તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 50% Of People Who Have Been Vaccinated Are Indifferent To Living A Normal Life; Said It Will Take Time To Build Trust

ટાઈમ મેગેઝિનમાંથી...:વેક્સિન લઇ ચૂકેલા 50% લોકો નોર્મલ લાઇફ જીવવા અંગે ઉદાસીન; કહ્યું- ભરોસો બેસવામાં સમય લાગશે

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકન સાઇકોલોજિકલ એસોસિયેશનનો સરવે: અમેરિકનો લોકો સાથે ભળી નથી રહ્યા

34 વર્ષની ક્લાઉડિયા કેમ્પોસ એક કાર રેન્ટલ કંપનીમાં કામ કરે છે. વેક્સિન લઇ ચૂકી હોવા છતાં તે કામના સ્થળે હંમેશા માસ્ક પહેરી રાખે છે. તેણે માસ્ક પર એવું પ્રિન્ટ કરાવ્યું છે કે, ‘હું વેક્સિન લઇ ચૂકી છું પણ તમારા પર ભરોસો કરવા તૈયાર નથી.’ ક્લાઉડિયાનું આ સ્લોગન તેના જેવા ઘણા અમેરિકનોની લાગણી વ્યક્ત કરે છે, જેઓ વેક્સિન લઇ ચૂક્યા હોવા છતાં પણ નોર્મલ લાઇફ જીવવા અંગે ઉદાસીન છે.

અમેરિકાના બીમારી નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (સીડીસી)ના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 44% અમેરિકનો વેક્સિનના બંને ડોઝ લઇ ચૂક્યા છે. તેઓ માસ્ક અને ટ્રાવેલિંગનાં નિયંત્રણો વિના એકબીજા સાથે હળીમળી શકે છે પણ તેમાંથી મોટા ભાગના લોકોનું કહેવું છે કે તેઓ કોરોનાકાળ પહેલાં જેવી નોર્મલ લાઇફ જીવવા માટે હજુ તૈયાર નથી.

માર્ચમાં અમેરિકન સાઇકોલોજિકલ એસો.ના સરવેમાં જોડાયેલા અડધાથી વધુ લોકોએ કહ્યું હતું કે તેઓ વેક્સિન લઇ ચૂક્યા હોવા છતાં લોકોને મળવામાં અસહજ છે. 25 મેના સરવેમાં વેક્સિન લઇ ચૂકેલા અડધાથી વધુ લોકોએ કહ્યું હતું કે તેઓ હજુ પણ ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે જ છે. સીડીસીના લેટેસ્ટ ડેટા મુજબ ફાઇઝર અને મોડર્નાની વેક્સિન લઇ ચૂકેલા લોકોને સંક્રમણનું જોખમ વેક્સિન ન લેનારા લોકોની સરખામણીમાં 91% જેટલું ઓછું છે. તેમને સંક્રમણ થાય તો પણ તેમના થકી બીજા લોકોમાં કોરોના ફેલાવાની શક્યતા સાવ ઓછી છે.

લોકો નવો સોશિયલ કોડ અપનાવે અને પછી તે છોડીને જીવે તેવી આશા
અમેરિકામાં હજુ પણ રોજ કોરોનાના નવા હજારો કેસ મળી રહ્યા છે. વેક્સિન લઇ ચૂકેલા લોકો આ કારણથી જ બીજા સાથે ભળતાં ખચકાય છે. ખાસ કરીને જો તેઓ વેક્સિન ન લેનારા લોકોની આસપાસ હોય ત્યારે. ઇન્ડિયાનાના મેન્ટલ હેલ્થ કાઉન્સેલર રોબ ડેન્જમેનનું કહેવું છે કે એક આખા સમાજ પાસેથી માત્ર 1 વર્ષમાં નવો સોશિયલ કોડ અપનાવવા અને પછી તેને છોડીને પાછા જૂના કોડ તરફ વળવાની આશા રાખવી ઘણી દુર્લભ છે.

અન્ય સમાચારો પણ છે...