ટીમ સાથે બેઠક કરીને આગળની રણનીતિ નક્કી કરશે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સોમવારે ફાઈઝર બાયોએનટેકની કોરોના બૂસ્ટર ડોઝ 12થી 15 વર્ષનાં બાળકોને આપવાની જાહેરાત કરી છે.

આ પહેલાં અમેરિકામાં ગુરુવારે 5 લાખ 91 હજાર કેસ નોંધાયા હતા. જોન્સ હોપકિન્સના આંકડા મુજબ, છેલ્લા એક સપ્તાહમાં દરેક 100 અમેરિકનમાંથી 1 વ્યક્તિ પોઝિટિવ આવી છે. અમેરિકામાં અત્યારસુધીમાં 5.71 કરોડ કેસ નોંધાયા છે અને 8.48 લાખ લોકોનાં મોત થયાં છે.

ફ્રાન્સમાં નવો વેરિયન્ટ મળ્યો
કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે ફ્રાન્સમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યો છે. દક્ષિણ ફ્રાન્સમાં 12 લોકોને પણ આ નવા વેરિયન્ટથી સંક્રમણ લાગ્યું છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિયન્ટની ઓળખ B.1.640.2 તરીકે કરી છે. તેમનું કહેવું છે કે આ નવા વેરિયન્ટમાં અત્યારસુધીમાં 46 મ્યૂટેશન જોવા મળ્યાં છે, જોકે એ કેટલો ખતરનાક છે અને એના સંક્રમણનો દર શું છે એ અંગે હજુ સુધી રિપોર્ટ્સ સામે આવ્યા નથી.

વારંવાર કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવે છે
કોરોનાનો નવો વેરિયન્ટ વારંવાર સામે આવી રહ્યો છે. ગયા વર્ષે પણ આવું બન્યું હતું, પરંતુ તમામ નવા વેરિયન્ટ કેટલા જોખમી છે એ સંદર્ભે અભ્યાસ હજુ ચાલુ છે. વૈજ્ઞાનિકો કહે છે કે નવો વેરિયન્ટ બે સ્તર પર ખતરનાક બની શકે છે, કાં તો એનો મૃત્યુ દર વધારે છે અથવા સંક્રમણનો દર. જોકે હવે ફ્રાન્સમાં મળી આવેલા નવા વેરિયન્ટ વિશે હજી સુધી આવી કોઈ માહિતી સામે આવી નથી.

સોમવારે અમેરિકામાં 10 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા.
સોમવારે અમેરિકામાં 10 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા.

ઈઝરાયેલમાં દર અઠવાડિયે 50 હજાર કેસ આવી શકે છે
ઈઝરાયેલમાં દર સપ્તાહે 50 હજારથી વધુ કેસ આવી શકે છે. ઈઝરાયેલના આરોગ્ય વિભાગે આ માહિતી જણાવી છે. વડાપ્રધાન નફ્ટાલી બેનેટે એની પુષ્ટિ કરી હતી. દેશમાં ફેલાઈ રહેલા સંક્રમણ વચ્ચે આરોગ્યમંત્રી નિટજેન હોરોવિટ્ઝે સોમવારે રાત્રે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું- આપણે જાણીએ છીએ કે વધતા કોરોનાના સંક્રમણને કારણે સ્થિતિ વિકટ બની રહી છે, પરંતુ એનાથી ડરવાની જરૂર નથી. જો આપણે પહેલાંની જેમ કાળજી રાખીશું તો આ લહેર પણ પસાર થઈ થશે. ઈઝરાયેલે હંમેશાં હિંમતથી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણમાં છે. કેટલાંક સ્થળોએ ટેસ્ટિંગને લગતી સમસ્યાઓ છે. આ ટૂંક સમયમાં જ દૂર કરવામાં આવશે. મેં સંસદમાં પણ કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી. સોમવારે ઇઝરાયેલમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ગઈકાલે સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા એ ટોપ 10 દેશો

ક્રમદેશકેસ
1અમેરિકા426,051
2બ્રિટન157,758
3સ્પેન93,190
4ઈટાલી68,052
5ફ્રાન્સ67,461
6તુર્કી44,869
7આર્જેન્ટીના44,396
8ભારત37,379
9ઓસ્ટ્રેલિયા37,059
10ગ્રીક36,246

5 દેશ, જ્યાં ગઈકાલે સૌથી વધારે મોત થયાં

ક્રમદેશમોત
1રશિયા835
2અમેરિકા708
3ફ્રાન્સ270
4હંગેરી248
5જર્મની196
અન્ય સમાચારો પણ છે...